તમે ઇન્ડિપેન્ડન્ટ સંગીતકાર, ગીતકાર કે ગાયક હો તો તમારી એન્ટ્રીઝ ‘રેડિયો સિટી ફ્રિડમ એવોર્ડ્ઝ’ (RCFA)ની સાતમી એડિશનમાં 7 માર્ચ સુધી મોકલી શકશો. ગુજરાતી ભાષામાં ગવાયેલું ગીત પણ છે આવકાર્ય, રાહ શેની જુઓ છો? જલ્દી મોકલો તમારી એન્ટ્રીઝ
RCFA Season 7
રેડિયો સિટી ફ્રિડમ એવોર્ડ્ઝની ઇન્ડિપેન્ડન્ટ સંગીતને આપે છે અનેરી તક
રેડિયો સિટીની ‘રેડિયો સિટી ફ્રિડમ એવોર્ડ્ઝ’ (RCFA)ની સાતમી એડિશન આવી પહોંચી છે. 28મી ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ સંગીતમય ટેલેન્ટ સ્પર્ધામાં ભાગ લઈને તમે સાબિત કરી શકો છો તમારી આવડત અને પહોંચી શકો છો નવી ઉંચાઈઓ પર. ઇન્ડિ મ્યુઝિક ડાયસ્ફોરાની વાત કરીએ ત્યારે RCFA એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે જ્યાં તમે તમારી આવડતને શ્રેષ્ઠ જ્યુરીઝ દ્વારા જજ કરાવી શકો છો અને તમારી ઓળખનાં પગથિયા ઘડી શકો છો. ગુજરાત છે સંસ્કૃતિની ધરોહર અને ત્યાંથી ગૂંજી શકે છે બૂલંદ અવાજ તો મધુર મીઠો અવાજ પણ તો પછી રાહ શેની જુઓ છો, ફટાફટ તમારી એન્ટ્રીઝ મોકલી આપો અને મેળવો રેડિયો સીટી ફ્રિડમ એવોર્ડ્ઝમાં સ્થાન મેળવો. કોઇપણ લેબલ વિના પ્રોડ્યુસ થયેલું સંગીત ઇન્ડિપેન્ડન્ટ મ્યુઝિક ગણાય છે અને RCFAની ખાસિયત છે કે માત્રને માત્ર ઓરિજિનલ – મૌલિક સંગીતને જ અહીં મંચ મળે છે. વળી તેમાં કોઇ ભાષા બંધી નથી તે ગુજરાતી, હિન્દી સહિત કોઇપણ ભારતીય ભાષા કે પછી અંગ્રેજીમાં પણ હોઇ શકે છે.
ADVERTISEMENT
શું છે રેડિયો સિટી ફ્રિડમ એવોર્ડ્ઝ?
ઇન્ડિ મ્યૂઝિકના ચાહકો માટે આ એક અનેરો અને અનોખો મોકો છે. રેડિયો સિટીની આ પહેલ અનુસાર ઇન્ડિપેન્ડન્ટ આર્ટિસ્ટ અમે મ્યુઝિશ્યન્સની ટેલેન્ટને એક જ છત્ર નીચે લાવવામાં આવે છે. વિવિધ જોન્રના તમારા સંગીતને તમે લોકો સુધી પહોંચાડો, બેસ્ટ જ્યૂરી દ્વારા તેની કસોટી થવા દો અને તમારા જેવા બીજા ટેલેન્ટેડ લોકોની આવડતનો અનુભવ પણ કરો. તમે રેપર ડિવાઇન વિષે જાણતા જ હશો, તમને ખબર છે કે એણે ઇન્ડિપેન્ડન્ટ હિપ હૉપ સીનને બદલી નાખ્યો છે અને 2014માં રેડિયો સિટી ફ્રિડમ એવોર્ડ્ઝની જ્યૂરીએ એવોર્ડ આપ્યો હતો. એની મ્યૂઝિકલ જર્ની અને સફળતાથી તમે વાકેફ જ હશો.
હજી મોડું નથી થયું કારણકે તમે તમારી એન્ટ્રીઝ 7મી માર્ચ સુધી મોકલી શકો છો. RCFA સંગીત સાથે ન જોડાયેલા હોય તેવા નોન-મ્યૂઝિક કોન્ટ્રીબ્યુશન્સ જે ઇન્ડિપેન્ડન્ટ મ્યુઝિક સ્પેસમાં છે તેમને પણ આવકારીને બિરદાવે છે.
રેડિયો સીટી જે મ્યુઝિક બ્રોડકાસ્ટ લિમિટેડનો હિસ્સો છે તે જાગરણ પ્રકાશનની સબ્સિડરી છે અને તે રેડિયો સિટી ફ્રિડમ એવોર્ડ્ઝ દ્વારા ભારતીય સંગીત ક્ષેત્રે રહેલી ટેલેન્ટને ઓળખ આપવા માટે પ્રતિષ્ઠિત અને વિશ્વસનિય પ્લેટફોર્મ ગણાય છે.
તમારી ટેલેન્ટ અનુસાર તમે નીચેની કોઇપણ કેટેગરીમાં ભાગ લઇ શકો છો.
- બેસ્ટ હિપ-હૉપ આર્ટિસ્ટ અથવા રૅપ આર્ટિસ્ટ
- બેસ્ટ ફૉક ફ્યુઝન આર્ટિસ્ટ
- બેસ્ટ પૉપ આર્ટિસ્ટ
- બેસ્ટ રૉક આર્ટિસ્ટ
- બેસ્ટ મેટલ આર્ટિસ્ટ
- બેસ્ટ ઇલેક્ટ્રોનિકા આર્ટિસ્ટ
આ કેટેગરીઝ ઉપરાંત બેસ્ટ વીડિયો, બેસ્ટ ઇન્ડિ કૉલાબોરેટર જેવી ઘણી શ્રેણી છે જેમાં એવોર્ડ્ઝ એનાયત કરવામાં આવશે. એમિવે બન્ટાઇ અને મોનિકા ડોગરા જેવી ટેલેન્ટ્સે RCFAની આ પહેલાંની એડિશન્સને ધુંઆધાર સફળ અને એક્સાટિંગ ઇવેન્ટ્સ બનાવી છે.
વિવિધ પ્રકાર (genres)માંથી કોઇમાં પણ નોમિનેશન્સ આવકાર્ય છે. હિપ-હૉપ, રૉક, પૉપ, મેટલ અને બીજા ઝોન્રમાં ટેલેન્ટને પારખવા માટે એકથી વધુ કેટેગરીઝ રાખવામાં આવી છે. ઇન્ડિ મ્યુઝિકની શ્રેષ્ઠ ટેલેન્ટને ઓળખ આપવા માટે RCFAની આ એડિશન સર્વોત્તમ પ્લેટફોર્મ સાબિત થશે. રેડિયો સિટી ફ્રિડમ એવોર્ડ્ઝમાં ભાગ લેવા માટે હજી તમારી પાસે સમય છે – તમારી એન્ટ્રીઝ તમે મોકલવા માટે ક્લિક કરો અહીં – રેડિયો સિટી ફ્રિડમ એવોર્ડ્ઝની જ્યૂરી રાહ જોઇ રહી છે તમારા ધુંઆધાર પર્ફોર્મન્સ વાળી એન્ટ્રીની, રખે મોડું કરતાં.