Pitru Paksha 2023 : આ વર્ષે પિતૃ પક્ષ 29મી સપ્ટેમ્બર 2023થી શરૂ થઈ ગયો છે અને તે 14મી ઓક્ટોબરે સમાપ્ત થશે. પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજો માટે તેમના સંતાનો શ્રાદ્ધ, તર્પણ અથવા પિંડ દાન વગેરે ધાર્મિક કાર્યો કરતાં હોય છે.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
આ વર્ષે પિતૃ પક્ષ (Pitru Paksha 2023) 29મી સપ્ટેમ્બર 2023થી શરૂ થઈ ગયો છે અને તે 14મી ઓક્ટોબરે સમાપ્ત થશે. પિતૃપક્ષ દરમિયાન પિતૃઓની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કરવામાં આવતું હોય છે. હિંદુ ધર્મમાં શ્રાદ્ધનું વિશેષ મહત્વ રહેલું છે. શ્રાદ્ધ એટલે ભક્તિ સાથે કરવામાં આવતી તર્પણ વિધિ.
એવું કહેવાય છે કે શ્રાદ્ધ કરવાથી પૂર્વજોને શાંતિ મળે છે. એવું પણ કહેવાય છે કે પિતૃ પક્ષ (Pitru Paksha 2023) દરમિયાન તમામ પૂર્વજો પૃથ્વી પર આવે છે. અને પોતાના પરિવારના સભ્યોને આશીર્વાદ આપે છે. પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજો માટે તેમના સંતાનો શ્રાદ્ધ, તર્પણ અથવા પિંડ દાન વગેરે ધાર્મિક કાર્યો કરતાં હોય છે.
ADVERTISEMENT
હિન્દુ શાસ્ત્રોમાં ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે, જેનું પાલન પિતૃ પક્ષ (Pitru Paksha 2023) દરમિયાન કરવું જરૂરી છે. ચાલો જાણીએ પિતૃપક્ષના દિવસોમાં શું કરવું અને શું ન કરવું ન જોઈએ? પિતૃપક્ષ દરમિયાન પિતૃઓને તર્પણ કરવા માટે કાળા તલ, ફૂલ, દૂધ વગેરેને પાણીમાં ભેળવવામાં આવે છે. આ પ્રકારે કરવાથી પિતૃઓ સંતુષ્ટ થઈ જાય છે.
પિતૃપક્ષના દિવસોમાં પિતૃઓ માટે જે પણ ભોજન તૈયાર કરવામાં આવે તે ભોજનને ગાય, કાગડો, કૂતરા વગેરે પ્રાણીઓને ખવડાવવું જોઈએ. હિન્દુ ધર્મમાં એવી પણ માન્યતા છે કે આ મૂંગા પ્રાણીઓને ભોજન કરાવવાથી તેમના દ્વારા આ ભોજન પિતૃઓ સુધી પહોંચતુ હોય છે. પિતૃપક્ષ દરમિયાન જો તમારા ઘરમાં કોઈ પ્રાણી કે પક્ષી આવે તો તેને ખવડાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે પૂર્વજો આ રૂપમાં તમને મળવા આવે છે. પિતૃપક્ષ દરમિયાન જો તમે થાળીમાં ભોજન લો અને બ્રાહ્મણોને થાળીમાં ભોજન અર્પણ કરો તો તે ફળદાયી સાબિત થાય છે. હિન્દુ શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે જે પણ વ્યક્તિ પોતાના પિતૃઓને પિંડદાન અર્પણ કરે છે તેને લાંબુ આયુષ્ય, કીર્તિ, સ્વર્ગ, સુખ અને ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે.
પિતૃ પક્ષ દરમિયાન શું ન કરવું જોઈએ?
પિતૃ પક્ષ (Pitru Paksha 2023)ના દિવસો ચાલી રહ્યા હોય એ દિવસે લસણ, ડુંગળી, માંસ, દારૂ વગેરેનું સેવન ન કરવું જોઈએ. તેમજ આ દિવસોમાં તમારા પરિવારના વડીલો અને પૂર્વજોનું અપમાન ન કરવું જોઈએ. જેના કારણે પિતૃઓ નારાજ થતાં હોય છે. અને પિતૃ દોષ પણ થઈ શકે છે.
શ્રાદ્ધ કરનાર વ્યક્તિએ આ દિવસોમાં વાળ અને નખ ન કાપવા જોઈએ. તેઓએ પણ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. દિવસ દરમિયાન શ્રાદ્ધ વિધિ કરી શકાય છે. તે છતાં સૂર્યાસ્ત પછી શ્રાદ્ધ કરવું અશુભ માનવામાં આવે છે. આ દિવસોમાં ગોળ, કાકડી, ચણા, જીરું ન ખાવા જોઈએ. પ્રાણીઓ કે પક્ષીઓને ત્રાસ કે હેરાન ન કરવા જોઈએ.

