Ganesh Chaturthi 2023: જાણો આ વર્ષે ગણપતિની મૂર્તિ સ્થાપન કરવાથી લઈને વિસર્જન માતે કયું મુહૂર્ત શુભ છે. તેમ જ ગણેશ વિસર્જનની પાછળ કઈ પૌરાણિક કથા જોડાયેલી છે.
ફાઈલ તસવીર
રક્ષાબંધનનો પવિત્ર તહેવાર બે દિવસ ઉજવાઇ ગયો. હવે ટૂંક જ સમયમાં ગણેશ ચતુર્થી પણ આવી જશે. ભાદરવા મહિનાની શુક્લ પક્ષની તિથીએ ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2023)આવે છે. હિંદુ ધર્મમાં આ ધાર્મિક તહેવારને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે. ગણેશ ભક્તો હર્ષોઉલ્લાસ અને ભક્તિભાવ સાથે ગણપતિની પૂજા કરતાં હોય છે. જાણો આ વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે કયું શુભ મુહૂર્ત છે.
10 દિવસ સુધી ધૂમ ધામથી ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2023)નો પર્વ ઉજવવામાં આવે છે. અનંત ચતુર્દશીના દિવસે ગણેશજીને વિદાય કરવામાં આવે છે. ગણેશ વિસર્જન માતે લોકો મોટી સંખ્યામાં જોડાતા હોય છે.
ADVERTISEMENT
આ વર્ષે પણ ગણેશ ચતુર્થી વૈદિક પંચાંગ અનુસાર 18 સપ્ટેમ્બર બપોરે 2 વાગ્યાથી શરૂ થશે. તેમ જ 19 સપ્ટેમ્બરે બપોરે 3 વાગ્યાને 13 મિનિટ પર સમાપ્ત થવાની છે. જો ઉદયતિથી પ્રમાણે જોવામાં આવે તો 19 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીથી (Ganesh Chaturthi 2023)ની ઉજવણી કરવામાં આવશે. ગણેશ ચતુર્થી શરૂ થયાના દસ દિવસ પછી અનંત ચૌદસ એટલે 28 સપ્ટેમ્બરના રોજ ધામધૂમથી ગણપતિ મૂર્તિઓનું વિસર્જન (Ganesh Visarjan) કરવામાં આવશે.
ગણેશ ચતુર્થીના દિવસે અનેક ગણેશ ભક્તો પોતાના ઘરમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરતાં હોય છે. આ વર્ષે પણ જે ભક્તો ગણપતિ મૂર્તિનું સ્થાપન કરવાના છે તેઓએ શુભ મુહૂર્તનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ વર્ષે ગણેશ મૂર્તિનું સ્થાપન કરવાનું શુભ મુહૂર્ત 19 સપ્ટેમ્બર 2023ના રોજ સવારે 11.07 વાગ્યાથી શરૂ થઈ જશે. તેમ જ 19 સપ્ટેમ્બરે બપોરે 1:34 વાગ્યા સુધી આ શુભ મુહૂર્ત રહેશે. આ શુભ મુહૂર્તના સમય દરમ્યાન ભક્તો પોતાના ઘરમાં ગણપતિ બાપ્પાનું સ્થાપન કરી શકે છે.
ગણપતિ બાપ્પાની મૂર્તિનું સ્થાપન કરતી વખતે પણ વિશેષ ધ્યાન રાખવું પડતું હોય છે. ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2023)ના દિવસે સૌથી પહેલા સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરીને જ શુભ શરૂઆત કરવી. ગણપતિ મૂર્તિનું સ્થાપન કરતી વખતે એ ધ્યાન રાખવું કે પાટલા પર લાલ અથવા પીળું કપડું પાથરેલું હોય. ગણેશજીનું મુખ પૂર્વ દિશા તરફ રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ગણપતિની દુર્વા, ગંગાજળ, હળદર, ચંદન, ગુલાબ, સિંદૂર, જનોઈ, વિવિધ ફળ, ફૂલ, અક્ષત અને મોદક સાથે પૂજા કરવી.
ગણપતિ મૂર્તિનું વિસર્જન શા માતે કરવામાં આવે છે?
આની પાછળ એક રસપ્રદ પૌરાણિક કથા જોડાયેલી છે. અનંત ચતુર્દશીના દિવસે જ્યારે મહાભારત (Mahabharat) લખવાનું કાર્ય પૂર્ણ થયું હતું ત્યારે ગણેશજીનું શરીર ખૂબ જ અકડાઈ ગયું હતું. સતત એકધારું લખવાને કારણે ગણપતિ હવે બિલકુલ હલી શકતા નહોતા. તેમના શરીર પર ધૂળ અને માટીનો થર ભેગો થઈ ગયો હતો. કહેવાય છે આ જ જેના કારણે ગણેશજીએ સરસ્વતી નદીમાં સ્નાન કર્યું હતું. આ જ કારણોસર ગણપતિની સ્થાનપના 10 દિવસ સુધી કરવામાં આવે છે અને પછી ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે.

