ટેલિપ્લે સકુબાઈમાં કામ કરીને પોતાના ઘરમાં કામ કરનાર મહિલાઓની સ્ટ્રગલ્સની યાદ આવી ગઈ સરિતા જોષીને

Published: 10th January, 2021 17:14 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

ઝી થિયેટરનું આ ટેલિપ્લે ઍરટેલ સ્પૉટલાઇટ પર ટૂંક સમયમાં શરૂ થવાનું છે

સરિતા જોષી
સરિતા જોષી

સરિતા જોષીનું કહેવું છે કે ટેલિપ્લે ‘સકુબાઈ’માં કામ કરવાથી મને પોતાના ઘરમાં કામ કરનાર મહિલાઓની સ્ટ્રગલ્સની યાદ આવી ગઈ હતી. ઝી થિયેટરનું આ ટેલિપ્લે ઍરટેલ સ્પૉટલાઇટ પર ટૂંક સમયમાં શરૂ થવાનું છે. આ ટેલિપ્લે વિશે સરિતા જોષીએ કહ્યું કે ‘આ ટેલિપ્લે ‘સકુબાઈ’ માત્ર હાઉસ હેલ્પની સ્ટ્રગલ્સ પર જ પ્રકાશ નહીં પાડે, પરંતુ એ તમામ મહિલાઓના જીવનમાં આવતા ઉતાર-ચડાવ વિશેની સ્ટોરી પણ દેખાડશે. મેં જ્યારે આ પ્લેની સ્ટોરી વાંચી ત્યારે મને એ તમામ મહિલાઓ યાદ આવી ગઈ જે મારા માટે જમવાનું બનાવે છે, મારી દીકરીઓના ઉછેરમાં મદદ કરી હતી અને મારા ઘરની કાળજી લે છે. મને તેમનું આત્મસન્માન, ઉદારતા અને સાથે જ તેમની તકલીફોની પણ યાદ આવી ગઈ હતી. ‘સકુબાઈ’એ મને એ સમયની યાદ અપાવી જ્યારે હું મારા જીવનમાં મારા હાઉસ હેલ્પની સાથે જોડાઈ હતી, જેઓ મારી જેમ જ પોતાના પતિને ગુમાવી ચૂકી હતી. તેમની જેમ જ મેં પણ સફેદ સાડી પહેરવાનું શરૂ કર્યું હતું. બાદમાં મને પણ અહેસાસ થયો કે મારે પણ મારી દીકરીઓ માટે કલરને ફરીથી અપનાવવા જોઈએ. મેં તેમને સાડીઓ ગિફ્ટ આપવાનું શરૂ કર્યું અને તેમણે પણ સફેદ સાડી પહેરવાનું બંધ કર્યું હતું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK