શ્રાવણ મહિનો આ વર્ષે 4 જુલાઈથી શરૂ થઈ રહ્યો છે. આ મહિનો 31 ઓગસ્ટે સમાપ્ત થશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે શ્રાવણ બે મહિના સુધી ચાલવાનો છે.
પ્રતીકાત્મક તસવીર (આઈસ્ટોક)
ભોલેનાથને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે. એવું કહેવાય છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવજી માતા પાર્વતી સાથે પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળતા હોય છે. સાથે જ શંકર ભગવાન તેમના ભક્તોની તમામ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે. માટે જ આ આખા પવિત્ર મહિના દરમ્યાન શિવભક્તો વિધિ-વિધાનથી પૂજા કરીને ભોલેનાથને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે.
ઉલ્લેખનીય છે કે ભગવાન શિવનો પ્રિય શ્રાવણ મહિનો ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. શ્રાવણ મહિનો આ વર્ષે 4 જુલાઈથી શરૂ થઈ રહ્યો છે. આ મહિનો 31 ઓગસ્ટે સમાપ્ત થશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે શ્રાવણ બે મહિના સુધી ચાલવાનો છે. ઉપરાંત આ વખતે શ્રાવણમાં 8 સોમવાર છે. જે શિવ ઉપાસના માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
ADVERTISEMENT
શ્રાવણના સોમવાર સિવાય પણ આ મહિનામાં કેટલીક ખાસ તિથિઓ આવતી હોય છે. આ તિથીઓ દરમ્યાન ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે પૂજા-પાઠ કરવામાં આવે છે. આમ તો દર મહિનામાં કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ માસિક શિવરાત્રીનું વ્રત રાખવામાં આવે છે. આ વખતે બે મહિનાસુધી શ્રાવણ ચાલવાનો હોવાથી આ માસમાં શિવરાત્રી પણ બે વખત આવી રહી છે. પ્રથમ માસિક શિવરાત્રી 15મી જુલાઈ તેમ જ બીજી શિવરાત્રી તારીખ 14 ઓગસ્ટના રોજ છે. આ પવિત્ર દિવસે ઉપવાસ અને પૂજા કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે.
દર મહિનામાં બે પ્રદોષ વ્રત આવતાં હોય છે પરંતુ આ વખતે શ્રાવણ મહિનામાં 4 પ્રદોષ વ્રત થવાના છે. પ્રદોષ વ્રત દરમિયાન પણ ભગવાન શિવની પૂજા-અર્ચના કરવામાં આવતી હોય છે. શ્રાવણને ભગવાન શિવનો પ્રિય મહિનો કહેવામાં આવે છે. આ વિશે એવી પૌરાણિક માન્યતા છે કે દક્ષની પુત્રી માતા સતીએ પોતાનું બલિદાન આપ્યું હતું અને હજારો વર્ષ સુધી શાપિત જીવન ગાળ્યું હતું. ત્યારબાદ તેમનો જન્મ હિમાલયમાં માતા પાર્વતી તરીકે થયો હતો. માતા પાર્વતીએ ભોલેનાથને પોતાના પતિ તરીકે મેળવવા માટે શ્રાવણ મહિનામાં કઠોર તપસ્યા કરી હતી. આ તપસ્યાથી ભગવાન શિવ પ્રસન્ન થયા હતા અને પાર્વતીને પત્ની તરીકે સ્વીકાર્યા હતા.
એવી પણ માન્યતા છે કે ભગવાન શિવ કૈલાસ છોડીને શ્રાવણ માસમાં પૃથ્વી પર ભ્રમણ કરે છે. આ કારણોને લીધે શ્રાવણ માસનું મહત્વ વધુ વધી જાય છે. ભગવાન શિવને રુદ્રાભિષેક ખૂબ જ પ્રિય છે. મહાદેવની કૃપાથી તમામ ગ્રહ દોષ નાશ થાય છે. શ્રાવણમાં રુદ્રાભિષેક કરવો વધુ શુભ માનવામાં આવે છે. રુદ્રાભિષેક કરવાથી ગ્રહોની કોઈપણ પ્રકારની પીડા હોય તો દૂર થાય છે. શિવ મંદિરમાં શિવલિંગ પર રૂદ્રાભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. કુંડળીમાં કોઈપણ મહાપાતક અથવા અશુભ દોષ હોય તો એ ભગવાન શિવનો રુદ્રાભિષેક કરવાથી દૂર થઈ જાય છે.

