ચાર દિવસમાં જ શક્તિની આરાધનાનું પર્વ એટલે કે નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે ત્યારે આજે વાત કરીએ મુંબઈના ૪૦૦ વર્ષ જૂના માતાજીના એક મંદિરની. માટુંગા નામ જે દેવીમા પરથી પડ્યું છે એવા શ્રી મરુબાઈ ગાંવદેવી મંદિરમાં બિરાજમાન દેવી સ્વયંભૂ હોવાનું કહેવાય છે
યુનિક-આઇકૉનિક
અષ્ટભૂજા આદિમાયા એ લક્ષ્મી એટલે ધન, સરસ્વતી એટલે વિદ્યા અને કાલિકા એટલે શક્તિની દેવી છે. એટલે બ્રિટિશરોએ મંદિરના આસપાસના ૨૦૦ પ્લૉટને એજ્યુકેશન પર્પઝ માટે આરક્ષિત કર્યા હતા.
માટુંગામાં આવેલું આ મંદિર બહારથી અન્ય સામાન્ય મંદિરો જેવું જ છે પણ એનો ઇતિહાસ જાણવાનો પ્રયત્ન કરશો તો ખબર પડશે કે માતાજીના આ મંદિર પાછળ ૪૦૦ વર્ષનો ઇતિહાસ છુપાયેલો છે. મરુબાઈ ગાંવદેવી ધનની દેવી લક્ષ્મી, વિદ્યાની દેવી સરસ્વતી અને શક્તિની દેવી કાલિકાનું રૂપ છે. આ મંદિરમાં દેવીની જે મૂર્તિ છે એ સ્વયંભૂ હોવાનું મનાય છે. મરુબાઈ મરુબાઈ ટેકડી ગાવની ગામદેવી છે. આ ગામના નામ પરથી જ આજના માટુંગાનું નામ પડ્યું છે.