Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > જૉબ્ઝ અને કરિયર > Narendra Modi Jammu Visit: આજે દેશને IIM, IIT, AIIMS ભેટ ધરશે મોદી, વિદ્યાર્થીઓનું ભાવિ ચમકશે

Narendra Modi Jammu Visit: આજે દેશને IIM, IIT, AIIMS ભેટ ધરશે મોદી, વિદ્યાર્થીઓનું ભાવિ ચમકશે

20 February, 2024 10:37 AM IST | Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Narendra Modi Jammu Visit: આ મુલાકાત દરમિયાન તેઓ રૂ. 30,500 કરોડથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરવાના છે.

નરેન્દ્ર મોદીની ફાઈલ તસવીર

નરેન્દ્ર મોદીની ફાઈલ તસવીર


કી હાઇલાઇટ્સ

  1. IIT ભિલાઈ, IIT તિરુપતિ, IIT જમ્મુ, IIITDM કુર્નૂલ વગેરેનો શિલાન્યાસ કરવાના છે
  2. વર્ષ 2014થી દેશમાં ઉચ્ચ શિક્ષણની મોટી સંખ્યામાં નવી સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે
  3. સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુની મુલાકાત (Narendra Modi Jammu Visit) લેવાના છે. ખાસ તો આજની તેમની આ મુલાકાત શિક્ષણ ક્ષેત્રે બહુ મોટો અમૂલ્ય લાભ આપે તેવી છે. તમને જણાવી દઈએ કે આજની નરેન્દ્ર મોદીની આ મુલાકાત દરમિયાન તેઓ રૂ. 30,500 કરોડથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરવાના છે. અન્ય પ્રોજેક્ટ્સ તો ખરા જ પણ સાથે તેઓ શિક્ષણ ક્ષેત્રને આવરી લેતા લગભગ 13,375 કરોડ રૂપિયાના અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાના છે. 

આજે શિક્ષણ ક્ષેત્રમાં આમૂલ્ય યોગદાન આપતાં આ પ્રોજેક્ટ્સનો થશે શિલાન્યાસ



તમને જણાવી દઈએ કે આજે રાષ્ટ્રને સમર્પિત પ્રોજેક્ટ્સમાં નરેન્દ્ર મોદી (Narendra Modi Jammu Visit) IIT ભિલાઈ, IIT તિરુપતિ, IIT જમ્મુ, IIITDM કુર્નૂલ વગેરેનો શિલાન્યાસ કરવાના છે. પ્રોજેક્ટ્સમાં IIT જમ્મુ, ભિલાઈ અને તિરુપતિના, IIITDM કાંચીપુરમ, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ સ્કીલ્સ (IIS) કાનપુર અને દેવપ્રયાગ (ઉત્તરાખંડ) અને અગરતલા (ત્રિપુરા) ખાતે સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટીના બે કેમ્પસનો પણ આજે શિલાન્યાસ થવા જઈ રહ્યો છે. 


નરેન્દ્ર મોદીના હસ્તે જ આજે દેશમાં નવોદય વિદ્યાલયો માટે પાંચ કેન્દ્રીય વિદ્યાલય કેમ્પસ, એક નવોદય વિદ્યાલય કેમ્પસ અને પાંચ વિવિધલક્ષી હોલનો શિલાન્યાસ પણ થવા જઈ રહ્યો છે જે શિક્ષણ ક્ષેત્રે બહુમૂલ્ય પરિવર્તન લાવશે.

ત્રણ નવા આઇઆઇએમનો પણ શિલાન્યાસ થવાનો છે 


હાલ દેશમાં કુલ 21 IIM છે. આ આઇઆઇએમ દ્વારા વિવિધ MBA, PGP, PGDM, એક્ઝિક્યુટિવ MBA અને ફેલોશિપ પ્રોગ્રામની સર્વિસ આપવામાં આવે છે. જેની અંદર નવી IIM મુંબઈનો સમાવેશ થાય છે. ટોચના 3 IIM સૌથી જૂના કેમ્પસ છે. IIM અમદાવાદ અને IIM કલકત્તાની સ્થાપના 1961માં કરવામાં આવી હતી. IIM બેંગ્લોરની સ્થાપના 12 વર્ષ પછી 1973માં કરવામાં આવી હતી. હવે આજે નવા આઇઆઇએમની ભેટ દેશને મળવાની છે.

તમને જણાવી દઈએ કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi Jammu Visit) દેશમાં ત્રણ નવા IIM – જમ્મુ, બોધગયા અને વિશાખાપટ્ટનમનું ઉદ્ઘાટન કરવાના છે. આજે દેશમાં કેન્દ્રીય વિદ્યાલયોની 20 નવી ઇમારતો અને નવોદય વિદ્યાલયની 13 નવી ઇમારતોનું ઉદ્ઘાટન પણ થવા જઈ રહ્યું છે. 

તાજેતરમાં જ નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે વર્ષ 2014થી દેશમાં ઉચ્ચ શિક્ષણની મોટી સંખ્યામાં નવી સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે, જેમાં 7 IIT, 16 IIIT, 7 IIM, 15 AIIMS તો 390 જેટલી યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.

રેલીમાં પણ આપશે હાજરી

આજે તો તેઓ જમ્મુ કાશ્મીરની મુલાકાત દરમિયાન અનેક કાર્યક્રમમાં પણ હાજરી (Narendra Modi Jammu Visit) આપવાના છે. સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં રેલીનું પણ આયોજન હોવાથી રેલી વિસ્તારને નો-ફ્લાઈંગ ઝોન તરીકે ઘોષિત કરી દેવામાં આવ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

20 February, 2024 10:37 AM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK