Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

Published : 15 June, 2025 07:12 AM | Modified : 16 June, 2025 06:56 AM | IST | Mumbai
Aparna Bose | aparna.bose@mid-day.com

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય તો 
જ્યારે તમારે કોઈ ચોક્કસ બાબતે પસંદગી કરવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે તમારે જાત સાથે ખૂબ જ પ્રામાણિક રહેવું. તમારી જાતની થોડીક એકસ્ટ્રા કાળજી રાખો અને માત્ર સુંદર દેખાવ પાછળ દોડવાને બદલે સ્ટ્રૉન્ગ મસલ્સ બનાવવા પર ધ્યાન આપો. તમારા દોસ્તો અને પરિવારજનો સાથે જેટલી બને એટલી ઓછી જટિલતા રાખો. ફૅમિલીમાં ચાલી રહેલા કોઈ નાટકોથી બને એટલા દૂર રહો.


જૅમિની જાતકોની ડાર્ક સાઇડ
જૅમિની ભાવનાત્મક રીતે અલગ થઈ શકે છે અને તેમના પોતાના મગજમાં સંભળાતી ટીકા દ્વારા નિયંત્રિત થવા લાગે છે. આંતરિક ભાવનાત્મક હોકાયંત્રના માર્ગદર્શન વિના તેઓ સર્જિકલ ચોકસાઈથી નિર્ણયો લઈ શકે છે,. પોતાના આ નિર્ણયોથી અન્ય લોકોને શું ભોગવવું પડશે એનો વિચાર તેઓ કરતા નથી. આ લાક્ષણિકતા તેમનાં ભાવનાત્મક સમીકરણોમાં સમસ્યાઓ ઊભી કરી શકે છે જે રોજબરોજના જીવનમાં વારંવાર જોવા મળી શકે  છે.



એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ


તમે શું કરી શકો છો એના પર ધ્યાન કેન્દ્રિત કરો. શું શક્ય નથી અથવા તમને લાગે છે કે તમે શું ગુમાવ્યું છે એના કરતાં તમે શું કરી શકો છો એ વિચારો. ગાઢ મિત્રતા અને સંબંધો પર ધ્યાન આપો અને કોઈ પણ લોકોને હળવાશથી ન લો.
કારકિર્દી ટિપ : જેમના બૉસ અથવા સિનિયર્સ કુટિલ હોય તેમણે કોઈ પણ પ્રકારના મતભેદમાં ન પડાય એની વિશેષ કાળજી લેવાની જરૂર છે.

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે


જો તમારે કોઈ પણ પડકારોનો સામનો કરવો પડે તો એ પડકાર પર જ ધ્યાન કેન્દ્રિત કરો અને નિર્ણયમાં યોગ્ય સંતુલન જાળવો. જેવી પરિસ્થિતિની જરૂરિયાત હોય એ મુજબ અલગ ભૂમિકા નિભાવવા તૈયાર રહો.
કારકિર્દી ટિપ : કોઈ પણ નિર્ણય કાળજીપૂર્વક વિચાર કર્યા પછી જ લો. ઘરેથી કામ કરતા લોકોએ ખાતરી કરવાની જરૂર છે કે તેઓ જે પણ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરે છે એ અપડેટ થયેલી હોય.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

કોઈ પણ રોકાણ અને નાણાકીય નિર્ણયો કાળજીપૂર્વક પૂરતું રિસર્ચ કર્યા પછી જ લેવા જોઈએ. નિયમિત કસરત માટે સમય કાઢો, ભલે એ માત્ર વીસ મિનિટ ચાલવાનું જ કેમ ન હોય.
કારકિર્દી ટિપ : તમારાં કામોની ડેડલાઇન જાળવી રાખો અને શક્ય એટલા શિસ્તબદ્ધ બનો. કોઈ પણ પડકારજનક પ્રોજેક્ટ અપેક્ષા મુજબ સફળ ન પણ થાય. તમારે સંજોગોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાની જરૂર છે.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

કોઈ પણ નવો વિચાર ખૂબ સારો લાગી શકે છે, પરંતુ તમારે તમારા તરફથી જરૂરી વ્યાવહારિકતા અને પ્રતિબદ્ધતાને સમજવાની જરૂર છે. ખાતરી કરો કે તમને પૂરતી ઊંઘ મળે.
કારકિર્દી ટિપ : કોઈ પણ આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટમાં કેટલીક ખામીઓ આવી શકે છે જેને શક્ય એટલી કાર્યક્ષમ રીતે હૅન્ડલ કરવી જોઈએ. સાથીદારો સાથે તમારા સમીકરણને વ્યાવસાયિક રાખો.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

તમારા વિશે તમારી બુદ્ધિ રાખો અને કોઈ પણ તનાવપૂર્ણ પરિસ્થિતિમાં ભાવનાત્મક રીતે પ્રતિક્રિયા ન આપો. લાંબા અને ટૂંકા ગાળાનાં બન્ને લક્ષ્યો વિશે ખૂબ સ્પષ્ટ રહો.
કારકિર્દી ટિપ : તમને જોઈતી કોઈ પણ મહત્ત્વપૂર્ણ માહિતી મેળવવા માટે તમારા ઑફિસ નેટવર્કનો ઉપયોગ કરો. જેઓ તેમની નોકરી બદલવા અથવા કારકિર્દીમાં ફેરફાર કરવા માગે છે તેમના માટે આ એક સકારાત્મક સમય છે.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

તમને જે લાગે છે એ કામ કરી રહ્યું નથી એના કરતાં તમારા જીવનમાં સકારાત્મક બાબતો જુઓ. કોઈ પણ મિલકતની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની અને થોડી વધારાની મહેનત કરવાની જરૂર પડશે.
કારકિર્દી ટિપ : કોઈ પણ ઑફિસ ગપસપથી દૂર રહો અને કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. દસ્તાવેજો, ઈ-મેઇલ્સ અને ટેક્સ્ટ-સંદેશાઓ મોકલતાં પહેલાં એમને બે વાર તપાસો.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

વિચિત્ર અને હૅન્ડલ કરવાનું મુશ્કેલ લાગે એવું વર્તન કરતા લોકો સાથે શક્ય એટલું પૉલિટિકલી વ્યવહાર કરો. ભૂતકાળમાંથી શીખી લો. ભૂતકાળમાં કામ ન લાગ્યા હોય એવા નિર્ણયો કે વર્તણૂકનું પુનરાવર્તન ન કરો. 
કારકિર્દી ટિપ : કોઈ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં તમને જોઈતી બધી માહિતી એકત્રિત કરો. કોઈ પણ પેપરવર્ક બને એટલું જલદી પૂરું કરો. એ કામોને મુલતવી રાખીને એમાં વધારો ન થવા દો. 

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

પડકારોને તમે ઝીલવાનું શરૂ કરી દેશો તો એની સાથે ડીલ કરવાનું બહુ અઘરું નહીં લાગે. બહુ જલદીથી હાર માની ન લો અને દરેક પરિસ્થિતિને લાંબા ગાળાના દૃષ્ટિકોણથી જુઓ.
કારકિર્દી ટિપ : મોટી સંસ્થા માટે કામ કરતા લોકોએ સંગઠનાત્મક પ્રોટોકૉલનું ખૂબ કાળજીપૂર્વક પાલન કરવું જોઈએ. ઘરઆધારિત વ્યવસાય ધરાવતા લોકો માટે આ એક સકારાત્મક સમય છે.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

કોઈ પણ પડકારોને અવગણવાને બદલે લાંબા ગાળાના દૃષ્ટિકોણથી જે યોગ્ય હોય એ કરો, એવી આશામાં કે એ દૂર થઈ જશે. તમે જે મિત્રોને જાણો છો તેમના માટે સમય કાઢો જે ખરેખર તમારી કાળજી રાખે છે.
કારકિર્દી ટિપ : તમારા બૉસ અને વરિષ્ઠ લોકો સાથે સૌહાર્દપૂર્ણ સમીકરણ જાળવવાનો મુદ્દો બનાવો. જો યોગ્ય રીતે સંપર્ક કરવામાં આવે તો કોઈ પણ નવા પ્રોજેક્ટમાં સંભાવના છે.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

તમે જે ઇચ્છો છો એના વિશે સાવચેત રહો કારણ કે એ ખરેખર થઈ શકે છે, પરંતુ તમારી અપેક્ષા મુજબ નહીં. જેમને માહિતીની જરૂર નથી તેમની સાથે વ્યક્તિગત બાબતો વિશે વાત કરવાનું ટાળો.
કારકિર્દી ટિપ : જો તમારી પાસે સામાન્ય કરતાં વધુ કામ હોય તો સુઆયોજિત સમયપત્રક મુખ્ય રહેશે. આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ પર કામ કરતા લોકો માટે આ એક સકારાત્મક સમય છે.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

ધીમી પણ સ્થિર અને મક્કમ પ્રગતિ સાથે ધીરજ રાખો અને તમારાં લક્ષ્યોને અવગણશો નહીં. થોડી વધારાની કાળજી સાથે રોકાણો અને નાણાકીય બાબતોને સંભાળો.
કારકિર્દી ટિપ : જો તમારે કોઈ પડકારજનક સાથીદાર અથવા ક્લાયન્ટ સાથે વ્યવહાર કરવો પડે તો ખૂબ જ ઝડપી બનો. વરિષ્ઠની સલાહ પર ધ્યાન આપો, ભલે એ સંબંધિત ન લાગે.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

તમારા માર્ગમાં આવતી તકોનો મહત્તમ ઉપયોગ કરો, ભલે એવું લાગે કે એમનું મૂલ્ય એટલું ઓછું છે. જ્યાં સુધી તમે તમારાં લક્ષ્યોને યોગ્ય રીતે સમજો છો ત્યાં સુધી રોકાણ માટે આ સારો સમય છે.
કારકિર્દી ટિપ : જો તમે કોઈ પડકારજનક ક્લાયન્ટ સાથે વ્યવહાર કરતા હો તો ઝડપી વિચારસરણીની જરૂર પડશે. જેઓ નોકરી છોડવાનું વિચારી રહ્યા છે તેમણે આદર્શ રીતે પોતાના કાગળો મૂકતાં પહેલાં બીજી નોકરી મેળવવી જોઈએ.

Whatsapp-channel Whatsapp-channel

16 June, 2025 06:56 AM IST | Mumbai | Aparna Bose

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK