Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અક્ષયની બાલા ચૅલેન્જ સ્વીકારી રણવીર સિંહે

અક્ષયની બાલા ચૅલેન્જ સ્વીકારી રણવીર સિંહે

09 October, 2019 11:27 AM IST | મુંબઈ

અક્ષયની બાલા ચૅલેન્જ સ્વીકારી રણવીર સિંહે

રણવીર સિંહ અને સાજિદ નડિયાદવાલા

રણવીર સિંહ અને સાજિદ નડિયાદવાલા


અક્ષયકુમારની ‘હાઉસફુલ 4’ની ‘બાલા’ ચૅલેન્જને સ્વીકારતા રણવીર સિંહે ધમાકેદાર ડાન્સ કર્યો હતો. તેની સાથે સાજીદ નડિયાદવાલાએ પણ ડાન્સ કર્યો હતો. ‘૮૩’નું શૂટિંગ પૂરું થતાં એની પાર્ટી રાખવામાં આવી હતી. આ પાર્ટીમાં રણવીર ટેબલ પર ચઢીને પણ ડાન્સ કરતો જોવા મળ્યો હતો. અક્ષયકુમારે બૉલીવુડનાં ઍક્ટર્સને આ ચૅલેન્જ આપી છે. આ અગાઉ આયુષ્માન ખુરાનાએ આ ચૅલેન્જ સ્વીકારી હતી. આયુષ્માનની આગામી ફિલ્મ ‘બાલા’ છે અને ‘હાઉસફુલ 4’માં અક્ષયકુમારના કૅરૅક્ટરનું નામ પણ બાલા છે.

આ પણ વાંચો : માનસિક રૂપે બીમાર લોકોને મદદ કરવા પોતાનાં કપડાંની હરાજી કરશે દીપિકા



દિવાળી દરમ્યાન રિલીઝ થનારી ફિલ્મમાં અક્ષયકુમારની સાથે જ રિતેશ દેશમુખ, બૉબી દેઓલ, રાણા દગુબટ્ટી, ક્રિતી સૅનન, પૂજા હેગડે, ક્રિતી ખરબંદા, અને ચંકી પાન્ડે પણ જોવા મળશે. આ ફિલ્મને ફરહાદ સામજીએ ડિરેક્ટ અને સાજિદ નડિયાદવાલાએ પ્રોડ્યુસ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

09 October, 2019 11:27 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK