ઓલ સેન્ટ્સ ડે(All Saints Day)એક ખ્રિસ્તી તહેવાર છે, જે ચર્ચના સંતોના સન્માનમાં ઉજવવામાં આવે છે.

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)
ઓલ સેન્ટ્સ ડે(All Saints Day)એક ખ્રિસ્તી તહેવાર છે, જે ચર્ચના સંતોના સન્માનમાં ઉજવવામાં આવે છે. આ તહેવાર વિશ્વમાં દર વર્ષે 1 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસને મૃતકોનો દિવસ, હેલોમાસ, ઓલ હૈલોજ ડે, તમામ સંતોનો પર્વ અને સંતોની પવિત્રતાના રૂપ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઓલ સેન્ટ્સ ડે મુળ રૂપે 13 મેના રોજ ઉજવવામાં આવતો હતો, પરંતુ બાદમાં તેને નવેમ્બરમાં ઉજવવાનું નક્કી કર્યુ. આ નિર્ણય ક્યારે લેવાયો તે અંગે કોઈ તારીખ નિર્ધારિત કરવી મુશ્કેલ છે, પરંતુ અધિકાંશ લોકોનું માનવું છે કે 609ના સમયથી ચાલતું આવ્યું છે.
609 એડી માં 13 મેએ પોપ બોનિફેસ IV એ વર્જિન મેરી અને તમામ સંતોના માનમાં ચર્ચ તરીકે પેન્થિઓનનું મંદિર રોમને સમર્પિત કર્યું. જેની સત્તાવાર રીતે સ્થાપના થઈ અને પછીથી ઓલ સેન્ટ્સ ડે તરીકે ઓળખાવા લાગ્યુ.મૂળરૂપે ફક્ત રોમમાં જ ઉજવવામાં આવે છે. પાછળથી 837 માં, પોપ ગ્રેગરી IV દ્વારા ઓલ સેન્ટ્સ ડેને સમગ્ર ધર્મમાં વિસ્તારવામાં આવ્યો. તે પોપ ગ્રેગરીએ જ નિર્દેશ આપ્યો હતો કે 1 નવેમ્બરના રોજ આ તહેવારને સત્તાવાર ચર્ચ પ્રથા તરીકે ઉજવવામાં આવે.
આ પણ વાંચો:પ્રાચીન દિવાળીની રસપ્રદ વાતો:ઓળિપો, કેળના પાનની કપડામાં ભળતી સુગંધ અને `રામ રામ`
પ્રોટેસ્ટન્ટ સુધારણા પછી, ઘણા પ્રોટેસ્ટંટ સંપ્રદાયોએ ઓલ સેન્ટ્સ ડેની ઉજવણી કરવાનું ચાલુ રાખ્યું. Christianity.com મુજબ, આ મેથોડિસ્ટ સંતોના જીવન અને મૃત્યુ માટે ભગવાન પ્રત્યેની અમારી નિષ્ઠાપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે. ઓલ સેન્ટ્સ ડે સામાન્ય રીતે કૅથલિકો માટે જવાબદારીનો પવિત્ર દિવસ છે, જેનો અર્થ એ છે કે દરેક વ્યક્તિ તે દિવસે ભાગ લે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. લેટિન સમુદાયોમાં પરિવારો મૃતકની મનપસંદ વાનગીઓ સહિત તહેવાર સાથે કબરોની મુલાકાત લે છે.