Jaya Ekadashi 2024: જયા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળતી હોય છે. શાસ્ત્રોમાં પણ જયા એકાદશીના વ્રતનો ઘણો મહિમા વર્ણવવામાં આવ્યો છે.
ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની ફાઈલ તસ્વીર
કી હાઇલાઇટ્સ
- ચંદ્ર્ પાસેથી વ્યક્તિને મળતી દરેક અશુભ અસરને રોકી શકાય
- આજે રોજ સવારે 9.45થી બપોરે 2 વાગ્યા સુધી પૂજાનો શુભ છે
- જમણા હાથમાં પાણી લઈ ગ્રહોને શાંત કરવા પ્રાર્થના કરવી જોઈએ
માઘ માસના શુક્લ પક્ષની એકાદશી ‘જયા એકાદશી’ (Jaya Ekadashi 2024) તરીકે ઓળખવામાં આવે છે. જો આ વર્ષે આ એકાદશીની વાત કરવામાં આવે તો આ વર્ષે ‘જયા એકાદશી’ આજે છે. આ એકાદશીને પવિત્ર માનવામાં આવે છે.
શા માટે આ આ એકાદશીનું વ્રત કરવું જોઈએ?
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે ‘જયા એકાદશી’ (Jaya Ekadashi 2024)નું વ્રત કરવાથી વ્યક્તિને દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળતી હોય છે. શાસ્ત્રોમાં પણ જયા એકાદશીના વ્રતનો ઘણો મહિમા વર્ણવવામાં આવ્યો છે. એવું પણ કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ પૂરા ભાવ સાથે આ જયા એકાદશીનું વ્રત કરે તો તેને દરેક પ્રકારના પાપમાંથી છુટકારો મળે છે અને પુણ્ય પણ મળે છે.
આ પાછળનું કારણ એ જ છે કે જયા એકાદશીનો ઉપવાસ કરવામાં આવે તો તેના થકી ચંદ્ર્ પાસેથી વ્યક્તિને મળતી દરેક અશુભ અસરને રોકી શકાય છે. સાથે જ ગ્રહો દ્વારા થતાં અશુભ પ્રભાવને ઓછા કરી શકાય છે.
આ વર્ષે જયા એકાદશીનો શુભ સમય કયો?
આજે એક તો પવિત્ર મંગળવારનો દિવસ છે તેમાં જયા એકાદશી વ્રત (Jaya Ekadashi 2024) રાખવામાં આવે તો તે શુભ ગણાશે. આજે રોજ સવારે 9.45થી બપોરે 2 વાગ્યા સુધી પૂજાનો શુભ સમય રહેશે. આ દરમિયાન તમે પ્ઉજા કરી શકશો. જે કોઈ વ્યક્તિ આ દિવસે ઉપવાસ કરે છે તે માટે પારણાનો સમય 21 ફેબ્રુઆરી બુધવારે સવારે 6:55થી 9:11 સુધીનો રહેશે.
ગ્રહોની શાંતિ માટે શુભ દિવસ છે આ
આજે એટલે કે જયા એકાદશી (Jaya Ekadashi 2024) પર ગ્રહોની શાંતિ માટે પૂજા અર્ચના કરવી જોઈએ. પૂર્વ દિશામાં મુખ રાખીને પીળા રંગના આસન પર બેસીને ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા તસવીની પૂજા કરી શકાય છે. અગરબત્તી સળગાવીને કળશનું સ્થાપન કરવું જોઈએ. આ સાથે જ કપડાં, ફળ, ફૂલ, સોપારીનો ચઢાવો અર્પણ કરવો જોઈએ.
આ દિવસે ગ્રહ શાંતિ માટે જાતે જ પૂજા કરી શકાય છે. જમણા હાથમાં પાણી લઈ ગ્રહોને શાંત કરવા પ્રાર્થના કરવી જોઈએ.
જયા એકાદશી નિમિત્તે આ ભૂલ ન કરશો
મોટેભાગે આ દિવસે ગરીબો માટે મદદ કરવાનો સંકલ્પ લેવો જોઈએ. આ દિવસે પીપળાના ઝાડ નીચે શુદ્ધ ઘીનો દીવો કરવામાં આવે તો તે શુભ માનવામાં આવે છે. આમ તો જ્યા એકાદશી (Jaya Ekadashi 2024)નો મહિમા ત્યારે જ થાય છે જ્યારે આ દિવસે તમારા મનને શક્ય એટલું ભગવાન કૃષ્ણ પર કેન્દ્રિત કરવામાં આવે. અન્ય વિચારોમાં મગન ન રહેવું જોઈએ. સવારે સ્નાન આદિ ક્રિયાઓ પતાવીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. ભગવાન વિષ્ણુને તુલસી આતી પ્રિય છે. તો પૂજામાં તેનો ઉપયોગ કરવો.

