સુખ-સુવિધામાં પણ ઐશ્વર્યનો અનુભવ કરાવતો શુક્ર માત્ર ખરાબ સમયમાં જ અવળું પરિણામ નથી આપતો. શુક્રને નારાજ કરે એવું જો કામ કરવામાં આવે તો પણ એ નારાજ થઈને વિપરીત અસર દેખાડે છે
પ્રતીકાત્મક તસવીર
જો ફેમ જોઈતી હોય, લક્ઝરી ભોગવવી હોય તો વ્યક્તિનો શુક્ર ગ્રહ બળવાન હોવો જોઈએ અને એવું ત્યારે જ બને જ્યારે જન્માક્ષરમાં એ સારા સ્થાન પર હોય. જોકે એનો અર્થ એ નથી કે બળવાન અને સારા સ્થાન પર રહેલો શુક્ર હંમેશાં સારું પરિણામ જ આપે. શુક્રને વ્યવહાર સાથે પણ સીધો સંબંધ હોવાથી જો વ્યક્તિ શુક્રને ન ગમે એવું કામ કે એ પ્રકારનો વ્યવહાર કરે તો એ નારાજ થઈને વ્યક્તિને મળનારી લક્ઝરી કે ફેમને અવરોધ આપે છે અને કાં તો એ મેળવવા દેતો નથી. આજે આપણે એ જ વાત કરવાની છે કે એવું તે શું કરીએ તો શુક્ર નારાજ થઈને જોઈતું પરિણામ આપવાને બદલે વિપરીત રિઝલ્ટ આપે?



