વોહ અપના સાની સુરભી અગરવાલ હવે બહુ બેગમમાં

Published: Dec 12, 2019, 16:00 IST | Mumbai

બહુ બેગમ બંધ થવાના અને પાંચ વર્ષ આગળ ધપાવવાના સમાચારો વચ્ચે ટર્ન્સ એન્ડ ટ્વિસ્ટ માટે નવા પાત્રની થશે એન્ટ્રી.

સુરભી અગ્રવાલ
સુરભી અગ્રવાલ

ઝી ટીવી પર 2017-18 દરમ્યાન ચાલેલા સોપ ઓપેરા ‘વોહ અપના સા’માં સુરભી અગ્રવાલનું પાત્ર ભજવીને જાણીતી થયેલી અભિનેત્રી સબિના જત હવે કલર્સ ટીવી પર ચાલી રહેલા શો બહુ બેગમમાં જોવા મળશે. જુલાઈથી શરૂ થયેલા શો બહુ બેગમમાં અઝાન અખ્તર મિર્ઝા અને શાયરા સૈયદ વચ્ચેની ભોપાલ શહેરના લોકાલમાં આકાર લેતી વાર્તા રજૂ થઈ રહી છે જે પાત્રો અર્જિત તનેજા અને ડિઆના ખાન ભજવી રહ્યા છે. હવે સમાચાર આવ્યા છે કે, તેમાં ટ્વિસ્ટ અને ટર્ન્સ ઉમેરવા એક નવું પાત્ર એન્ટ્રી લેવાનું છે જે સબિના જત ભજવશે. સબિના વોહ અપના સા ઉપરાંત કલર્સ પર આવતી ઉડાન અને થપકી પ્યાર કી તથા કવચ અને કસમ સહીતની સિરીયલોમાં દેખાઈ ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા લીડ એક્ટર અર્જિત તનેજાએ હિન્ટ આપી હતી કે કદાચ બહુ બેગમ બંધ થઈ શકે છે. તેણે પોતાના કો-સ્ટાર્સ સાથે ફોટો શેર કરીને લખ્યું હતું કે, ‘શોનું ભાગ્ય કંઈ પણ હોય પણ મને આનંદ છે કે હું આ બંનેને મળ્યો.’ આ વચ્ચે એમ પણ કહેવાઈ રહ્યું છે કે, શોને પાંચ વર્ષ લીપ કરવામાં આવશે એટલે કે અઝાન, શાયરા અને નૂરની વાર્તાને પાંચ વર્ષ આગળ ધપાવવામાં આવશે.

આ પણ જુઓ : ફિલ્મફેર ગ્લેમર એન્ડ સ્ટાઈલ અવૉર્ડમાં ઉમટ્યા સિતારાઓ, જુઓ દિલકશ તસવીરો

બની શકે કે તે માટે તથા વાર્તામાં ફરી પકડ જમાવવા સબિના જતના પાત્રનો ઉમેરો કરવામાં આવ્યો હોય. હવે જોવાનું એ રહેશે કે મેકર્સનો આ નિર્ણય શોના આયુષ્યમાં વધારો કરી શકે છે કે નહીં.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK