Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રાધેની રિલીઝથી ઉત્સાહીત વરુણ ધવન

રાધેની રિલીઝથી ઉત્સાહીત વરુણ ધવન

20 October, 2019 01:33 PM IST | મુંબઈ

રાધેની રિલીઝથી ઉત્સાહીત વરુણ ધવન

વરૂણ ધવન

વરૂણ ધવન


સલમાન ખાનની ‘રાધે’ ૨૦૨૦ની ઈદ પર રિલીઝ થવાની હોવાથી વરુણ ધવન ખૂબ ઉત્સાહિત છે. આ ફિલ્મનું શૂટિંગ ચાર નવેમ્બરથી શરૂ થાય એવી શક્યતા છે. ૨૦૧૭માં આવેલી કોરિયાની ‘ધ આઉટલૉઝ’ પરથી ‘રાધે’ પ્રેરિત હોવાનું મનાય છે. ‘દબંગ 3’ના ડિરેક્ટર પ્રભુદેવા આ ફિલ્મને ડિરેક્ટ કરશે. વરુણ ધવનને ટ્‍‍વિટર પર સલમાન ખાને ટ્વીટ કર્યું હતું કે ‘તે મને પૂછ્યુ હતું કે ‘દબંગ 3’ બાદ શું? ક્યારે અને શું જોવા મળશે? આ છે એનો જવાબ. ઇદ ‘રાધે’ની છે.’

એના પર ફિલ્મને લઈને પોતાની ખુશી વ્યક્ત કરતાં ટ્‍‍વિટર પર વરુણ ધવને ટ્વીટ કર્યું હતું કે ‘હમ સ્વાગત કરેગે ચુલબુલ રાધે કા. ભાઈ અને પ્રભુદેવા અદ્ભુત છે.’



આ પણ વાંચો : બાલામાં યામીએ રિક્રીએટ કર્યો નીતુ કપૂરનો લુક


disha

રાધેના સ્પેશ્યલ ગીત માટે દિશા પટણીને ટ્રેઇનિંગ આપી રહ્યો છે ટાઇગર શ્રોફ?


સલમાન ખાનની ‘રાધે’નાં સ્પેશ્યલ સૉન્ગ માટે દિશા પટણીને ટાઇગર શ્રોફ ટ્રેઇનિંગ આપી રહ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મ ૨૦૨૦ની ઈદ પર રિલીઝ થવાની છે. ઍક્શન અવતાર ફિલ્મમાં સલમાન સાથે રોમૅન્સ કોણ કરશે એની ચર્ચા ચાલી રહી છે. જોકે ‘ભારત’માં તેની સાથે એક ગીતમાં જોવા મળનાર દિશા પટણીના ચાન્સ વધુ છે. દિશા આ ફિલ્મમાં એક ગીતમાં જોવા મળશે એવી પણ ચર્ચા આવી રહી છે. આ ગીત માટે ટાઇગર તેને ખાસ ડાન્સ મુવ્ઝ શીખવાડી રહ્યો હોવાની ચર્ચા છે. ગીતમાં સલમાન પણ જોવા મળશે. પ્રભુદેવા આ ફિલ્મને ડિરેક્ટ કરશે. એથી દિશા તેમને ઇમ્પ્રેસ કરવાનો કોઈ ચાન્સ ગુમાવવા નથી માગતી. આ જ કારણ છે કે તે ટાઇગર પાસેથી ડાન્સનાં પાઠ ભણી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

20 October, 2019 01:33 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK