28મી નવેમ્બરે પોતાનો 23મો જન્મદિવસ ઉજવનારા અલાયાએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શૅર કરી હતી.
તેણે આ તસવીરો સાથે લખ્યું કે આ ફોટો પડાવવા માટે શ્વાસ રોકીને તેણે પેટ અંદર ખેંચ્યુ ંહતું.
તેની આ વાત કેટલી સાચી છે તે તો ભગવાન જાણે કારણકે તેની ફિટનેસ અને ફિગર પરફેક્ટ ફ્રેમમાં છે. જુઓ તેની બીજી તસવીરો તેનો બોલતો પુરાવો છે.
અલાયાએ પોતાના જન્મદિવસે આ મસ્ત પોઝમાં મેટાલિક બિકીની પહેરીને ફોટો પડાવી સૌને પોતાને વિશ કરવા બદલ થેંક્યુ કહ્યું હતું.
આ તસવીરો અલાયાએ પોતાની એક ટૂર દરમિયાન પડાવી હતી.
આ તેની દુબઇ ટ્રિપની ઝલક છે.
અલાયાએ તેની મમ્મીની જેમ જ ફિલ્મોમાં કામ કરવાનો નિર્ણય અને તેણે નીતિન કક્કર નિર્દેશિત ફિલ્મ જવાની જાનેમનમાં ડેબ્યુ કર્યુંં જેમાં તેણેત સૈફ અને તબુની ટીનએજ દીકરીનું પાત્ર ભજવ્યું.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પદાર્પણ કરતા પહેલાં જ અલાયા એફ તેના સુપર હોટ ફોટોગ્રાફ્સને કારણે પૉપ્યુલર તો હતી જ. તેની સેક્સી સેલ્ફીઝ અને બિકીની પિક્ચર્સ તેની ગ્લેમરસ ઇમેજની ધાર કાઢે તેવા જ છે.
રામાનંદ સાગરની પ્રપૌત્રી સાક્ષી ચોપરા સાથે થયેલી તડાફડી અને રકઝકને કારણે અલાયા 2014માં ચર્ચાનો સમાચારોમાં ઝળકી હતી.
અલાયા અને સાક્ષી ચોપરા વચ્ચે મુંબઇના ટ્રાયસ્ટ પબમાં 28મી નવેમ્બર 2014ના રોજ મોટો મસ ઝગડો થયો હતો. અલાયા ફર્નિચરવાલા તેના મિત્રો સાથે ત્યાં પોતાનો બર્થડે ઉજવી રહી હતી અને સાક્ષી તેની મમ્મી અને મિત્રો સાથે હતી જ્યારે આ ઝગડો થયો.
આ પછી અલાયાની મમ્મી પુજા બેદી અને સાક્ષીની મમ્મી મિનાક્ષી ચોપરા પણ અ રકઝકમાં કુદી પડ્યા અને ઝગડા પછી પુજા બેદીએ મિનાક્ષી સાગર અને તેની દીકરી સાક્ષી સામે એફઆઇઆર પણ દાખલ કરી હતી.
એફઆઇઆર પુજા બેદીએ ફાઇલ કરી હતી અને તેમાં તેણે પોતાની સાથે તથા પોતાની દીકરી સાથે ખરાબ વહેવાર, હેરાનગતી, ધમકી, સતામણી અને અપશબ્દોના ઉપયોગની ફરિયાદ કરી હતી. આટલુ જ નહીં પણ તેની ફરિયાદ અનુસાર તેની માતા પ્રોતિમા બેદી, જે પ્રતિષ્ઠિત નૃત્યાંગના હતા તેમને વિષે પણ એલફેલ શબ્દોનો ઉપયોગ થયો હતો. વળી આવો બુરો વહેવાર તેના પૂર્વ પતિ ફરફાન ઇબ્રાહિમ ફર્નિચર વાલા સહિતના પરિવારજનો પર એસએમએસથી અને સોશ્યલ મીડિયા પર કરાયો હતો તેવું આ ફરિયાદમાં કહેવાયું હતું.
અલાયા એ ન્યુ યોર્ક યુનિવર્સિટીમાંથી એક વર્ષનો ફિલ્મ ડિરેક્શનનો કોર્સ કર્યો છે અને ન્યુ યોર્ક ફિલ્મ એકેડેમીમાંથી એક વર્ષનો એક્ટીંગનો કોર્સ પણ કર્યો છે.
ભારત પાછા ફર્યા પછી અલાયાએ ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીમાં ટ્રેઇનિંગ લેવાની શરૂઆત કરી. તેમે એક્ટિંગ, ડાન્સિંગ અને સિંગીગના ક્લાસિઝ પણ અટેન્ડ કર્યા .
અલાયાને જલ્દી જ ફિલ્મની ઑફર્સ મળવા માંડી જો કે તેની મમ્મી પુજા બેદીએ તેને વધારે તૈયાર થવા સુચના આપી.
જો કે પુજા બેદીનું બૉલીવુડ કરિયર બહુ ધુંઆધાર ન હતું. તેના પપ્પા કબીર બેદીએ ફિલ્મોમાં સારુ કાઠું કાઢ્યુ હતું અને તે તો ઇન્ટરનેશનલી પણ જાણીતો ચહેરો હતા. આ બધા સંજોગોને ધ્યાનમાં રાખીને પુજા ઇચ્છતી હતી કે દીકરીનું કરિયર પરફેક્ટલી લોન્ચ થાય.
2016માં પુજા બેદીએ જાહેરાત કરી હતી કે તેની દીકરી અલાયા 2018માં ફિલ્મોમાં પદાર્પણ કરશે પણ થોડા જ મહિનામાં તેણે મીડિયાને એમ પણ કહ્યુ કે તેની દીકરી હજી ફિલ્મોમાં શરૂઆત કરવા માટે તૈયાર નથી અને તે ત્યારે જ શરૂઆત કરશે જ્યારે તે પુરેપુરી કૉન્ફીડન્ટ હોય.
બીજા કોઇપણ સ્ટાર કિડની માફક અલાયાને પણ પાપારાઝીનો સામનો કરવો જ પડે છે, જો કે તેની મમ્મીએ આ બાબતે ટિપ્પણી કરી હતી.
2017માં તો અલાયાને જોધપુરમાં ટોળું ઘેરી વળ્યું હતું જ્યા તે નફીસા અલીના દીકરા સાથે ફોટો શુટ કરી રહી હતી. આ ઘટનાને લીધે અલાયા તો અભિભૂત થઇ ગઇ હતી કારણકે તેને કલ્પના પણ નહોતી કે બૉલીવુડમાં એન્ટ્રી પહેલાં જ તેને આટલું બધું અટેન્શન મળશે.
નેટીઝન્સ ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર તેના સેક્સી ફોટોગ્રાફ્સ પર બેફામ ટિપ્પણીઓ કરતા રહે છે પમ એ બિંધાસ્ત આ બધી ટિપ્પણીઓને ઇગ્નોર કરે છે. એકાદવાર એવું બન્યું છે કે ગલીચ ટિપ્પણીઓને કારણે તે અપસેટ થઇ હોય.
અપસેટ થયેલી અલાયાએ તેના ઇન્સ્ટાગ્રામ પર લખ્યુ હતું કે જો મારી ક્લિવેજ દેખાતી હોય તો એનો અર્થ એમ નથી કે હું તમને કશાયની પણ કોન્સેન્ટ આપી રહી છું, તેનો અર્થ એમ પણ નથી કે હું એ માગી રહી છું. હું મારા સ્તન કરતા કંઇ ગણી વધારે છું અને માત્ર તેનાથી જ મારી વ્યાખ્યા કરવી એ અયોગ્ય છે. અલાયાની આ ટિપ્પણીએ નકામો બકવાસ કરનારા પર સણસણતા તમાચાનું કામ કર્યું હતું.
જવાની જાનેમન ફિલ્મ માટે પચાસ જણાનાં સ્ક્રીન ટેસ્ટ પછી અંતે અલાયાની પસંદગી થઇ હતી.
જવાની જાનેમનની વાત કરતાં સૈફ અલી ખાને તેની કો-સ્ટાર ડેબ્યુટન્ટ અલાયા વિષે કહ્યું હતું કે તેનામાં એ બધું જ છે જે અમને આ પાત્ર માટે જોઇતું હતું. આ એક યંગ લીડ છે અને તેનો ચાર્મ અને એનર્જી એવાં અને એટલાં જ છે જેટલા મને જોઇએ છે. અમારી પરફેક્ટ કાસ્ટ મળી એ માટે અમે લકી છીએ.
જવાની જાનેમનનાં પ્રોડ્યુસર્સમાંના એક જય શિવાકરમણીએ અલાયાને રોલ કેવી રીતે મળ્યો તેની વાત કરતાં કહ્યું હતું કે, “મને કોઇએ કહ્યુ કે પુજા બેદીની દીકરીને અભિનયમાં રસ છે તો મેં તેની તસવીરો જોઇ અને પછી પુજાને મેસેજ મોકલ્યો જેણે મને અલાયાની એજન્સી સાથે સંપર્ક કરાવ્યો. અમને તેનો સ્ક્રીન ટેસ્ટ બહુ ગમ્યો અને તેને આ ફિલ્મ તેના મેરીટને આધારે જ મળી છે.”
અલાયા એફ આ ફિલ્મમાં એક ફન લવિંગ, સ્વતંત્ર દીકરીનો મોડર્ન રોલ ભજવ્યો જેમાં પિતા પુત્રીનું મળવું કોઇ રોલર કોસ્ટર રાઇડથી કમ ન હતું.
અલાયાએ તેની ફિલ્મ શૂટના પહેલા દિવસે પોતાનો ફોટો શેર કર્યો હતો અને લખ્યું હતું કે, All I have done all day is smile, smile and smile some more AND IT BEGINS!!! FIRST day shoot for Jawaani Jaaneman!
આ તસવીરમાં દેખાઇ રહેલી નાનકડી મીઠડી એ બીજું કોઇ નહી પણ અલાયા છે. અલાયાએ તેની મમ્મી પુજા બેદી સાથેની આ તસવીર તેની મમ્મીનાં બર્થડે વખતે શેર કરી હતી.
અલાયાએ તેના શુટિંગના પહેલા દિવસનો ફોટોગ્રાફ શેર કર્યો હતો જેમાં તે હેર અને મેઇકઅપ કરાવી રહી હતી.
અલાયાએ તેના ભાઇઓ સાથે સિબલિંગ ડેના રોજ આ તસવીર શેર કરી હતી કેપ્શન આપ્યું હતું કે, “Happy Siblings day to the two boys that have had the privilege of knowing me since the day they were born.”
આ છે અલાયાનો નાનો ભાઇ ઓમર ફર્નિચર વાલા. તેની બર્થડે હતી ત્યારે અલાયાએ આ ફોટો શેર કર્યો હતો અને તેના વગર ઘર ખાલી લાગે છે તેમ કેપ્શન પણ લખ્યું હતું.
અલાયા એફ પુજા બેદીના ફિયાન્સ માનેક કોન્ટ્રાક્ટર, તેની મમ્મી અને ભાઇ સાથે.
જવાની જાનેમન ફિલ્મના સેટ પર અલાયા તેના કો-સ્ટાર્સ સાથે. તેણે આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને લખ્યું હતું કે હું જે લોકો સાથે કામ કરી રહી છું તેમની પાસેથી હું ઘણું બધું શીખવાની છું. હું બહુ જ ગ્રેટફુલ અને એક્સાઇટેડ છું.
પુજા બેદી તેના દીકરા ઓમર અને અલાયા સાથે આ તસવીરમાં દેખાય છે. રક્ષાબંધનના તહેવારમાં અલાયાએ આ ફોટોગ્રાફ શેર કર્યો હતો.
આ છે તેનો 21મી બર્થ ડેનો ફોટોગ્રાફ.
અલયાની આ સ્ટનીંગ તસવીરો જોઇને એમ થાય કે તે જલ્દી જ બીજી કોઇ ફિલ્મમાં જોવા મળે.
અલાયા કોઇપણ લૂકને બહુ જ સારી રીતે કૅરી કરી શકે છે. જો આ વાઇન રેડ કલરમાં તે કેટલી ગૉર્જિયસ લાગે છે.
અલાયા એક્ટર મમ્મીની દીકરી છે પણ તેનો એપ્રોચ પોતાના કરિયરને લઇને બહુ અલગ હોય તેમ લાગે છે.
આ લિટલ બ્લેક ડ્રેસમાં તેનો લૂક એકદમ કિલર છે.
ફ્રિડમ એમ પોસ્ટ કરીને સાથે આ તસવીર મુકનારી અલાયા બૅગેજીઝ વગર પોતાના કામને ધીમી ગતિએ આગળ વધારી રહી છે.
અલાયાના ફોટો શૂટ મંત્રમુગ્ધ કરી દે તેવા હોય છે.
તે પોતાની ફિટનેસનું પણ બહુ જ ધ્યાન રાખે છે.
અલાયાની તસવીરોમાં બોલ્ડનેસ છતાંય એક વિશેષ ક્યૂટનેસ હોય છે.
જુઓ આ બોહો લૂકમાં તે કેટલી બ્યુટીફૂલ લાગે છે.
પુજા બેદીએ (Pooja Bedi) આમ તો બહુ ઓછી ફિલ્મો કરી છે પણ તે તેના બોલ્ડ અવતાર માટે હંમેશા ચર્ચામા ંરહી. ફિલ્મ જો જીતા વહી સિકંદરમાં દેવિકાના બિંદાસ્ત કેરેક્ટરને તેણે ઘણી પૉપ્યુલારિટી આપી. પુજા બેદી અને ફરહાન ફર્નિચરવાલાની દીકરી અલાયા એફ (Alaya F)ની ફિલ્મ જવાની જાનેમનમાં સૈફ અલી ખાનની દીકરીનું પાત્ર લોકોએ બહુ વખાણ્યું. 28 નવેમ્બરે તેનો જન્મદિવસ હતો. તેના લેટેસ્ટ ફોટોગ્રાફ સાથે જોઇએ તેના પહેલાંના કેટલાક ફોટોશૂટ્સ. જોઇએ બોલ્ડ મમ્મીની આ સુપર બોલ્ડ દીકરીની તસવીરો. (તમામ તસવીરો અલાયા એફનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ)