Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > PM મોદીની બાયોપિક પછી બાલાકોટ એર સ્ટ્રાઈક પર ફિલ્મ બનાવશે વિવેક ઓબરોય

PM મોદીની બાયોપિક પછી બાલાકોટ એર સ્ટ્રાઈક પર ફિલ્મ બનાવશે વિવેક ઓબરોય

23 August, 2019 04:43 PM IST |

PM મોદીની બાયોપિક પછી બાલાકોટ એર સ્ટ્રાઈક પર ફિલ્મ બનાવશે વિવેક ઓબરોય

PM મોદીની બાયોપિક પછી બાલાકોટ એર સ્ટ્રાઈક પર ફિલ્મ બનાવશે વિવેક ઓબરોય


બોલીવુડ સ્ટાર વિવેક ઓબરોય આ વર્ષે પીએમ નરેન્દ્ર મોદીમાં જોવા મળ્યા હતાં. આ ફિલ્મમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત પીએમ મોદીના અવતારમાં વિવેક ઓબરોય જોવા મળ્યા હતા. વિવેક ઓબરોય હવે બાલાકોટ સ્ટ્રાઈક પર ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યાં છે. વિવેક ઓબરોયને લઈને નવા સમાચાર સામે આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું ટાઈટલ બાલાકોટ ધ ટ્રૂ સ્ટોરી (balakot the true story) કહેવામાં આવી રહ્યું છે.

જાણકારી અનુસાર વિવેક ઓબરોય તેની આગામી ફિલ્મની તૈયારીમાં જોડાઈ ગયો છે. વિવેક ઓબરોય હાલમાં જ ભારત દ્વારા પાકિસ્તાન પર કરેલી એરસ્ટ્રાઈક પર ફિલ્મ બનાવવામાં જોડાઈ ગયા છે. એરસ્ટ્રાઈક દ્વારા ભારતે પાકિસ્તાને ફરી એકવાર પાઠ ભણાવ્યો હતો. સાચી ઘટના પર આધારિત ઘટના પર વિવેક ઓબરોય ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યાં છે. માનવામાં આવી રહ્યું છે કે, ફિલ્મનું શૂટિંગ જમ્મૂ-કાશ્મીર, દિલ્હી અને આગ્રામાં કરવામાં આવશે. 2019ના અંત સુધીમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દેવામાં આવશે. આ ફિલ્મ હિન્દી સાથે તમિલ અને તેલુગુમાં પણ રિલીઝ કરવામાં આવશે. આ વિશે માહિતી આપતા વિવેક ઓબરોયે ઈન્સ્ટ્રાગ્રામ પર એક પોસ્ટ શૅર કરી હતી.



આ પણ વાંચો: બાળપણમાં આવા લાગતા હતા આપણા બોલીવુડ સ્ટાર્સ


ઉલ્લેખનીય છે કે, આ વર્ષે 24 જુલાઈએ રિલીઝ થયેલી બાયોપિક પીએમ નરેન્દ્ર મોદી બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નહી. લોકસભા ચૂંટણીના ફિલ્મની રિલીઝ ડેટને લઈને માહોલ ઘણો ગરમાયો હતો. ફિલ્મ પહેલા 24મેના રિલીઝ થવાની હતી જો કે ત્યારબાદ 24 જુલાઈએ રિલીઝ કરવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

23 August, 2019 04:43 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK