નતાશા સાથે જલદી જ લગ્ન કરવાનો છે વરુણ

Published: 11th January, 2021 16:27 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

આ બન્ને ઘણાં વર્ષોથી રિલેશનમાં છે

વરુણ ધવન
વરુણ ધવન

નતાશા દલાલ સાથે જલદી જ લગ્ન કરવાની વાત કહી છે વરુણ ધવને. આ બન્ને ઘણાં વર્ષોથી રિલેશનમાં છે. 2020માં તેમનાં લગ્ન થવાનાં હતાં, પરંતુ કોરોનાની મહામારીને કારણે વાત આગળ વધી શકી નહીં. આ ક્યુટ કપલનાં લગ્નની ચર્ચાઓ હંમેશાં થતી રહે છે. લૉકડાઉન દરમ્યાન અનેક સેલિબ્રિટીઝ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. હવે 2021માં પણ અનેકના ઘરે લગ્નની શરણાઈ વાગશે. તો બૉલીવુડના હૉટ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટનાં લગ્ન પર પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું. હવે આ બન્ને પણ 2021માં લગ્ન કરી લેશે. લગ્નની ચાલી રહેલી ચર્ચાની વચ્ચે વરુણે કહ્યું હતું કે ‘છેલ્લાં બે વર્ષથી મારાં લગ્નની ચર્ચા ચાલી રહી છે. હાલમાં તો કંઈ પણ પ્લાનિંગ નથી. વિશ્વમાં હાલ ખૂબ અનિશ્ચિતતાઓ છે. જોકે સ્થિતિ સુધરશે તો આ વર્ષે કરીશું. લગ્ન તો જલદી જ કરવાનું પ્લાનિંગ છે. જોકે ત્યાં સુધી સ્થિતિ હજી સ્પષ્ટ થઈ જશે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK