Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અઠવાડિક રાશિ ભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

અઠવાડિક રાશિ ભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

Published : 15 September, 2024 07:00 AM | IST | Mumbai
Aparna Bose | aparna.bose@mid-day.com

કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું?

પ્રતીકાત્મક તસવીર

અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર


એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ


હાલ જો તમે કોઈ પરિસ્થિતિમાં અટવાઈ ગયા હો તો એને બરાબર સમજીને પોતાના અભિગમમાં ફેરફાર કરવાનું સલાહભર્યું રહેશે. ખર્ચ પર કાબૂ રાખજો. બિનજરૂરી ખરીદીઓ પાછળ પડતા નહીં. 
આરોગ્યવિષયક સલાહ : જીવનશૈલીમાં નાના-નાના ફેરફારો કરવાથી ઘણો મોટો ફાયદો થઈ શકે છે. માથાનો દુખાવો રહેતો હોય તો ગંભીર વિચારો કરવા લાગી જવાને બદલે આંખની તપાસ કરાવી લેજો. 



ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે


તમારી સામેના તમામ વિકલ્પોનો બારીકીપૂર્વક વિચાર કરી લેજો અને ક્યાંય વિરોધાભાસ દેખાય તો સાચવી લેજો. પ્રૉપર્ટીની ખરીદી અને વેચાણ બન્ને માટે સાનુકૂળ સમય છે. 
આરોગ્યવિષયક સલાહ: જેઓ માંસાહારી ખોરાક લઈ રહ્યા છે તેમણે હવે શાકાહારનો વધારો કરતા જવું. મોટી ઉંમરના જાતકોએ ડૉક્ટરની ચિઠ્ઠીમાં લખી હોય એ જ દવા લેવી. 

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન


કામના સ્થળે ટીમના સભ્ય તરીકે કામ કરવાનું અગત્યનું બની રહેશે. આ વાત એવી સ્થિતિમાં ખાસ લાગુ પડશે જ્યાં તમારા બૉસ કે ઉપરીને લીધે કામ બગડી જતું હોય. કુંવારાઓએ કોઈ માગું આવે તો ઉતાવળે નિર્ણય લેવો નહીં. 
આરોગ્યવિષયક સલાહ : જો તમે પ્રવાસ કરી રહ્યા હો અથવા તો બહારનું ખાવાનું ખાઈ રહ્યા હો તો ખાણી-પીણીની બાબતે સાચવવું. પૂરતું પાણી પીવાનું રાખજો, પ્રોસેસ્ડ ખોરાક લેવો નહીં અને ગળ્યાં પીણાં પીવાં નહીં. 

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

પરિવારની દરેક બાબતમાં ખાસ લક્ષ આપવું. ડ્રાઇવિંગ કરતી વખતે અથવા બાઇક ચલાવતી વખતે સાવધાન રહેવું, કારણ કે અકસ્માતનું જોખમ છે. 
આરોગ્યવિષયક સલાહ: બ્લડ-પ્રેશરની કે હૃદયને લગતી નાની તકલીફમાં જો તમે તત્કાળ સારવાર નહીં કરાવો તો એ મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. કુટેવોને છોડી દેજો. 

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

તમારા બૉસ કે ઉપરી જે કહેતા હોય એને બરાબર સમજી લેવું. બોલતાં પહેલાં વિચાર કરવો. વ્યવસાયમાં કે અંગત જીવનમાં બિનજરૂરી વાદ કે વિવાદમાં ઊતરવું નહીં. 
આરોગ્યવિષયક સલાહ : જીવનશૈલીમાં કોઈ ફેરફારની જરૂર હોય તો મક્કમપણે આગળ વધજો. પોતાનાં લક્ષ્યો બાબતે સ્પષ્ટતા રાખવી અને આળસને કારણે કામ બગડે નહીં એની તકેદારી લેવી. 

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

સંવાદમાં સ્પષ્ટતા જરૂર રાખવી, પરંતુ તમારે શક્ય હોય ત્યાં સુધી આખાબોલા બનવાને બદલે જરાક મુત્સદ્દીપણું અપનાવવું. કામ ઉપરાંત પરિવાર માટે સમય ફાળવજો. 
આરોગ્યવિષયક સલાહ: બીમારીઓથી બચવા માટે પાચનશક્તિ મજબૂત હોવી જરૂરી છે. તહેવારોની સીઝનમાં સ્નિગ્ધ પદાર્થો ઘરે બનાવ્યા હોય તો પણ ખાવા નહીં. 

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

વિદેશમાં રહેનારા સંબંધીઓ સાથે કોઈ મતમતાંતર હોય તો એને એમ જ રહેવા દેજો. તમારે રોકાણના પોર્ટફોલિયોની સમીક્ષા કરીને આવશ્યક ફેરફારો કરવાની જરૂર છે. 
આરોગ્યવિષયક સલાહ: તમે હાલમાં કોઈ મેડિકલ ટેસ્ટ કરાવી હોય તો એને બરોબર તપાસી લેજો અને જરૂર લાગે તો ડૉક્ટર પાસે જઈને ચોકસાઈ કરાવી લેજો. બિનજરૂરી દવાઓ લેતા નહીં.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

જરૂર પડ્યે અઘરા નિર્ણયો લેજો અને પોતાના હક માટે લડવામાં ગભરાતા નહીં. કામના સ્થળે ચાલી રહેલા પ્રોજેક્ટમાં વિગતવાર સૂચનાઓ લઈ લેવાની અને એને બરાબર સમજી લેવાની આવશ્યકતા છે. 
આરોગ્યવિષયક સલાહ : આરોગ્યને લગતી ઑનલાઇન સલાહને લીધે ગૂંચવાઈ ગયા હો તો એને અવગણી કાઢજો. શરૂઆતમાં નાની લાગનારી આદતો લાંબા ગાળે મોટું નુકસાન કરનારી હોય છે. 

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

ઑફિશ્યલ કે પર્સનલ ચૅટિંગ સહિતના ઑનલાઇન સંદેશવ્યવહારમાં સાચવવું. નાણાકીય લક્ષ્યોમાં ફેરફાર કરતાં પહેલાં કે પછી લોન લેતાં પહેલાં સ્પષ્ટપણે વિચાર કરી લેવા. 
આરોગ્યવિષયક સલાહ: તમને કોઈ પણ પ્રકારની ઍલર્જી રહેતી હોય તો એ કરાવનારાં પરિબળોથી દૂર રહેજો. ડૉક્ટર કહે નહીં ત્યાં સુધી આપમેળે જ કોઈ દવા લેતા નહીં. 

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

કામના સ્થળે તમારું મૂલ્ય ટકાવી રાખવા માટે વર્તમાન કૌશલ્યમાં સુધારો કરજો. અંગત અને વ્યવસાયી જીવનમાં ભાગીદારી માટે સારો સમય ચાલી રહ્યો છે. 
આરોગ્યવિષયક સલાહ : કોઈ પણ સર્જરી કરાવવાની હોય તો યોગ્ય સમય પસંદ કરજો. આરોગ્યને લગતી સલાહ યોગ્ય અને નિષ્ણાત વ્યક્તિ પાસેથી જ લેવી અને જાતે પણ થોડી તપાસ કરી લેવી. 

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

કામના સ્થળે તમારું મૂલ્ય ટકાવી રાખવા માટે વર્તમાન કૌશલ્યમાં સુધારો કરજો. અંગત અને વ્યવસાયી જીવનમાં ભાગીદારી માટે સારો સમય ચાલી રહ્યો છે. 
આરોગ્યવિષયક સલાહ : કોઈ પણ સર્જરી કરાવવાની હોય તો યોગ્ય સમય પસંદ કરજો. આરોગ્યને લગતી સલાહ યોગ્ય અને નિષ્ણાત વ્યક્તિ પાસેથી જ લેવી અને જાતે પણ થોડી તપાસ કરી લેવી. 

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

ખાસ કરીને નાણાકીય બાબતોમાં યોગ્ય વ્યક્તિ પર જ વિશ્વાસ મૂકજો. મહત્ત્વનો નિર્ણય લેતાં પહેલાં તમામ વિકલ્પો ચકાસી લેજો. અસલામતીની ભાવનામાં તણાઈને કોઈ નિર્ણય લેતા નહીં. 
આરોગ્યવિષયક સલાહ : જેમને શ્વસનતંત્રની બીમારીઓ રહેતી હોય તેમણે પોતાની વધુ કાળજી લેવી. શક્ય હોય ત્યાં સુધી રાબેતા મુજબનું જીવન શિસ્તબદ્ધ રાખવું. 

જો આ સપ્તાહમાં તમારો જન્મદિવસ આવતો હોય...

પોતાના વિકાસ માટે કામ કરતી વખતે થોડી મૂંઝવણ કે ડર લાગે એ સ્વાભાવિક છે, પરંતુ હિંમત કર્યા વગર કંઈ મળતું નથી એ યાદ રાખવું. મિત્રો માટે અને પસંદગીના શોખ માટે સમય ફાળવવાનું ભૂલતા નહીં. ખેલકૂદમાં સક્રિય જાતકો એમાં પૂરતી પ્રૅક્ટિસ કરીને આગળ વધી શકે છે. 

વર્ગો જાતકોની અજાણી બાજુ

વર્ગો જાતકો પોતાની અને બીજાઓની ટીકા કરવામાં સંકોચાતા નથી. તેઓ થોડાક ઑબ્સેસિવ પણ ખરા. સામાન્ય રીતે તેઓ ક્યારેય આવવાની ન હોય એવી ખરાબમાં ખરાબ પરિસ્થિતિનો વિચાર કરીને ચિંતિત રહેનારા હોય છે. તેઓ અમુક આદતોને જાણે નિયમ બનાવી દે છે અને એમાં જ તેમને સલામતી જણાય છે. આથી તેમનું રૂટીન ક્યારેક બગડે તો એને સાંખી લેતા નથી. તેઓ મોટા ભાગે સ્વમાન ઓછું ધરાવતા હોય છે. પોતાના સ્વમાન માટે લડવું તેમને ફાવતું નથી.

Whatsapp-channel Whatsapp-channel

15 September, 2024 07:00 AM IST | Mumbai | Aparna Bose

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK