Nurse Day: શાહરૂખ ખાન સાથે એક્ટિંગ કરનાર શિખા હવે નર્સ તરીકે કામ કરે છે,સલામ છે તેનાં જોશને...

Updated: May 12, 2020, 15:28 IST | Chirantana Bhatt
  • હાલમાં કોરોના સામેની જંગમાં દરેક વ્યક્તિ પોતાનાથી જે થાય તે કરી છૂટવા તૈયાર છે. કોઇ દાન આપી રહ્યું છે તો કોઇ સોશ્યલ ડિસ્ટન્સિંગની સલાહ આપી રહ્યું છે. બૉલીવુડ પણ આ દિશામાં કાર્યરત છે ત્યારે શાહરૂખ ખાનની ફિલ્મ ફેનમાં અભિનય કરનારી શિખા મલહોત્રા આજકાલ હૉસ્પિટલમાં નર્સની ફરજ બજાવી રહી છે.

    હાલમાં કોરોના સામેની જંગમાં દરેક વ્યક્તિ પોતાનાથી જે થાય તે કરી છૂટવા તૈયાર છે. કોઇ દાન આપી રહ્યું છે તો કોઇ સોશ્યલ ડિસ્ટન્સિંગની સલાહ આપી રહ્યું છે. બૉલીવુડ પણ આ દિશામાં કાર્યરત છે ત્યારે શાહરૂખ ખાનની ફિલ્મ ફેનમાં અભિનય કરનારી શિખા મલહોત્રા આજકાલ હૉસ્પિટલમાં નર્સની ફરજ બજાવી રહી છે.

    1/13
  • તેને આ કામગીરી કરવા માટે BMC તરફથી એપ્રુવલ લેટર પણ અપાયો છે. તે હાલમાં બાળા સાહેબ ઠાકરે ટ્રોમા હૉસ્પિટલમાં ફરજ બજાવી રહી છે. તને સફદરજંગ હૉસ્પિટલમાંથી નર્સિંગનું સર્ટિફિકેટ અપાયું હતું. 

    તેને આ કામગીરી કરવા માટે BMC તરફથી એપ્રુવલ લેટર પણ અપાયો છે. તે હાલમાં બાળા સાહેબ ઠાકરે ટ્રોમા હૉસ્પિટલમાં ફરજ બજાવી રહી છે. તને સફદરજંગ હૉસ્પિટલમાંથી નર્સિંગનું સર્ટિફિકેટ અપાયું હતું. 

    2/13
  • શિખા પાસે દિલ્હી વર્ધમાન મહાવીર મેડિકલ કૉલેજનું સર્ટિફિકેટ પણ છે અને માટે જ તે આવા સમયે પોતાના અનુભવનો ઉપયોગ કરી રહી છે. 

    શિખા પાસે દિલ્હી વર્ધમાન મહાવીર મેડિકલ કૉલેજનું સર્ટિફિકેટ પણ છે અને માટે જ તે આવા સમયે પોતાના અનુભવનો ઉપયોગ કરી રહી છે. 

    3/13
  • વડાપ્રધાનનું ભાષણ સાંભળ્યા બાદ તેને થયું કે તેને જે અનુભવ છે તેનો તેણે ઉપયોગ કરવો જ જોઇએ.

    વડાપ્રધાનનું ભાષણ સાંભળ્યા બાદ તેને થયું કે તેને જે અનુભવ છે તેનો તેણે ઉપયોગ કરવો જ જોઇએ.

    4/13
  •  તેણે નક્કી કર્યું કે તે ટ્રેઇન્ડ નર્સ છે અને તે ઘરે નહીં જ બેસે તથા લૉકડાઉન દરમિયાન પોતાની આવડતથી લોકોને સહાયતા કરશે કારણકે લૉકડાઉનનો અર્થ જ એમ છે કે દર્દીઓની સંખ્યા વધી રહી છે અને હૉસ્પિટલમાં નર્સિઝની જરૂર પડશે. 

     તેણે નક્કી કર્યું કે તે ટ્રેઇન્ડ નર્સ છે અને તે ઘરે નહીં જ બેસે તથા લૉકડાઉન દરમિયાન પોતાની આવડતથી લોકોને સહાયતા કરશે કારણકે લૉકડાઉનનો અર્થ જ એમ છે કે દર્દીઓની સંખ્યા વધી રહી છે અને હૉસ્પિટલમાં નર્સિઝની જરૂર પડશે. 

    5/13
  • તેણે અત્યાર સુધીમાં કોરોનાનાં ૪૫ દર્દીઓની વચ્ચે રહીને કામ કર્યું છે જેમાંથી બે તો આખા પરિવારો જ છે.

    તેણે અત્યાર સુધીમાં કોરોનાનાં ૪૫ દર્દીઓની વચ્ચે રહીને કામ કર્યું છે જેમાંથી બે તો આખા પરિવારો જ છે.

    6/13
  • તેણે એમ પણ જણાવ્યું કે કેટલાક દર્દીઓ સાજા થઇને ઘરે પણ ગયા છે. જો કે નર્સ તરીકે દર્દીઓના સંપર્કમાં આવ્યા વિના તેમની સારવાર કરવી સરળ નથી. 

    તેણે એમ પણ જણાવ્યું કે કેટલાક દર્દીઓ સાજા થઇને ઘરે પણ ગયા છે. જો કે નર્સ તરીકે દર્દીઓના સંપર્કમાં આવ્યા વિના તેમની સારવાર કરવી સરળ નથી. 

    7/13
  • તેણે પોતે કઇ રીતે નખશિખ પ્રોટેક્સન કોશ્ચ્યુમ પહેરે છે તેની માહિતી અને તસવીરો પણ શેર કરી છે. તેણે ડિગ્રી લેતી વખતે જે વચન આપ્યું હતું કે વખત આવ્યે તે સેવામાંથી નહીં ચૂકે તેને સાબિત કરી બતાડ્યું. 

    તેણે પોતે કઇ રીતે નખશિખ પ્રોટેક્સન કોશ્ચ્યુમ પહેરે છે તેની માહિતી અને તસવીરો પણ શેર કરી છે. તેણે ડિગ્રી લેતી વખતે જે વચન આપ્યું હતું કે વખત આવ્યે તે સેવામાંથી નહીં ચૂકે તેને સાબિત કરી બતાડ્યું. 

    8/13
  • તેને એમ થયું કે જો આવા વખતમાં તે કામ નહીં કરે તો જાત સાથે આખી જિંદગી નજર નહીં મેળવી શકે. તેણે એપોઇન્ટમેન્ટ લેટર મળતાં જ ત્રણ કલાકની તાલીમ લીધી અને તરત ફરજ પર હાજર થઇ ગઇ અને બધા જ પ્રકારની ડ્યૂટી નિભાવવાની તૈયારી પણ બતાવી.  

    તેને એમ થયું કે જો આવા વખતમાં તે કામ નહીં કરે તો જાત સાથે આખી જિંદગી નજર નહીં મેળવી શકે. તેણે એપોઇન્ટમેન્ટ લેટર મળતાં જ ત્રણ કલાકની તાલીમ લીધી અને તરત ફરજ પર હાજર થઇ ગઇ અને બધા જ પ્રકારની ડ્યૂટી નિભાવવાની તૈયારી પણ બતાવી.

     

    9/13
  • તમે માનશો શિખા એક સમયે લકવાની દર્દી હતી અને ત્રણ વર્ષ પથારીવશ હતી તથા વ્હિલચેરને આધારે જીવતી હતી. તેર વર્ષની ઉંમરે તેણે આ પરિસ્થિતિનો સામનો કર્યો. 

    તમે માનશો શિખા એક સમયે લકવાની દર્દી હતી અને ત્રણ વર્ષ પથારીવશ હતી તથા વ્હિલચેરને આધારે જીવતી હતી. તેર વર્ષની ઉંમરે તેણે આ પરિસ્થિતિનો સામનો કર્યો. 

    10/13
  • તેણે શાહરૂખ ખાનની ફિલ્મ ફેન ઉપરાંત પંજાબી ફિલ્મ લકી કબૂતર, તાપસી પન્નુની ફિલ્મ રનિંગ શાદીમાં પણ અભિનય કર્યો છે. 

    તેણે શાહરૂખ ખાનની ફિલ્મ ફેન ઉપરાંત પંજાબી ફિલ્મ લકી કબૂતર, તાપસી પન્નુની ફિલ્મ રનિંગ શાદીમાં પણ અભિનય કર્યો છે. 

    11/13
  • તે થોડા વખત પહેલાં જ એક તામીલ ફિલ્મનું શુટિંગ પતાવીને શ્રીલંકાથી પાછી ફરી હતી. શિખા મલહોત્રા માને છે કે જેની પાસે નર્સિંગ કે પેરા મેડિક્સની પ્રાથમિક તાલીમ હોય તેણે આગળ આવવું જ જોઇએ.

    તે થોડા વખત પહેલાં જ એક તામીલ ફિલ્મનું શુટિંગ પતાવીને શ્રીલંકાથી પાછી ફરી હતી. શિખા મલહોત્રા માને છે કે જેની પાસે નર્સિંગ કે પેરા મેડિક્સની પ્રાથમિક તાલીમ હોય તેણે આગળ આવવું જ જોઇએ.

    12/13
  • શિખા પોતે કથક નૃત્ય પણ કરે છે અને તેને પેઇન્ટિંગનો પણ શોખ છે, તેણે હંમેશા આગળ વધવા અને પોતાની જાતને વધુને વધુ ક્ષેત્રોમાં આગળ વધારવાનો જ પ્રયાસ કર્યો છે. તેને ગર્વ છે કે તે કપરા સમયમાં લોકોને કામ લાગી રહી છે.

    શિખા પોતે કથક નૃત્ય પણ કરે છે અને તેને પેઇન્ટિંગનો પણ શોખ છે, તેણે હંમેશા આગળ વધવા અને પોતાની જાતને વધુને વધુ ક્ષેત્રોમાં આગળ વધારવાનો જ પ્રયાસ કર્યો છે. તેને ગર્વ છે કે તે કપરા સમયમાં લોકોને કામ લાગી રહી છે.

    13/13
  • loading...

ફોટોઝ વિશે

શિખા મલહોત્રાએ શાહરૂખ ખાનની ફિલ્મ ફેનમાં અભિનય કર્યો હતો અને હવે તે કોરોનાવાઇરસનાં દર્દીઓની પડખે નર્સ તરીકે તૈનાત છે. શિખાએ લકી કબૂતર, કાંચલી તથા રનિંગ શાદી જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. વિકટ સમયમાં તેણે પોતાની તાલીમનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું અને હાલમાં બાળા સાબેહ ઠાકરે હૉસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવી રહી છે. તસવીરો - ઇન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK