શ્રમદાન કરતો આમિર ખાન
આમિર ખાન
આમિર ખાન ગઈ કાલે સતારા જિલ્લાના કોરેગાંવ ગામમાં શ્રમદાન કરતો જોવા મળ્યો હતો. મહારાષ્ટ્ર દિનની સાથે ગઈ કાલે શ્રમદિવસ પણ હોવાથી તેણે પાની ફાઉન્ડેશન દ્વારા એક ઇવેન્ટનું આયોજન કર્યું હતું. આ ફાઉન્ડેશન સાથે મળીને જે પણ વ્યક્તિ કામ કરે છે તેને જલમિત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ ફાઉન્ડેશન વૉટરશેડ મૅનેજમેન્ટ માટે લોકોને જાગૃત કરે છે. આમિરે ત્યાં પહોંચી જમીન ખોદવાનું શરૂ કરી દીધું હતું અને તેને જોઈને ગામના લોકો પણ તેની મદદે આવી પહોંચ્યા હતા. જમીન ખોદતો ફોટો શૅર કરીને આમિરે ટ્વીટ કર્યું હતું કે હૅપી લેબર ડે.
આ પણ વાંચો : આમિર ખાને પત્ની સાથે બેસી માણ્યો ભેળ અને શેરડીના રસનો આનંદ, ફોટોઝ થયા વાઈરલ
ADVERTISEMENT
જમીન ખોદતો હોય એવો વિડિયો શૅર કરીને તેણે મહારાષ્ટ્ર દિનની પણ શુભેચ્છા પાઠવી હતી.