Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો કેવું રહેશે તમારું આ અઠવાડિયું

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો કેવું રહેશે તમારું આ અઠવાડિયું

16 August, 2020 07:08 AM IST | Mumbai
Ashish Raval and Pradyuman Bhatt

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો કેવું રહેશે તમારું આ અઠવાડિયું

રાશિફળ

રાશિફળ


મેષ (અ,લ,ઈ) : લાંબા સમયથી વિચારેલી યોજનાઓ અમલમાં મૂકી શકાશે. સમયનો સદુપયોગ કરવો હિતાવહ. નજીકના સ્નેહીઓની મદદ ઉપયોગી નીવડે. કાર્યક્ષેત્રમાં તમારા કાર્યને સન્માન મળે. ગણેશવંદના મંગળવારે અવશ્ય કરવી.

વૃષભ (બ,વ,ઉ) : આવકના નવા સ્રોતોનું નિર્માણ થતું જણાય. નાના-મોટા યજ્ઞનું આયોજન સંભવ. પારિવારિક યાત્રાનું આયોજન શક્ય બને. નવી તકોનું નિર્માણ જણાય. કુળદેવી ઉપાસના નિત્ય થતી ચાલુ રાખવી.



મિથુન (ક,છ,ઘ) : ધારેલાં પરિણામ મેળવવા રાહ જોવી પડે. નાનકડા કાર્યમાં વ્યસ્તતા જણાય. પારિવારિક માધુર્ય જળવાઈ રહે. આપના કાર્યની કદર ન થાય. બૅન્કનાં બાકી કામો ઉકેલાઈ જાય. નિત્ય તુલસીક્યારે જળ ચઢાવી દર્શન અવશ્ય કરવા.


કર્ક (ડ,હ) : માનસિક પરિતાપ સપ્તાહ પરિપૂર્ણ થાય. રુકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવે. આવક કરતાં ખર્ચમાં વધારો થાય. આપની બુદ્ધિશક્તિ કુમાર્ગે ચાલે. રવિવારે, સોમવારે શિવજીની પૂજા અવશ્ય કરવી.

સિંહ (મ,ટ) : આગામી સપ્તાહમાં હકારાત્મક દૃષ્ટિકોણ રાખવો જરૂરી. વ્યવસાય કે જમીનના પ્રશ્નોના પૉઝિટિવ પરિણામ જણાય. મહત્વનો નિર્ણય લેતા પહેલાં જાણકાર વ્યક્તિના સલાહ સૂચનથી નિર્ણય લેવો. ઇષ્ટદેવની ઉપાસના વધુ ફળદાયી નીવડશે.


કન્યા (પ,ઠ,ણ) : વ્યવસાયમાં ધાર્યો નફો મેળવી શકાશે. તંદુરસ્તીમાં વધારે સંભાળવું. કોઈ લાભકારક તક આવતી જણાય. વડીલોનું માર્ગદર્શન વધારે ઉપયોગી થાય. કાર્યક્ષેત્રમાં વણજોઈતી ઉપાધિઓ સાબિત થઈ શકે, સામાજિક જવાબદારીમાં વધારો થાય. નિત્ય દેવીકવચનો પાઠ કરવાથી વધુ સારી પ્રગતિ કરી શકાશે.

તુલા (ર,ત) : શૅર-સટ્ટાકીય વ્યવહારમાં સંભાળવું. એકાએક આવી પડેલા પ્રશ્નો આપની બેચેનીમાં વધારો કરશે. જૂના વાદવિવાદ સમાપ્ત થાય. મિત્ર વર્ગનો સાથ-સહકાર સારો મળી રહે. નિત્ય ચંડીપાઠ કરવાથી સવિશેષ ફાયદો જણાશે.

વૃશ્ચિક (ન,ય): સંતાનના કાર્યક્ષેત્રમાં બઢતી-બદલીનો સંભવ. ઉતાવળિયા નિર્ણય અને વાયદામાં સાવધ રહેવું. કારકિર્દીમાં સ્થિતિ મજબૂત જણાય. સંતાનોના પ્રશ્નોમાં આપને ચિંતા, પરેશાની ઓછી થાય. નિત્ય ઉપાસના, આરાધના ચાલુ રાખવી તેમાં કોઈ જ ફેરફાર કરવો નહીં.

ધન (ભ,ધ,ફ,ઢ): આવક-જાવકનું પલ્લું સંતુલનમાં જણાય. કાર્યક્ષેત્રમાં આગવું સ્થાન જણાય, તેનાથી આપના કાર્યમાં વ્યસ્ત વધુ રહેશો. આરોગ્યની સંભાળ માટે યોગ્ય પ્રયાસ જરૂરી. દત્ત બાવની દરરોજ ૧૧ વખત કરવાથી તેનાથી તમારી સમસ્યાનું સમાધાન જણાશે.

મકર (ખ,જ) : આપને કામમાં રૂકાવટ, મુશ્કેલીઓ અનુભવાય. આપની વાણી સાચવીને વાપરવી હિતાવહ. માતૃ પક્ષે ચિંતાનું આવરણ આવી જાય. દરરોજ શનિદેવને કાચું તેલ ચઢાવવાથી તમામ સમસ્યા હલ થશે.

કુંભ (ગ,સ,શ) : સંયુક્ત ધંધામાં ભાઈ-ભાંડુઓનો સહકાર સારો મળી રહે. ભવિષ્ય માટે નવી યોજના બનાવી શકાય. સ્નેહીજનોની મદદથી નવા નિર્ણય લઈ શકાય. યાત્રા-પ્રવાસ વિશેષ ફળદાયી નીવડશે. ગુપ્તદાન સમયાંતરે કરવાથી શીઘ્ર લાભ થઈ શકે.

મીન (દ,ચ,ઝ,થ) : ઉતાવળ કરવામાં કામ બગડે. આપની દોડધામમાં વધારો થાય. સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. પોતાની યોજનાઓ હંમેશાં ગુપ્ત રાખવી. કાર્યક્ષેત્રમાં નવી-નવી જવાબદારીઓ મળી શકે. પોતાની નિત્યપૂજા સાથોસાથ ગુરુમંત્ર જાપ અવશ્ય કરવો.

Whatsapp-channel Whatsapp-channel

16 August, 2020 07:08 AM IST | Mumbai | Ashish Raval and Pradyuman Bhatt

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK