કિઆરા અડવાણીએ પોતાના વાળ કેમ કાપી નાખ્યા?

Published: May 02, 2019, 11:07 IST | મુંબઈ

કિઆરા અડવાણીએ જાતે જ પોતાના હેર કટ કર્યા છે. હેર કટ કરવાનો વિડિયો તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે.

કિઆરા અડવાણી
કિઆરા અડવાણી

કિઆરા અડવાણીએ જાતે જ પોતાના હેર કટ કર્યા છે. હેર કટ કરવાનો વિડિયો તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. તેનું કહેવું છે કે હેક્ટિક લાઇફ-સ્ટાઇલને કારણે તેના માટે વાળની કાળજી લેવું અઘરું બની ગયું છે. શૂટિંગમાં બિઝી હોવાને કારણે તેના વાળને ઘણું સહન કરવું પડે છે. આ જ કારણ છે કે તેણે હેર કટ કર્યા છે. હેર કટ કરતો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કિઆરાએ કૅપ્શન આપી હતી કે ‘હું આ વાતને સ્વીકારું છું કે મેં જાતે જ મારા વાળ કાપી નાખ્યા છે. હું ઘણા સમયથી વાળની યોગ્ય કાળજી રાખી નહોતી શકતી. એથી હેરકટ જ મને યોગ્ય ઉપાય લાગ્યો.’

વાળ કાપવા પાછળનાં અન્ય કારણો જણાવતાં કિઆરાએ કહ્યું હતું કે ‘મારા વાળ મને ખૂબ પસંદ છે. કોને ન પસંદ હોય? જોકે સતત હીટ, શૂટ માટે વાળને સ્ટાઇલ કરવા માટે એના પર લગાવવામાં આવતી વિવિધ પ્રોડક્ટ્સ અને મારા બિઝી શેડ્યુલને કારણે મારા વાળની માવજત લેવાનો મારી પાસે સમય નથી હોતો. હું મૉડર્ન લાઇફસ્ટાઇલ અપનાવું છું. એમાં પણ વાત જ્યારે બ્યુટીની આવે તો કેટલીક બાબતોને લઈને હું ટ્રેડિશનમાં માનું છું.

આ પણ વાંચો : શ્રમદાન કરતો આમિર ખાન

મારા લાંબા વાળની સાથે હું વધુ સમય સુધી નથી રહી શકતી. આ જ કારણ છે કે મેં જાતે જ નિર્ણય લઈ લીધો અને મારા વાળ કાપી નાખ્યા. હવે એ જોવાનું રહ્યું કે આ નવો લુક કેવો લાગે છે.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK