Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અઠવાડિક રાશિ ભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

અઠવાડિક રાશિ ભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

09 June, 2024 07:20 AM IST | Mumbai
Aparna Bose | aparna.bose@mid-day.com

કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું?

પ્રતીકાત્મક તસવીર

અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર


એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ

તમને રોકાણમાં ખોટ જવાની શક્યતા દેખાતી હોવાને લીધે તમારે એ કામમાં ઘણી સાવધાની રાખવી. તબિયત નરમ લાગતી હોય તો આરામ જરૂર કરી લેવો.
જીવનસુધાર માટે સૂચન : લક્ષ્ય તરફની તમારી પ્રગતિની સમીક્ષા કરવી, પરંતુ લક્ષ્ય જલદીથી હાંસલ કરવાની ઘેલછા રાખવી નહીં. જરૂર પડ્યે તમારા આયોજનમાં પરિવર્તન લાવવું. ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે


તમારે બેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવાની સ્થિતિ નિર્માણ થાય તો એની લાંબા ગાળાની અસરનો વિચાર કરી લીધા બાદ જ આગળ વધવું. સંવાદમાં સ્પષ્ટતા રાખવી અને તમામ આવશ્યક માહિતી સમાવી લેવી.
જીવનસુધાર માટે સૂચન : પોતાની સ્વતંત્રતા જાળવવાની સાથે-સાથે બીજાઓ માટેની જવાબદારીઓ ન્યાયી અને ઉચિત રીતે નિભાવવી એ બન્ને કામ વચ્ચે સંતુલન જાળવજો. બીજાઓને મદદ ચોક્કસ કરવી.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન


મિત્રો અને સહકર્મીઓ જોડે અંગત મુદ્દાઓની ચર્ચા કરવી નહીં, કારણ કે પછીથી બીજાઓ માટે એ કૂથલીનો વિષય બની શકે છે. તબિયત સાચવવી.
જીવનસુધાર માટે સૂચન : તમારી અંદર છુપાયેલી શક્તિઓને અને ક્ષમતાઓને બહાર લાવવી. તમે પોતાની ધારણા કરતાં ઘણું વધારે કરવા સક્ષમ છો. મનમાં કોઈ શંકા આવવા દેવી નહીં.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

કાનૂની ખટલામાં તમને યોગ્ય સલાહ મળે એ વાતની તકેદારી લેવી. કુંવારાઓ માટે સાનુકૂળ સમય છે, પરંતુ તેમણે પોતાની અપેક્ષાઓ વિશે સ્પષ્ટતા રાખવાની જરૂર છે. 
જીવનસુધાર માટે સૂચન : મિત્રોની પસંદગી કરવામાં સાવધાન રહેવું અને તમને પ્રોત્સાહિત કરે એવા લોકો સાથે રહેવાનો પ્રયાસ કરવો. જોકે જરૂર પડ્યે આકરા પણ થવું. સાથે-સાથે એ પણ યાદ રાખવું કે તમે એકલા નથી.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

મનની વાત મનમાં રાખવી નહીં, પરંતુ બોલવામાં અજુગતું થઈ જાય નહીં એનું ધ્યાન રાખવું. ડ્રાઇવિંગ કરતી વખતે સાચવવું, કારણ કે અકસ્માતની ઘાત છે. 
જીવનસુધાર માટે સૂચન : તમારી જિંદગીનો કપરામાં કપરો સમય પણ તમને કંઈક સારું શીખવી જતો હોય છે. ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન થાય નહીં એની તકેદારી લેવી.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

તમારે કોઈ નિર્ણય લેવો પડે એમ હોય તો સ્પષ્ટ અને તત્કાળ સંવાદ સાધવો. મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં તમામ આવશ્યક માહિતી ભેગી કરી લેવી. 
જીવનસુધાર માટે સૂચન : કુદરત પોતાનું કામ કરતી હોય છે, પછી ભલે આપણને એની ખબર પડતી ન હોય. તમારી સામે પરિસ્થિતિ જેવી છે એવી સ્વીકારી લેવી, એ પરિપૂર્ણ હોય એવી ઇચ્છા રાખવી નહીં.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

અગત્યના સંબંધોને ગાઢ બનાવવા પર લક્ષ આપવું. જોખમભર્યાં રોકાણો કરવાં નહીં અને બિનજરૂરી વસ્તુઓ પાછળ ખર્ચ કરવો નહીં. 
જીવનસુધાર માટે સૂચન : તમારી રચનાત્મકતાને ખીલવવા માટે સમય ફાળવજો. તમે કોઈ હૉબીને વધુ આગળ વધારવાની ઇચ્છા રાખશો. પર્ફેક્ટ બનવાનો પ્રયાસ કરવાને બદલે પોતાની જાત સાથે આનંદિત રહેજો. 

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

સ્પર્ધામાં ટકી રહેવા માટે વ્યૂહાત્મક અભિગમ અપનાવવો. કોઈ વ્યક્તિ તમારું મહત્ત્વ ઓછું આંકે એવું થવા દેવું નહીં. તમે ચૂકવવાની ક્ષમતા ધરાવતા ન હો તો કર્જ લેવાનું ટાળજો.
જીવનસુધાર માટે સૂચન : મનમાં જરા પણ શંકા રાખ્યા વગર તમે જેવા છો એના કરતાં વધુ સારા બની શકો એ માટેના પ્રયાસ કરજો. તમે ઇચ્છા રાખશો તો જ પરિવર્તન આવી શકશે. 

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

રોકાણો કરતી વખતે સાવચેતી રાખવી. ઇન્ટરવ્યુ, મીટિંગ અને વાટાઘાટો માટે સારો સમય છે. જોકે એના માટે તમારાં લક્ષ્યો સુનિશ્ચિત હોવાં ઘટે.
જીવનસુધાર માટે સૂચન : તમે જીવનમાં ત્રિભેટે આવીને ઊભા હો તો હિંમતવાળો માર્ગ પસંદ કરજો. જીવનમાં તમે એક વખત ભયમુક્ત થઈ જાઓ તો ઘણાં પરાક્રમો કરી શકવા માટે  સક્ષમ છો. 

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

કોઈ પણ ઈમેઇલ કે મેસેજ મોકલતાં પહેલાં ઝીણવટપૂર્વક વાંચી જજો અને દરેક પરિસ્થિતિમાં સાચવીને બોલજો. પ્રૉપર્ટીવિષયક બાબતોમાં પૂરતી તકેદારી લેવી.
જીવનસુધાર માટે સૂચન : તમને કોઈ ભય સતાવતો હોય તો એની પાછળનું કારણ જાણી લેજો અને તમારા માર્ગમાં એને અવરોધરૂપ બનવા દેતા નહીં. તમારે કોઈ પણ પરિસ્થિતિમાં આદતવશ પ્રતિક્રિયા આપવી નહીં.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

રોકાણો સહિતની આર્થિક બાબતોમાં શિસ્તબદ્ધ રહેવાનું તમને કદાચ માફક નહીં આવે, પરંતુ તમારે ચોકસાઈ રાખવી જરૂરી છે. તબિયત જરા પણ ઢીલી લાગે તો પૂરતો આરામ કરી લેવો.
જીવનસુધાર માટે સૂચન : તમારું ખરું સ્વરૂપ બહાર લાવવાનો વિચાર કરવો, પરંતુ જીવનમાં તમને જે સારું મળ્યું છે એ બદલ પાડ માનવો. કોઈના પ્રતિ આભાર પ્રદર્શિત કરવાથી માણસ વધુ સમૃદ્ધ થાય છે.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

બૉસ અને ઉપરીઓ જોડેના વાર્તાલાપમાં સંભાળવું. મર્યાદિત બજેટ ધરાવતા જાતકોએ નાના-મોટા તમામ બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળવું.
જીવનસુધાર માટે સૂચન : તમારો ઉત્કર્ષ કરે અને તમારામાં રહેલી રચનાત્મકતા બહાર લાવે એવી હૉબી વિકસાવવા માટે સમય ફાળવજો અને પર્ફેક્ટ બનવાની લાય કરતા નહીં. આ રીતે તમે વધુ તાજા-માજા રહીને કામધંધો કરી શકશો. 

જો આ સપ્તાહમાં તમારો જન્મદિવસ આવતો હોય...

જરૂર પડ્યે નવો માર્ગ અપનાવવો, પરંતુ અનુચિત રીત અપનાવવી નહીં. કોના પર વિશ્વાસ રાખવા જેવું છે એ સમજી લેવું. નવી વ્યક્તિ સાથે મુલાકાત થઈ હોય એવા કુંવારા જાતકોએ સમજી લેવું કે આમાં ઉતાવળ કરવા જેવું નથી. ધીરે-ધીરે પરસ્પર સમજણ કેળવો અને સંબંધને સહજ રીતે વિકસવા દો. જેમને હાઈ બ્લડ-પ્રેશર કે હૃદયને લગતી તકલીફ હોય તેમણે થોડી વધુ દરકાર લેવી. તમારી તાસીર અને વર્તમાન સંજોગો અનુસાર જે યોગ્ય હોય એવી જ જીવનશૈલી અપનાવવાનો પ્રયાસ કરવો. 

જેમિની જાતકોની અજાણી બાજુ

જેમિની જાતકો અવિરત બોલ્યે રાખવાની ક્ષમતા ધરાવતા હોય છે. એને લીધે ક્યારેક તેઓ મુદ્દાસર બોલવાને બદલે ભરડ્યે રાખતા હોય છે. તેમને ટોળટપ્પા કરવાનું અને અતિશયોક્તિ કરવાનું ગમતું હોય છે. આથી તેમની પાસેથી હંમેશાં સાચી જ માહિતી મળશે એવો વિશ્વાસ રાખી શકાય નહીં. તેઓ દ્વિમુખી સ્વભાવ ધરાવતા હોવાથી ક્યારેય કોઈ એક ચોક્કસ વિચાર કે માર્ગ પર અડગ રહેતા નથી. 

Whatsapp-channel Whatsapp-channel

09 June, 2024 07:20 AM IST | Mumbai | Aparna Bose

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK