બાલામાં યામીએ રિક્રીએટ કર્યો નીતુ કપૂરનો લુક
યામી ગૌતમ
યામી ગૌતમે ‘બાલા’ માટે નીતુ કપૂરનાં લુકને રિક્રિએટ કર્યો છે. તેણે ‘ખેલ ખેલ મેં’નાં ક્લાસિક ગીત ‘એક મૈં ઔર એક તુ’ના નીતુ કપૂરના લુકને અપનાવ્યો છે. આ ગીતમાં રિશી કપૂર પણ જોવા મળ્યા હતાં. ‘બાલા’ સાતમી નવેમ્બરે રિલીઝ થવાની છે. ૧૯૭૦નાં દાયકાની એ ફૅશનની પ્રશંસા કરતાં યામી ગૌતમે કહ્યું હતું કે ‘૧૯૭૦ની ફૅશન ટાઇમલેસ છે અને ‘બાલા’ માટે અમે એ એરાના નીતુ મૅમના ગીત પરથી પ્રેરણા લીધી છે, જે મારું પર્સનલ ફૅવરિટ છે.
આ પણ વાંચો : આર્મી ઑફ ધ ડૅડનું શૂટિંગ પૂરુ કર્યું હુમા કુરેશીએ
ADVERTISEMENT
અમે ફિલ્મને યોગ્ય હોય એવું અમારું વર્ઝન પણ ઍડ કર્યું છે, પરંતુ અમારી પ્રેરણા એ એરામાંથી અમને મળી છે. મને પર્સનલી ૭૦નો દાયકો અને એની સાથે સંકળાયેલી દરેક વસ્તુ પસંદ છે. એ લુક, ખાસ સ્લીવ્ઝ, શોર્ટ ડ્રેસીસ, હૅર એસ્સેરીઝ અને પોલ્કા ડૉટ્સ એ બધુ ક્લાસિક સમયને દેખાડે છે.’