ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું રાશિ ભવિષ્ય
પ્રતીકાત્મક તસવીર
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
જો તમારી પાસે ઘણાબધા વિકલ્પો હોય અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાનો હોય તો સમજદારીપૂર્વક પસંદગી કરો. જો તમારે કોર્ટ અથવા આર્બિટ્રેશન સંબંધિત કોઈ પણ બાબતનો સામનો કરવો પડે તો યોગ્ય કાનૂની સલાહ મેળવો. જેઓ પ્રતિબદ્ધ રિલેશનશિપમાં છે તેઓ એને આગલા સ્તર પર લઈ જવા માગી શકે છે. બૉસ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે ખૂબ જ સારી રીતે વિચારીને વ્યવહાર કરો, ભલે તમારા તેમની સાથે સારા સબંધો હોય.
કૅપ્રિકોર્નની શૅડો સાઇડ
કૅપ્રિકોર્ન રાશિનાં જાતકો જીવન પ્રત્યે ખૂબ જ ગંભીર અભિગમ અપનાવી શકે છે અને ફ્લેક્સિબિલિટીનો અભાવ તેમને એવી આદતો અને રૂટીનમાં ફસાવી શકે છે જે હવે ઉપયોગી નથી. તેમને નિયંત્રણની તીવ્ર જરૂરિયાત હોઈ શકે છે જે તેમના અંગત તેમ જ વ્યાવસાયિક જીવનમાં સમસ્યાઓ ઊભી કરી શકે છે. કૅપ્રિકોર્ન રાશિના જાતકોને નાણાકીય સ્થિરતાની જરૂરિયાતનો અર્થ એ હોઈ શકે છે કે તેઓ ભૌતિક સંપત્તિ અને પૈસાને બીજી બધી બાબતો કરતાં વધુ મહત્વ આપે છે.
ADVERTISEMENT
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
સખત મહેનત ફળ આપશે, પરંતુ તમારે તમારી અપેક્ષા પ્રત્યે વાસ્તવિક બનવાની જરૂર છે. જેઓ કમિટેડ સંબંધમાં છે તેઓ એને આગલા સ્તર પર લઈ જવા માગી શકે છે.
લાઇફ ટિપ : આત્મવિશ્વાસ સાથે આગળ વધો અને કોઈ પણ જાતની પોતાની શંકા તમારા પર હાવી ન થવા દો. તમારા જીવનમાં જરૂરી ફેરફારો કરવા માટે આ સારો સમય છે.
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
તમારી નજીકના લોકો પાસેથી તમારી અપેક્ષા વિશે ખૂબ કાળજી રાખો. તમે કોઈ રોકાણ કરવા માગો છો તો એ લાંબા ગાળાના દૃષ્ટિકોણથી વિચારીને કરો.
લાઇફ ટિપ : જીવનની બધી પરિસ્થિતિઓ, સુખદ અને દુઃખદ બન્નેને સંભાળવા માટે જરૂરી સંતુલન ક્યાંથી મેળવી શકો એ શોધી કાઢો. આના કારણે તમને વધુ શાંતિ મળશે.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
મુસાફરી વખતે ફોન અને વૉલેટ જેવી કીમતી વસ્તુઓનું ધ્યાન રાખો. જેમને વિવિધ પ્રોડક્ટ્સમાં રોકાણમાં કરવાનું ગમે છે તેઓ નાણાકીય બાબતોને વધુ પડતી જટિલ બનાવવાનું ટાળે.
લાઇફ ટિપ : નજીકના સંબંધો પર ધ્યાન આપો અને અન્ય લોકોને તમે ઇચ્છો એવો પ્રેમ અને આદર આપો. અન્ય લોકોના દૃષ્ટિકોણને જોવા માટે
તૈયાર રહો.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
તમારાં લાંબા ગાળાનાં ધ્યેયોને ધ્યાનમાં રાખીને સારી રીતે વિચારીને કારકિર્દીની પસંદગી કરો. જો તમે બીમાર પડો તો જાતે દવા લેવાને બદલે ડૉક્ટર પાસે જાઓ.
લાઇફ ટિપ : કોઈ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં તમારી પાસે રહેલા બધા વિકલ્પો ધ્યાનમાં રાખો. જો તમને જરૂર હોય તો મદદ માટે પૂછો અને વિશ્વાસુ વ્યક્તિની સલાહને ધ્યાનમાં લો.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
મીટિંગ્સ, ઇન્ટરવ્યુ અને વાટાઘાટો માટે આ એક સકારાત્મક સમય છે. જો તમારે મુસાફરી કરવાની જરૂર હોય તો તમારી ટિકિટ અને હોટેલ-બુકિંગ બે વાર ચકાસો.
લાઇફ ટિપ : તમારાં લક્ષ્યો તરફ આગળ વધતાં પહેલાં પરિસ્થિતિઓને અનુરૂપ થાઓ. ભૂતકાળમાંથી શીખેલા પાઠ ભૂલવા ન જોઈએ.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
તમારા સ્વાસ્થ્યનું થોડું વધારે ધ્યાન રાખો અને ખાતરી કરો કે તમને પૂરતી ઊંઘ મળે છે. આવેગજન્ય નાણાકીય નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ.
લાઇફ ટિપ : જ્યારે પણ તમારે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાની જરૂર હોય ત્યારે તમારી અંતઃ પ્રેરણાને સાંભળશો તો જીવન સરળ બનશે. તમારી જાત પર વિશ્વાસ રાખો.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
કૌટુંબિક પરિસ્થિતિ પર ધ્યાન આપવાની જરૂર પડી શકે છે અને તમે તમારી શ્રેષ્ઠ ક્ષમતા મુજબ એનો ઉકેલ લાવી શકશો. સ્વરોજગાર ધરાવતા બિઝનેસમૅન માટે આ એક સકારાત્મક સમય છે.
લાઇફ ટિપ : જ્યારે તમે સારી સલાહ સાંભળો ત્યારે એના પર ધ્યાન આપો અને તમારે જે પણ ફેરફારો કરવાની જરૂર હોય એના પર કામ કરો. વિશ્વાસ રાખો કે તમે યોગ્ય સમયે યોગ્ય સ્થાને છો.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
જો અટવાઈ ગયા હો એવું લાગતું હોય તો પણ ગમે એ સંજોગોનો સામનો કરો. સાથીદારો સાથે વાતચીત કરતી વખતે ખૂબ કાળજી રાખો, કારણ કે તમે એવું કંઈક કહી શકો છો જે તમારે ન કહેવું જોઈએ.
લાઇફ ટિપ : તમારા પરિવાર માટે સમય કાઢો અને સ્પષ્ટ અને આદરપૂર્ણ વાતચીતને પ્રાથમિકતા આપો. કોઈ પણ અંતર્ગત સમસ્યાઓ ફક્ત જાદુઈ રીતે દૂર થશે નહીં.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
જો તમને સામાન્ય કરતાં વધુ કામ કરવાનું લાગે તો સમજદારીપૂર્વક કામ કરો. જરૂર હોય તો તમારા નેટવર્ક પાસેથી મદદ લો અને અન્ય લોકો પાસેથી શીખવા માટે તૈયાર રહો.
લાઇફ ટિપ : તમે જે ફરક લાવવા માગો છો એ બનો અને નકારાત્મક લોકોથી પોતાને નિરાશ ન થવા દો. તમે જાણો છો કે તમે કેટલા સક્ષમ છો.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
જો કોઈ પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવાની જરૂર હોય તો તમારા કમ્યુનિકેશનમાં ખૂબ સ્પષ્ટ રહો. યોગ્ય રીતે સંભાળશો તો કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી શકાય છે.
લાઇફ ટિપ : જ્યાં સુધી તમે એનો યોગ્ય રીતે ઉપયોગ કરો છો ત્યાં સુધી પાવરમાં રહેવું તમારા માટે યોગ્ય છે. નવી જવાબદારીઓ સ્વીકારવામાં ડરશો નહીં.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
તમારા શ્રેષ્ઠ પ્રયાસો કરો અને જરૂર પડ્યે દિશા બદલવા માટે તૈયાર રહો. કોઈ પણ વ્યક્તિગત માહિતી માટે તમે કોના પર વિશ્વાસ કરો છો એનું ધ્યાન રાખો, પછી ભલે એ કંઈક સકારાત્મક હોય.
લાઇફ ટિપ : બીજી વ્યક્તિના દૃષ્ટિકોણને જોવાથી તમને પરિસ્થિતિઓને વધુ સારી રીતે સમજવામાં અને યોગ્ય પસંદગીઓ અને નિર્ણયો લેવામાં મદદ મળશે.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
ભૂતકાળની કોઈ પણ પરિસ્થિતિને પરિપક્વતા સાથે સંભાળો, ભલે એમાં સામેલ અન્ય કોઈ લોકો બાલિશ રીતે પ્રતિક્રિયા આપે. વિચલિત થયા વિના તમારે શું કરવાની જરૂર છે એના પર ધ્યાન કેન્દ્રિત કરો.
લાઇફ ટિપ : તમારી પાસે રહેલી જન્મજાત પ્રતિભાઓનો ઉપયોગ કરો અને એને હળવાશથી ન લો. તમે જે વિચારો છો એના કરતાં ઘણું વધારે કરવા સક્ષમ છો.


