Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > Somvati Amavasya 2025: આજે રચાયો દુર્લભ સંયોગ! આ રાશિના જાતકોની કિસ્મત ખૂલી જશે! શનિદેવની વરસશે કૃપા

Somvati Amavasya 2025: આજે રચાયો દુર્લભ સંયોગ! આ રાશિના જાતકોની કિસ્મત ખૂલી જશે! શનિદેવની વરસશે કૃપા

Published : 26 May, 2025 12:11 PM | Modified : 27 May, 2025 06:57 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Somvati Amavasya 2025 અને વટ સાવિત્રી બંનેનો શુભ સંયોગ થયો હોઇ કેટલીક રાશિની કિસ્મત ખૂલી ગઈ છે. જાણો તે રાશિ વિષે અહીં

શનિદેવની ફાઇલ તસવીર

શનિદેવની ફાઇલ તસવીર


Somvati Amavasya 2025: હિન્દુ ધર્મમાં વટ સાવિત્રી વ્રતનો ઘણો મહિમા ગવાયો છે. દર વર્ષે આ વ્રત વૈશાખ મહિનાની કૃષ્ણ પક્ષની અમાસને દિવસે ઉજવવામાં આવે છે. કહે છે આ દિવસે સુર્યપુત્ર શનિદેવનો જન્મ થયો હતો. આ દિવસનું મહત્વ તો શાસ્ત્રોમાં પણ ગાવામાં આવ્યું છે. આ જ દિવસે સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનના પ્રાણ યમરાજા પાસેથી છોડાવ્યા હતા. આ ઘટના વટ વૃક્ષના નીચે બની હોય આને વટ સાવિત્રી પણ કહે છે. આજે સોમવતી અમાસ પણ છે. આજે સોમવતી અમાસ અને વટ સાવિત્રી બંનેનો શુભ સંયોગ થયો હોઇ કેટલીક રાશિની કિસ્મત ખૂલી ગઈ છે.


શનિની અશુભ અસરથી મુક્તિ મેળવવા આ અમાસ પર વિવિધ ઉપાયો પણ કરવાનું સૂચવવામાં આવે છે. આજે અમાસ (Somvati Amavasya 2025)ના દિવસે વૃષભ રાશિમાં વિવિધ ગ્રહો ત્રિગ્રહી યોગ બનાવી રહ્યા છે. આજણી અમાસે શનિ જયંતિ અને સોમવતી અમાવાસ્યાનો શુભ સંયોગ અતિ પવિત્ર માનવામાં આવે છે. ત્યારે જાણીએ કે કઇ રાશિના જાતકો માટે તેમના જીવનમાં કારકિર્દી, નાણાકીય કે પછી વૈવાહિક એમ દરેક રીતે શુભ ફળની પ્રાપ્તિ થવાની છે.



કર્ક રાશિ: આ શુભ સંયોગની શુભ અસર કર્ક રાશિના જાતકો પર થવાની છે. આ રાશિના જાતકોના (Somvati Amavasya 2025) જીવનમાં કોઈ સારા સમાચાર પણ આવી શકે છે. અથવા તો છેલ્લા ઘણા સમયથી વિલંબિત થઈ રહેલા કામનો પણ નિવેડો આવી શકે છે. કારકિર્દીમાં રહેલા અવરોધો પણ દૂર થઈ શકે છે. વેપારીવર્ગને પણ આ સમય દરમિયાન લાભ થઈ શકે તેવા સંકેતો છે. આજે કર્મચારીઓને પગાર વધારા અથવા પ્રમોશનનો લાભ પણ મળી શકે છે. આ રાશિના જાતકોને નવા નવા આવકના નવા સ્ત્રોત પણ મળી શકે છે.


વૃશ્ચિક રાશિ: આજે વૃશ્ચિક રાશિવાળા (Somvati Amavasya 2025) લોકોને તેઓના જીવનસાથીનો સારો એવો સહયોગ મળશે. જો આ લોકો પાર્ટનરશીપમાં ધંધો કરી રહ્યા છે તો તેઓને પણ સારો લાભ થઈ શકે છે. જો આ લોકો પ્રેમલગ્નનું વિચારી રહ્યા છે તો તેઓએ આજે ડગલું માંડવું જોઈએ.

મકર રાશિ:  આજના દિવસે મકર રાશિના જાતકોને તેઓના સંતાનને સંબંધિત સારા સમાચાર મળી શકે છે. આ રાશિના જાતકો લાંબા ગાળાના રોકાણનો પણ લાભ મેળવી શકે છે. સ્ટુડન્ટ્સ કે પછી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોને પણ આ દિવસે લાભ થશે.


ધન રાશિ: સોમવતી અમાસ (Somvati Amavasya 2025) અને વટ સાવિત્રીનો સંયોગ આ રાશિના જાતકો માટે વિશેષ સિદ્ધિની તકો લાવી શકે છે. આજે આ રાશિના જાતકોનો આત્મવિશ્વાસ વધશે અને તમે કારકિર્દીમાં પણ લાભ થશે. આ રાશિના લોકો માટે આજે ધનલાભ દેખાઈ રહ્યો છે. 

મેષ રાશિ : આ રાશિના લોકોના વૈવાહિક જીવનમાં પોઝિટીવીટી જણાઈ રહી છે. લગ્ન સબંધિત કોઈ અડચણો હોય તો તે આજે દૂર થવાના પણ ચાન્સ દેખાઈ રહ્યા છે. પારિવારિક વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે અને મનની શાંતિ રહેશે. (Somvati Amavasya 2025) ક્યાંક પૈસા અટવાયા હશે તો તે પણ ક્લિયર થવાની સંભાવના છે.

(ડિસ્ક્લેમર : આ લેખ માહિતીને આધારે લખાયો હોઇ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તેની સચોટતા અને વિશ્વસનીયતાની ખાતરી કરતું નથી.)

Whatsapp-channel Whatsapp-channel

27 May, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK