ધનતેરસ પર આ વસ્તુઓ ખરીદવાનું ભૂલશો નહીં, જાણો શું ખરીદવું શુભ રહેશે

દિવાળીના પ્રસંગે પંચોત્સવ ઉજવવાની પરંપરા છે. એમાં પાંચ દિવસ સુધી એક પછી એક તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવારોમાં સૌથી પહેલું નામ ધનતેરસનું આવે છે, એના બાદ નરક ચતૂર્થી, દિવાળી, ગોવર્ધન પૂજા અને ભાઈબીજ ઉજવવામાં આવે છે. માનવામાં આવે છે કે માતા લક્ષ્મીની જેમ જ ધનવંતરિ પણ સાગર મંથનથી ઉત્પન્ન થઈ હતી. એમના હાથમાં અમૃત કળશ હતું, એટલે એ દિવસે વાસણ ખરીદવાની પરંપરા છે.
ધનતેરસના દિવસે લોકો સોના, ચાંદીના વાસણો, સિક્કા અને ઘરેણાં વગેરે ખરીદે છે. આ ઉપરાંત, આવી ઘણી વસ્તુઓ છે, જે ધનતેરસે ખરીદવા માટે શુભ માનવામાં આવે છે. ત્યાં કેટલીક વસ્તુઓ ખરીદવી એ શુભ નથી. જાણો કઈ વસ્તુઓ ધનતેરસમાં ખરીદવી જોઈએ અને કઈ વસ્તુઓ ખરીદવાથી બચવું જોઈએ.
આ વસ્તુઓ ખરીદો
ધનતેરસના દિવસે ઘરમાં દક્ષિણા વર્તી શંખ લાવવું શુભ ગણાઈ છે. કહેવામાં આવે છે કે આ શંખથી માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે અને ઘરમાં પ્રવેશ કરે છે. રૂદ્રાક્ષની માળા ખરીદવી શુભ માનવામાં આવે છે.
નવા વાસણો ખરીદવું એ શુભ માનવામાં આવે છે. આ દિવસે ચાંદીના વાસણો ખરીદવાની રીત પણ છે. લોકો માને છે કે ચાંદી ચંદ્રનું પ્રતિક છે, જે ઠંડક આપે છે. સોના અને ચાંદીના વાસણો અને સિક્કા પણ ખરીદે છે. ઘણા લોકો પણ આ દિવસે ગણેશ લક્ષ્મીજીની મૂર્તિઓ ખરીદે છે, જેમની દિવાળી દિવસે પૂજા થાય છે.
હાલમાં ધનતેરસના દિવસે વાહન ખરીદવું પણ શુભ મનાઈ છે. પરંતુ માન્યતા અનુસાર, અગર તમને ધનતેરસના દિવસે કાર લાવવી છે તો એની ચૂકવણી એક દિવસ પહેલા જ કરી લેવી, ધનતેરસના દિવસે નહીં. આ સિવાય, અન્ય ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જેમ કે મોબાઇલ, કમ્પ્યુટર અને ઇલેક્ટ્રિકલ સાધનોને ધનતેરસ પર ખરીદવા માટે શુભ માનવામાં આવે છે.
સ્ફટિકનો શ્રીયંત્ર ઘરે લાવવાથી લક્ષ્મી ઘર તરફ આકર્ષિત થાય છે. એટલે ઘનતેરસના દિવસે સ્ફટિકનું શ્રીયંત્ર ઘરે લાવો અને દિવાળીની સાંજે એને લક્ષ્મી પૂજન સ્થળ પર રાખી એની પૂજા કરો. પૂજા બાદ આ શ્રીયંત્રને કેસર રંગના કપડામાં બાંધીને તિજોરી અથવા ધન સ્થાન પર રાખી દો, આવું કરવાથી હંમેશા બરકત બની રહેશે.
ઝાડુને લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. દીપાવલીના પ્રસંગે નવું ઝાડ ઘર લાવો. એનાથી ઘરની નકારાત્મક શક્તિઓ ઘરની બહાર જશે અને સાફ સુથરા ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થશે.
આ વસ્તુઓ ખરીદવાનું ટાળો
આ દિવસે તેલથી બનાવેલી કોઈ પણ વસ્તુ ખરીદવી જોઈએ નહીં. ધનતેરસના દિવસે તેલ, ઘી, રિફાઈન્ડ ઘરમાં લાવવું નહી. ધનતેરસ પર દીવા પ્રગટાવવા માટે પણ તેલની જરૂર પડે છે એટલે આ વસ્તું પહેલાથી જ ખરીદી લેવી. કાળા રંગની વસ્તુઓની ખરીદીથી બચવું જોઈએ. એને શુભ નહીં ગણાય.
કાચનો સંબંધ રાહુથી છે, એટલે ધનતેરસના દિવસે કાચની ખરીદી કરવી નહીં.
એલ્યુમિનિયમના વાસણ ધનતેરસ પર ખરીદવાનું અશુભ ગણાય છે. કારણકે ધાતુ પર રાહુનું પ્રભુત્વ છે. અને લગભગ બધા શુભ ગ્રહ એનાથી પ્રભાવિત થાય છે. આ દિવસે છરી, કાતર અથવા લોખંડની વસ્તુ ખરીદવી નહીં.
ધનતેરસ પર લોખંડથી બનેલી વસ્તુઓ ઘરમાં લાવવી નહીં. જોકે કોઈ વાસણ ખરીદી રહ્યા છે તો, ઘરમાં લાવવા પહેલા એને પાણી અથવા કોઈ બીજી વસ્તુથી ભરી લેવી. સ્ટીલ પણ લોકંડનો બીજો રૂપ છે એટલે સ્ટીલના વાસણ પણ ધનતેરસના દિવસે ખરીદવા નહીં. સ્ટીલના બદલે કૉપર અથવા બ્રૉન્ઝના વાસણ ખરીદવા જોઈએ.
ધનતેરસના એક દિવસ પહેલા ભેટ ખરીદવી અને આપવી શુભ માનવામાં આવે છે. એના પાછળનું કારણ છે કે ભેટ આપવાનો મતલબ છે કે તમે પોતાના ઘરથી રૂપિયા ખર્ચ કરી રહ્યા છો એટલે ધનતેરસના દિવસે પોતાની ઘરથી લક્ષ્મીને બીજી જગ્યાએ મોકલવી અશુભ માનવામાં આવે છે.


