Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એક લંબા સફર લમ્હોં મેં ગુઝર ગયા : ધર્મેન્દ્ર

એક લંબા સફર લમ્હોં મેં ગુઝર ગયા : ધર્મેન્દ્ર

24 June, 2017 07:10 AM IST |

એક લંબા સફર લમ્હોં મેં ગુઝર ગયા : ધર્મેન્દ્ર

એક લંબા સફર લમ્હોં મેં ગુઝર ગયા : ધર્મેન્દ્ર


dharmendra

બૉલીવુડમાં પચાસ વર્ષ પસાર કરનાર ધર્મેન્દ્રનું કહેવું છે કે તેમની આટલી લાંબી મુસાફરી કેટલીક ક્ષણમાં પસાર થઈ ગઈ હોય એવું લાગે છે. ધર્મેન્દ્રએ તેમની લાઇફમાં ઘણી ફિલ્મો કરી છે અને તેમને બૉલીવુડના માચોમૅન તરીકે પણ ઓળખવામાં આવે છે. બૉલીવુડની તેમની ફિલ્મી સફર વિશે ધર્મેન્દ્ર કહે છે, ‘એક લંબા સફર લમ્હોં મેં ગુઝર ગયા. હું હવે એ વિશે વિચારું છું કે એ કેમ આટલી જલદી પસાર થઈ ગયું. હું મારા સાથી કલાકારો અને અમારા સમયની સેટ પરની મસ્તીને ખૂબ જ મિસ કરું છું. હું ઘણુંબધું મિસ કરી રહ્યો છું. આ એક ખૂબ જ સુંદર મુસાફરી રહી છે. જોકે મારું માનવું છે કે ફેમ અને ગ્લૅમર હંમેશાં નથી રહેતાં. તમે એક સામાન્ય અને દયાળુ વ્યક્તિ તરીકે રહો અને તમારી આ ક્વૉલિટી તમારી સાથે હંમેશાં રહેશે. આવી ક્વૉલિટી કંઈ ઑટોમૅટિક નથી આવી જતી. મારામાં આ કવૉલિટી મારાં મમ્મી-પપ્પા પાસેથી આવી હતી. મારામાંથી આ ક્વૉલિટી સની અને બૉબીમાં ગઈ છે.’

ધર્મેન્દ્રને કવિતાઓ લખવાનો શોખ છે અને એ વિશે પૂછતાં તેઓ કહે છે, ‘હું એક ઇમોશનલ વ્યક્તિ છું, તેથી કવિતાઓ લખવી મારા માટે સારી વાત છે. જબ કુછ કહા ના જાએ, જબ કુછ સુના ના જાએ તબ મેરી તન્હાઈ મેરી ખામોશી સે ઔર મેરી ખામોશી મેરી તન્હાઈ સે બાતેં કર લેતી હૈ.’


Whatsapp-channel Whatsapp-channel

24 June, 2017 07:10 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK