Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar

હર સ્ટાઇલ કુછ કહતી હૈ

16 June, 2024 07:37 AM IST | Mumbai
Acharya Devvrat Jani | feedbackgmd@mid-day.com

સામુદ્રિક શાસ્ત્ર એટલું ઇન્ટરેસ્ટિંગ છે કે જો તમે એનો ગહન અભ્યાસ કરી લો તો સામેની વ્યક્તિના મનમાં ચાલતી દરેક વાત અને તેના ભાવ સરળતા સાથે પારખી શકો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સદીઓ પહેલાં કહેવાતું કે જ્યોતિષશાસ્ત્રમાં પારંગત થવા માગતી વ્યક્તિએ સામુદ્રિક શાસ્ત્ર પણ અચૂક શીખવું જોઈએ. એની પાછળ કારણ પણ છે. સામુદ્રિક શાસ્ત્ર એટલે કે વ્યક્તિના શરીર પર રહેલી એકેએક નિશાની પણ જ્યોતિષ ભાખવામાં મદદરૂપ થાય છે. ઘણી વાર ગ્રહો દ્વારા જે વાત જાણી નથી શકાતી એ કોઈ વાતને ઉકેલવા કે જાણવામાં સામુદ્રિક શાસ્ત્ર મદદરૂપ બને, જેને કારણે સમગ્ર સવાલનું નિરાકરણ વાજબી રીતે આવી શકે.


સામુદ્રિક શાસ્ત્ર બહુ બહોળો વિષય છે અને હસ્તરેખા પણ એ જ શાસ્ત્રનો ભાગ છે તો એમાં માત્ર વ્યક્તિના શરીર પર રહેલી નિશાની જ નહીં, તેના વાળ અને નખ દ્વારા પણ કઈ રીતે ભવિષ્ય જાણી શકાય એ પણ દર્શાવવામાં આવ્યું છે તો વ્યક્તિની બૉડી-લૅન્ગ્વેજ અને સ્ટાઇલ પણ તેના સ્વભાવ કે પછી મનના ભાવને સમજાવવામાં બહુ હેલ્પફુલ બને છે. આજે આપણે એવી જ કેટલીક બૉડી-લૅન્ગ્વેજ અને સ્ટાઇલ વિશે વાત કરીશું જે સામેના મનમાં ચાલતી વાત, વિચાર કે ભાવને સમજવામાં મદદરૂપ કરનારી છે.૧. જો કોઈ વારંવાર ચહેરો સાફ કર્યા કરતું હોય...
ચહેરો બગડ્યો હોય કે પરસેવો વળ્યો હોય અને તમે એને સાફ કરો એ સમજાય અને એને આદત ન કહેવાય, પણ ધારો કે કોઈને વારંવાર પોતાનો ચહેરો સાફ કરવા જોઈતો હોય તો એ સ્વભાવગત લક્ષણ છે અને આવું લક્ષણ ધરાવતી વ્યક્તિ સતત કૉન્શ્યસ હોય છે કે પોતાના મનમાં ચાલતા ભાવ કે વિચાર સામેની વ્યક્તિને ખબર ન પડે. આવી આદત ધરાવતી વ્યક્તિ મોટા ભાગે સ્વાર્થી હોય છે. તેનાથી પૈસો છૂટતો નથી અને એ પણ ત્યાં સુધી કે તે પોતાના માટે પૈસા વાપરવામાં પણ કંજૂસાઈ કરે છે. નૅપ્કિન અને એ ન હોય તો ચહેરા પર સતત હાથ ફેરવ્યા કરવો એ પણ ચહેરો સાફ કરવાની જ આદત સાથે સમાનતા ધરાવે છે.


૨. જો કોઈ વારંવાર નાકને સ્પર્શ કર્યા કરતું હોય...
ખંજવાળ આવે કે પછી કચરો ફસાયો હોય એવા સમયે તમે નાકને સ્પર્શ કરતા હો એ વાજબી છે, પણ નવરાશ મળે અને જો કોઈ નાકમાં હાથ નાખ્યા કરતું હોય એવી વ્યક્તિ મહદંશે જિદ્દી અને જડ હોય છે. પૂરી વાત સાંભળ્યા પહેલાં જ તે પોતાનો મત બનાવી લે છે અને એને લીધે તે ક્યારેય સત્ય જાણી નથી શકતી. ઊલટું તેનું સત્ય જુદું જ હોય છે. આ પ્રકારની વ્યક્તિને જીવનસાથી બનાવતાં પહેલાં સો વાર વિચારવું એવું કહેવું જરા પણ અજુગતું નહીં કહેવાય. આ પ્રકારની વ્યક્તિને બૉસ તરીકે સ્વીકારવા પણ અઘરો ટાસ્ક છે તો આ પ્રકારની આદત ધરાવતી વ્યક્તિને ભાગીદાર બનાવવી એ સામે ચાલીને આક્ષેપોનો ભોગ બનવાની નીતિ અપનાવી કહેવાય. વ્યક્તિને આવી આદત છે કે નહીં એ જાણવા માટે તમારે તેને બારીકાઈથી ઑબ્ઝર્વ કરવી પડે. આ પ્રકારની આદત ધરાવતી વ્યક્તિ એટલી સભાન હોય છે કે તે જાહેરમાં એવી હરકત ન કરે, પણ એકલી પડે કે તરત તેનો હાથ કામે લાગી જાય. 

૩. જો કોઈનો  સતત પગ થરકતો રહેતો હોય... 
આ આદત ધરાવતી વ્યક્તિ તમને સરળતાથી જોવા મળશે અને અઢળક જોવા મળશે. ડાબો કે જમણો પગ તેનો સતત થરક્યા કરશે. તમે તેને ટોકશો તો પણ બે મિનિટમાં એ પગ આપોઆપ ફરી થિરકવા માંડશે. આ પ્રકારની આદત ધરાવતી વ્યક્તિ ચંચળ પ્રકૃતિની હોય એવું આપણા વડીલો કહેતા, જે અમુક અંશે સાચું છે તો એ પણ એટલું જ સાચું કે સતત પગ ચલાવતી વ્યક્તિ વાત પર ફોકસ પણ નથી કરી શકતી. આ પ્રકારની વ્યક્તિ આજે કમિટમેન્ટ કર્યા પછી આવતી કાલે એ કમિટમેન્ટ ભૂલી જાય અને એવી કોઈ વાત જ નથી થઈ એવું કહેતાં પણ ખચકાતી નથી. પગ થરકાવતી વ્યક્તિની બીજી એક ખાસિયત એ પણ છે કે બીજાના અવગુણો પણ સરળતા સાથે ભૂલી જાય છે. તેને તમે સામેથી યાદ કરાવો તો પણ એ યાદ નથી આવતા. આવી વ્યક્તિ સાથે પૈસાની લેતીદેતી કરતાં પહેલાં વિચાર કરવો. તે વાયદા મુજબ પૈસા પાછા આપવામાં મોટા ભાગે નિષ્ફળ થતી હોય છે.


Whatsapp-channel Whatsapp-channel

16 June, 2024 07:37 AM IST | Mumbai | Acharya Devvrat Jani

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK