કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું?
પ્રતીકાત્મક તસવીર
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
જીવનમાં સંતુલિતતા પ્રાપ્ત કરવી અગત્યની છે. તમે થોડી વધારે મહેનત કરીને કોઈ પણ અવરોધને ઓળંગી શકશો. જો તમારા વિચારો ઘણા જ જૂનવાણી હોય તો નવી દૃષ્ટિએ વિચાર કરી જુઓ.
કારકિર્દી વિશે સલાહ : ઉપરીઓ અને બૉસ સાથેના સંવાદમાં સાવચેતી રાખવી. કારકિર્દીને આગળ વધારવા માટે તમારા કૌશલ્યને બરોબર સમજીને એનો મહત્તમ ઉપયોગ કરવો.
ADVERTISEMENT
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
માતા-પિતા અને સત્તાવાળાઓ સાથેના સંબંધને સુધારવા કામ કરવું. ઉતાવળમાં રોકાણ કે બીજા નાણાકીય નિર્ણયો લેતા નહીં. બિનજરૂરી ખર્ચ ઓછામાં ઓછો રાખજો.
કારકિર્દી વિશે સલાહ : ઑફિસની કૂથલીઓમાં સંડોવાયા વગર સહકર્મીઓ જોડે સારા સંબંધો જાળવી રાખજો. નવું કૌશલ્ય પ્રાપ્ત કરવા અથવા વર્તમાન કૌશલ્યને સુધારવા માટે હાલ સારો સમય છે.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
તમને જેના પર ભરોસો હોય એવી વ્યક્તિની સલાહને અનુસરજો. પોતાના લાભની સ્થિતિને બરોબર સમજી લેવી. મિત્રો અને પરિવારજનો જોડે સંપર્ક વધારવા ખાસ પ્રયત્ન કરવો.
કારકિર્દી વિશે સલાહ : ભૂતકાળમાં જે બની ગયું છે એનો વિચાર કર્યા વગર ભવિષ્ય પર લક્ષ્ય કેન્દ્રિત કરવું. જુનિયરો સાથે મક્કમપણે કામ લેવું, પરંતુ સમજદારીપૂર્વક.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
તમે તંદુરસ્તી પ્રાપ્ત કરવા માટે રાખેલા લક્ષ્યને અનુસરી રહ્યા હો તો શિસ્ત જાળવવી. બિનઅગત્યની વસ્તુઓને જવા દેવી.
કારકિર્દી વિશે સલાહ : કોઈ સહકર્મીઓ અથવા ક્લાયન્ટ તમારી સાથે સીધા ચાલતા ન હોય તો તેમની સાથે સંભાળીને કામ લેવું. કોઈ પણ મીટિંગ કે વાટાઘાટમાં જતાં પહેલાં સંપૂર્ણ માહિતી અને આંકડાઓ પ્રાપ્ત કરી લેવાં.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
તમારા અંતરાત્માના અવાજને અનુસરજો અને ઓછા મહત્ત્વની પરિસ્થિતિ તરફ લક્ષ્ય ન આપવું. સમયસૂચકતા ઘણી અગત્યની હોય છે. જ્યારે પણ તક ઊભી થાય ત્યારે તમારે એ ઝડપી લેવી.
કારકિર્દી વિશે સલાહ : સત્તાધારીઓ કે ઉપરીઓ જોડેના વ્યવહારમાં સાવચેતી રાખવી. કોઈ સહકર્મી કે ક્લાયન્ટને કારણે તમને પરેશાની થતી હોય તો પણ નમ્રતા ટકાવી રાખજો.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
કોઈની સાથે મતમતાંતર થયા હોય તો તમારા અભિપ્રાયમાં થોડી બાંધછોડ કરવાની તૈયારી રાખજો. પાચનતંત્ર નબળું હોય તો થોડી વધારે કાળજી રાખજો.
કારકિર્દી વિશે સલાહ : ઉપરીઓ અને બૉસ જોડે સાચવીને રહેવું. ફક્ત સકારાત્મક બાબતો પર ધ્યાન આપવું. મીટિંગો, વાટાઘાટ, ઇન્ટરવ્યુ કે નવા કૉન્ટ્રૅક્ટ પર હસ્તાક્ષર કરવા માટે સારો સમય છે.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
તમારા માટે જે ટેવ ખરાબ હોય એને દૂર કરવા માટે સારો સમય છે. નકારાત્મકતાને લીધે કે પછી પોતાની ક્ષમતા પર શંકા કરીને પાછળ રહી જતા નહીં.
કારકિર્દી વિશે સલાહ : જરૂર પડે ત્યારે ત્વરાથી કામ કરવું અને તમે જે ઘટનાચક્રમાં હો એનો મહત્તમ લાભ લેવો. વર્ક ફ્રૉમ હોમ કરી રહેલા હોય તેમણે સમયપત્રક ઘડીને ચાલવું.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
ગુસ્સા પર કાબૂ રાખવો અને કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિને લીધે પિત્તો ગુમાવવો નહીં. નિર્ણયો લેતી વખતે વિવિધ વિકલ્પોનો બારીકીપૂર્વક વિચાર કરી લેવો.
કારકિર્દી વિશે સલાહ : તમારા પ્રોજેક્ટ ઝડપથી અને ચોકસાઈપૂર્વક પૂરા થાય એ માટેના પૂરતા સ્રોતો તમારી પાસે પ્રાપ્ત કરી લેજો. ઈ-મેઇલ અને સંદેશાઓનો પ્રત્યુતર આપતાં પહેલાં એમનો વ્યવસ્થિત અભ્યાસ કરી લેવો.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
કોઈ પણ પરિસ્થિતિમાં અટકી ગયા હો કે પડકાર હોય તો એને અલગ દૃષ્ટિએ જોવાથી હલ મળી આવશે. મર્યાદિત બજેટ ધરાવનારાઓએ ખર્ચ બાબતે ઘણી જ કાળજી લેવી.
કારકિર્દી વિશે સલાહ : સ્રોતોનો પોતાની ક્ષમતા અનુસાર ઉત્તમ ઉપયોગ કરી લેવો. આખા દિવસનું કામકાજ સમયપત્રક મુજબ આગળ વધારવું, જેથી ક્યાંય સમયનો બગાડ થાય નહીં અને કામ ઝડપથી પૂરાં થાય.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
પોતાનાં લક્ષ્યો વિશે પ્રામાણિકપણે વિચાર કરી જોવો અને લક્ષ્યપ્રાપ્તિ માટે ફેરફાર કરવાની જરૂર લાગે તો કરી લેવો. કોઈ પણ મેલી મુરાદ વગર ફક્ત તમારા હિતમાં કામ કરનારા લોકો સાથે જ રહેવું.
કારકિર્દી વિશે સલાહ : કોઈ પણ દસ્તાવેજ કે માહિતી ક્યાંક મોકલતાં પહેલાં બે વાર ચકાસણી કરી લેવી. પોતાની ક્ષમતાઓ અને આવડતો બરોબર સમજીને સારામાં સારો ઉપયોગ કરી લેવો.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
ભૂતકાળનો જ વિચાર કરતાં રહેવામાં સમય અને શક્તિનો બગાડ થાય છે. સામાજિક જીવનમાં વ્યસ્ત રહેનારા લોકોએ અગત્યની વાતોમાં સંતુલન રાખવું.
કારકિર્દી વિશે સલાહ : કોઈ પ્રોજેક્ટ અથવા પરિસ્થિતિ બાબતે થોડી વધુ સ્પષ્ટતા કરી લેવી જરૂરી છે. તમારી સાથે હરીફાઈમાં ઊતરેલા કે જબરા સહકારીઓ જોડે સમજદારીપૂર્વક અને મક્કમપણે કામ લેવું.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
પરિવારજનો અને નિકટના મિત્રો સાથે બિનજરૂરી દલીલબાજી કરતા નહીં. બદલી ન શકાય એવી પરિસ્થિતિ અથવા તો નકારાત્મક બાબતો પર ધ્યાન આપવાને બદલે સકારાત્મકતા રાખવી.
કારકિર્દી વિશે સલાહ : જેઓ ઘણા વ્યસ્ત રહે છે તેમણે લાંબા ગાળાનો વિચાર કરીને જ આગળ વધવું. નકામી થઈ ગઈ હોય એવી બાબતો પાછળ સમય બગાડવો નહીં.
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય :
તમારે જો કારકિર્દી બાબતે નિર્ણય લેવાની જરૂર પડે તો સમજી-વિચારીને પસંદગી કરજો. ઉતાવળે લીધેલો નિર્ણય હાનિકારક સાબિત થઈ શકે છે. ઉપરીઓ અને સત્તાવાળાઓ સાથેના વ્યવહારમાં ઘણું સાચવજો. જેમને ઘણી વાર માથાનો દુખાવો થઈ જતો હોય તેમણે એ તકલીફ પાછળનું મૂળ કારણ શોધવા પર ધ્યાન આપવું. ભલે રકમ નાની હોય, રોકાણ નિયમિતપણે કરવું.
લિયો જાતકો કેવા હોય છે?
લિયો જાતકોને મિત્રો બનાવવાનું અને તેમની સાથે ખુશખુશાલ રહેવાનું ગમતું હોય છે. આ જાતકો સમાજમાં હળી-મળીને રહેતા હોય છે અને તેમનું જીવન જાણે કે કોઈ પાર્ટી કે મેળાવડા સમાન હોય છે. તેઓ ઉદાર સ્વભાવના હોય છે અને મિત્રો પાછળ ખર્ચ કરી જાણે છે. જોકે એ સ્વભાવને કારણે ક્યારેક સ્વાર્થી લોકો તેમની આસપાસ આવી જતા હોય છે. આ જાતકો મિત્રો પ્રત્યે સંપૂર્ણ વફાદાર હોય છે અને ક્યારેક મિત્ર ખોટો હોય તો પણ તેને મદદ કરવા દોડી જતા હોય છે.


