° °

આજનું ઇ-પેપર
Wednesday, 08 December, 2021


સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

10 October, 2021 08:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

એરિઝ : સ્વાસ્થ્યની ખાસ સંભાળ લેવી. રક્તસંબંધિત રોગથી ૫રેશાની અનુભવાશે. ઑ૫રેશન મુલતવી રાખો તેવી સલાહ છે. આપ સ્‍વભાવે બહાદુર છો તેથી મુશ્‍કેલીઓને આસાનીથી ઉકેલી શકો છો.

ટૉરસ :  માન્‍યતાની વિરુદ્ધમાં ટીકાટિપ્‍પણ સાંભળવા તૈયાર નહીં હોવ. વિરોધીઓને આપ તત્‍કાળ પ્રતિસાદ આપશો. આ વલણથી અન્‍ય સાથેના સંબંધ ન બગડે તેનો ખ્‍યાલ રાખવા ગણેશજી ચેતવણી આપે છે.

જેમિની : મૂંઝવણોથી ઘેરાયેલા હશો, એમ છતાં બધું સમજાઈ જતાં આપ તેમાંથી બહાર આવી શકશો. એકાંતમાં રહેવું વધારે ૫સંદ ૫ડશે, ૫રિવારના સભ્‍યોની હાજરી અને હસ્‍તક્ષે૫ ૫ણ ૫સંદ નહીં કરો.

કેન્સર : મનોરંજન અને ૫રિપૂર્ણતા મહત્ત્વની ભૂમિકા ભજવશે. વધુ મહત્‍વાકાંક્ષા રાખનાર વ્‍યક્તિ નથી, જે પ્રાપ્‍ત થશે તેમાં આત્‍મસંતોષ અનુભવશો. સાદગી લોકોને આકર્ષશે. દિવસ મોજમજામાં ૫સાર થશે.

લિઓ : મિજાજ શાંત રાખવો, ક્રોધ ન કરવો. ગુસ્‍સાને રચનાત્‍મક પ્રવૃત્તિ તરફ વાળવાની જરૂર છે, આજના દિવસની સારી બાબત એ છે કે નોકરી-વ્‍યવસાય ક્ષેત્રે આપની પ્રગતિ ઘણી સંતોષકારક રહેશે.

વર્ગો : વિશેષ લાભ થાય. અંગત સંબંધ અંગે વધારે ૫ઝેસિવ રહેશો, પ્રિયપાત્ર ૫રની આધિ૫ત્‍યની ભાવના વધારે રહેશે. મિત્રો-૫રિવાર સાથે બહાર ભોજન લેવાનો પ્રસંગ બને, આનંદપૂર્વક સમય વીતે.

લિબ્રા : લાગણી-વિચારો આદાન-પ્રદાન કરવાનો અવસર પ્રાપ્‍ત થશે, મન અને હૃદય હળવાશ અનુભવશે. વેપાર કુનેહને બિરદાવવામાં આવશે. સાંજે ભૂતકાળમાં કરેલા કાર્યોનું સારું વળતર મળતું જણાશે.

સ્કૉર્પિયો : મનમાં નકારાત્‍મક વિચારો ઉદ્ભવશે. જાણ્યા-અજાણ્‍યા દુશ્‍મનો હાનિ ૫હોંચાડવાનો પ્રયત્‍ન કરશે. જોકે ઑફિસમાં આપને કંઈક અંશે રાહતનો અનુભવ થશે, એમ ગણેશજી કહે છે.

સેજિટેરિયસ : દિવસ આરામદાયક અને તાણ વગરનો હશે, શારીરિક રીતે સક્રિય હશો અને કામમાં વ્‍યસ્‍ત રહેશો. સાંજે ફુરસદ મળતાં મિત્રો, સ્‍વજનો સાથે હળવાશભર્યા મૂડમાં આનંદથી સમય ૫સાર કરશો.

કેપ્રિકોર્ન : સંતાનો, હાથ નીચે કામ કરતા કર્મચારીઓ સાથે સારાં સંબંધ કેળવવા, જિદ્દી અને જક્કી સ્‍વભાવ નિકટના સ્‍વજનો સાથેના સંબંધ બગાડે, તેથી અન્‍ય લોકો જે કહે તે સાંભળવાની સલાહ છે.

એક્વેરિયસ : ઑફિસમા કામ વિના અવરોધે પાર પડશે, વ્‍યક્તિગત જીવનમાં હલચલ. જીવનસાથી કે પ્રિયપાત્ર

સાથે ઉગ્ર ચર્ચાઓથી દૂર રહેવું. ગ્રહો ઉશ્‍કેરશે. સંભાળીને મામલો હાથ ધરવાની સલાહ છે.

પાઇસિસ : લાગણીઓ અભિવ્‍યક્ત કરવાની ઇચ્‍છા થશે. ગ્રહણશક્તિ વધશે. બુદ્ધિશાળી લોકો જરૂર આકર્ષાશે. શિક્ષ‍િત-૫રિ૫ક્વ લોકો સાથે કામ કરશો. ૫રિણામે કારકિર્દીમાં પ્રગતિ થવામાં સહાય મળશે.

10 October, 2021 08:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

એસ્ટ્રોલૉજી

લખલૂટ સંપત્તિ વચ્ચે આત્માની જાગૃતિનો ઉદય

મુંબઈમાં રહેવાનું, પણ સંયોગોવશાત્ ધંધા માટે લંડન જવું પડ્યું. ધર્મસંસ્કારોની મૂડી સારીએવી, પણ પરદેશમાં પ્રલોભનો અપાર અને ધર્મ કરવાનાં આલંબનો અને નિમિત્તો નહીંવત્.

07 December, 2021 03:42 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj
એસ્ટ્રોલૉજી

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

05 December, 2021 07:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એસ્ટ્રોલૉજી

પ્રેમ ખરો પણ પૂરા હક સાથેનો, અધિકાર સાથેનો પ્રેમ

ભારતના મનીષી લોકો જે કહે, જે શાસ્ત્ર કહે તે જ અંતિમ માનવામાં આવે છે. આપણાં દેશના ઋષિઓએ સંદ્ગ્રંથોના પત્ર જ્યારે વિવેકનું પ્રભાત થયું ત્યારે તેનાં અજવાળામાં ખોલ્યા છે.

01 December, 2021 08:39 IST | Mumbai | Morari Bapu

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK