Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હૉરર ફિલ્મોથી ડરતો હતો વિકી કૌશલ

હૉરર ફિલ્મોથી ડરતો હતો વિકી કૌશલ

09 October, 2019 11:34 AM IST | મુંબઈ

હૉરર ફિલ્મોથી ડરતો હતો વિકી કૌશલ

વિકી કૌશલ

વિકી કૌશલ


વિકી કૌશલે જણાવ્યું હતું કે તેને હૉરર ફિલ્મો જોવાનો ડર લાગતો હતો. ‘ભૂત પાર્ટ 1: ધ હૉન્ટેડ ‌શિપ’માં વિકી અગત્યની ભૂમિકામાં જોવા મળવાનો છે. ફિલ્મમાં તેની સાથે ભૂમિ પેડણેકર પણ જોવા મળશે. ફિલ્મનાં ડિરેક્ટર ભાનુ પ્રતાપ સિંહ છે અને ફિલ્મને કરણ જોહરે પ્રોડ્યુસ કરી છે. વિકીને પૂછવામાં આવ્યુ હતું કે શું આ ફિલ્મને સાઇન કરતા પહેલા તેણે ખૂબ વિચાર કર્યો હતો? આ સવાલનો જવાબ આપતા વિકીએ કહ્યું હતું કે ‘મેં ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચ્યા બાદ નહીં, પરંતુ સ્ક્રિપ્ટ વાંચતા પહેલા વિચાર કર્યો હતો. જોકે સ્ક્રિપ્ટ વાંચતા પહેલા હું વિચારતો હતો કે હૉરર? ખબર નહીં કેવી હશે, એમાં શું હશે? કારણ કે હું હૉરર ફિલ્મો જોતા ડરતો હતો. એથી મને કંઈ ખબર નહોતી.

આ પણ વાંચો : અક્ષયની બાલા ચૅલેન્જ સ્વીકારી રણવીર સિંહે



મેં જ્યારે સ્ક્રિપ્ટ વાંચી તો હું ખૂબ ડરી ગયો હતો. હું સ્ક્રિપ્ટ વાંચી રહ્યો હતો ત્યારે સ્ટોરીમાં હું એટલો તો ઓતપ્રોત થઈ ગયો હતો કે મને લાગતું હતું કે જે કંઇ પણ થઈ રહ્યું હતું એ બધુ આપોઆપ થઈ રહ્યું હતું.’


Whatsapp-channel Whatsapp-channel

09 October, 2019 11:34 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK