Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

Published : 03 December, 2023 07:17 AM | IST | Mumbai
Aparna Bose | aparna.bose@mid-day.com

સૅજિટેરિયસ જાતકો પ્રેમાળ, વફાદાર અને રમૂજી સ્વભાવના હોય છે. તેમને કોઈ ખૂંટે બંધાઈ રહેવું ગમતું નથી અને આ જ કારણ છે કે તેઓ કોઈ શિસ્તબદ્ધ વ્યક્તિ સાથે પરણી ગયા હોય તો તેમના લગ્નજીવનમાં થોડી મુશ્કેલીઓ આવતી હોય છે.

સાપ્તાહિક રાશિફળ માટેની પ્રતીકાત્મક તસવીર

Horoscope

સાપ્તાહિક રાશિફળ માટેની પ્રતીકાત્મક તસવીર


જો આ સપ્તાહે તમારો જન્મદિવસ હોય....   
કારકિર્દી ઘડવા માટે સાનુકૂળ સમય છે. ખાસ કરીને તેમના માટે જેઓ એનો મજબૂત પાયો રચવા પર વિશેષ ધ્યાન આપે છે. અગત્યનાં કૌશલ્યોનો મહાવરો રાખવો અને શિસ્તબદ્ધ કામ કરવું. સંબંધોમાં સાચું બોલવું અગત્યનું હોય છે, પરંતુ પરિસ્થિતિને વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોવી. ભૂતકાળને ભૂલી જવો અને તમારી નિર્ણયશક્તિ પર એની અસર થવા દેવી નહીં. 

સૅજિટેરિયસ જાતકો જીવનસાથી તરીકે કેવા હોય છે?   
સૅજિટેરિયસ જાતકો પ્રેમાળ, વફાદાર અને રમૂજી સ્વભાવના હોય છે. તેમને કોઈ ખૂંટે બંધાઈ રહેવું ગમતું નથી અને આ જ કારણ છે કે તેઓ કોઈ શિસ્તબદ્ધ વ્યક્તિ સાથે પરણી ગયા હોય તો તેમના લગ્નજીવનમાં થોડી મુશ્કેલીઓ આવતી હોય છે. તેમને એવા જ જીવનસાથીની જરૂર હોય છે જેઓ તેમને આવશ્યક મોકળાશ આપે અને પોતપોતાની રીતે ઉત્તમ વ્યવહાર કરીને સાથે વિકસે. 



એરીઝ: ૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ


જેનો સામનો કરવામાં ગભરાતા હો એવી પરિસ્થિતિમાંથી છટકવા માટેનો રસ્તો શોધતા હો તો એ વૃત્તિ છોડી દેવી. જવાબદારીઓ સ્વીકારવાનું શરૂ કરો અને અંતરાત્માના અવાજને અનુસરો.
સંબંધો સાચવવા માટે સલાહ : સત્તા હોય એવી વ્યક્તિઓ સાથેના સંબંધોમાં કળપૂર્વક કામ લેવું. મૈત્રી અને સંબંધોને ટકાવી રાખવા ક્યારેક સામેથી વધુ જહેમત ઉઠાવવી પડે તો એના માટે પણ તૈયાર રહેવું.   

ટૉરસ: ૨૧ એપ્રિલથી ૨૦ મે


સતર્ક રહેવું અને કોઈ પણ આયોજનમાં કે પરિસ્થિતિમાં ફેરફાર થાય તો એમાં ઝડપી અને યોગ્ય પ્રતિભાવ આપવા. બોલતાં પહેલાં વિચાર કરી લેવો. ઈ-મેઇલ અને સંદેશાઓ કાળજીપૂર્વક વાંચી લેવા અને પછી જ સમજી-વિચારીને જવાબ આપવો.
સંબંધો સાચવવા માટે સલાહ: સંબંધોને લગતી કોઈ પણ પરિસ્થિતિમાં જરૂર કરતાં વધુ પ્રતિક્રિયા આપવી નહીં. પરિસ્થિતિને ભૂતકાળને બદલે વર્તમાન પરિપ્રેક્ષ્યમાં જોવી.

જેમિની: ૨૧ મેથી ૨૧ જૂન

ખાણી-પીણીમાં સાવધ રહેવું. જેનાથી સુસ્તી આવે કે સદતી ન હોય એવી વસ્તુઓથી દૂર રહેવું. સ્વયં રોજગાર કરનારાઓ અને પ્રોફેશનલો માટે સમય સારો છે. 
સંબંધો સાચવવા માટે સલાહ : દોસ્તી કે બીજા સંબંધોમાં શું કરવું એવો પ્રશ્ન ઊભો થાય એ સંજોગોમાં ઉતાવળે નિર્ણય ન લેવો. અંગત જીવન વિશે કોઈની સાથે વાત કરવી નહીં, કારણ કે લોકો કૂથલી કરવા લાગી જશે.

કૅન્સર: ૨૨ જૂનથી ૨૩ જુલાઈ

વર્તમાન પરિસ્થિતિ અને પોતાની અપેક્ષાઓ વિશે પૂરી સ્પષ્ટતા હોય ત્યારે જ પગલું ભરવું. જો તમે લક્ષ્ય રાખીને એકાગ્રતાથી આગળ વધશો તો કારકિર્દી માટે સાનુકૂળ સમય છે.
સંબંધો સાચવવા માટે સલાહ : વાત ભલે ગમે એટલી નાની હોય, પોતાના હક માટે લડવું જરૂરી છે. બીજા લોકો તમને ગણતરીમાં ન લે એવી પરિસ્થિતિ ઊભી થવા દેવી નહીં. ખરેખર મહત્ત્વના હોય એવા મિત્રો અને લોકો જોડે રહેવું.

લિયો: ૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

પોતાની અપેક્ષાઓ સંતોષવા માટે સક્રિયતા રાખશો તો પરિવર્તન આવી શકશે. જોકે તમારે અપ્રિય પસંદગી કરવી પડી શકે છે, પણ જો યોગ્ય પસંદગી કરી હશે તો અંતમાં એ લાભદાયી પુરવાર થશે.
સંબંધો સાચવવા માટે સલાહ: જેની સલાહ લેતા હો એનાથી સતર્ક રહેવું. દરેક વ્યક્તિ તમારા હિતમાં જ વિચારે છે એવું નથી. બિનજરૂરી ગેરસમજો ઊભી થવા દેતા નહીં. 

વર્ગો: ૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

પ્રવર્તમાન સંજોગોમાં ઉત્તમ હલ શોધી કાઢવા માટે એને અલગ દૃષ્ટિએ મૂલવો. પડકારોને સમસ્યા નહીં, પણ પોતાની સુધારણા માટેની તક ગણીને ચાલો.
સંબંધો સાચવવા માટે સલાહ: વિશાળ મિત્રવર્તુળ ધરાવતા જાતકોએ અલગ-અલગ ગ્રુપ વચ્ચે સમયની ફાળવણી સાચવીને કરવાની રહેશે. આવશ્યક માહિતી ભેગી થયા પછી જ વ્યવહારુ નિર્ણયો લેવા.  

લિબ્રા: ૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

બૉસ અને ઉપરીઓ જોડે સંજોગોની નજાકતના આધારે કામ લેવું. રોકાણના પોર્ટફોલિયો પર નજર કરી લેવી અને જરૂર લાગે તો ડાઇવર્સિફિકેશન કરવું.
સંબંધો સાચવવા માટે સલાહ : સંબંધોની બાબતે નિર્ણય લેવાનો આવે ત્યારે લાંબા ગાળાની અસરોને ધ્યાનમાં લેવી. પરિવારના વડીલો સાથેનાં સમીકરણ સારાં રાખવાં.   

સ્કૉર્પિયો: ૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

મહત્ત્વપૂર્ણ સંદેશો ધ્યાન બહાર રહી જાય નહીં એની તકેદારી લેવી. તાણભરી સ્થિતિમાં સંતુલન જાળવવું અને સામેવાળાના દૃષ્ટિકોણથી પણ વિચાર કરવો. 
સંબંધો સાચવવા માટે સલાહ: વિદેશમાં રહેતા મિત્રો મળવા કે વાતચીત કરવા આતુર હોય એવી શક્યતા છે. અહમ્ ટકરાય એવી સ્થિતિથી દૂર રહેવું. સગાઈ થઈ ગઈ હોય તેમણે લગ્ન કરી લેવા વિશે ચોક્કસપણે વિચારવું.

સૅજિટેરિયસ: ૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

રોકાણના પોર્ટફોલિયો પર નજર કરીને ટૂંકા તથા લાંબા ગાળાનાં લક્ષ્યોના આધારે આયોજન કરવા માટે સારો સમય છે. પોતાનું કૌશલ્ય વધારવાને પ્રાથમિકતા આપવી.
સંબંધો સાચવવા માટે સલાહ: જેની લાંબા ગાળાની અસર થવાની હોય એવી પરિસ્થિતિમાં નિષ્કર્ષ પર પહોંચતાં પહેલાં તમામ આવશ્યક માહિતી ભેગી કરવી લેવી. કૂથલી કરવા માટે પંકાયેલા લોકો સાથે અંગત જીવનની વાતો કરવી નહીં.   

કૅપ્રિકોર્ન: ૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

કોઈ પણ નિર્ણય ઉતાવળે લેવો નહીં, પછી ભલે તમને તીવ્ર ઇચ્છા થઈ હોય. કામના સ્થળે ઉત્તમ કામગીરી કરવી, પછી ભલે એ કામ સાવ સાધારણ કક્ષાનું હોય.
સંબંધો સાચવવા માટે સલાહ : તમારે અહમ્ આડે આવે એવી પરિસ્થિતિ ઊભી થવા દેવી નહીં. મહત્ત્વપૂર્ણ સંબંધો અને દોસ્તીને સાચવજો. 

ઍક્વેરિયસ: ૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

પોતાનાં સંસાધનોનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો અને ભવિષ્ય તરફ નજર રાખવી. આરોગ્ય સાચવવા માટે થોડું વધુ ધ્યાન આપવું. શરીર પાસેથી મળતા સંકેતોની અવગણના કરવી નહીં.
સંબંધો સાચવવા માટે સલાહ : જો તમે કોઈ મુદ્દો માંડવા માગતા હો તો વિચારોની સ્પષ્ટતા રાખવી. પરિવારના વડીલો સાથેના સંબંધોમાં સાચવવું.

પાઇસિસ: ૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

બીજાઓ તમારા વિશે શું મંતવ્ય ધરાવે છે અને તમારી શું છાપ પડે છે એની જાણકારી ભેગી કરવા માટે સમય ફાળવવો. કોઈ પણ નાણાકીય સલાહને અનુસરતાં પહેલાં જાતે રિસર્ચ કરી લેવું.
સંબંધો સાચવવા માટે સલાહ: પરિવારના વડીલોને સાચવવા અને તેમના વિચારોને સમજવા. કુંવારાઓએ હાલ લગ્નના બંધનમાં બંધાઈ જવાનું ટાળવું.   

Whatsapp-channel Whatsapp-channel

03 December, 2023 07:17 AM IST | Mumbai | Aparna Bose

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK