કરણ જોહરની પાર્ટીમાં બૉલીવુડના સ્ટાર્સ ડ્રગ્સના નશામાં?

Published: Aug 01, 2019, 11:15 IST | મુંબઈ

કરણ જોહરની પાર્ટીમાં ઉડતા બૉલીવુડ

કરણ જોહરની પાર્ટીમાં ઉડતા બૉલીવુડ
કરણ જોહરની પાર્ટીમાં ઉડતા બૉલીવુડ

કરણ જોહરની પાર્ટીમાં હાજર કલાકારો ડ્રગ્સના નશામાં હતા એવો આરોપ અકાલી દળના એમએલએ મનજિન્દર સિંહ સિરસાએ કર્યો છે. આ પાર્ટીમાં દીપિકા પાદુકો‌ણ, રણબીર કપૂર, મલાઇકા અરોરા, અર્જુન કપૂર, વિકી કૌશલ, શાહિદ કપૂર, વરુણ ધવન તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ ઉપરાંત અનેક સેલિબ્ર‌િટીઝ હાજર હતાં. શાહિદ કપૂરની વાત કરીએ તો તે કદી પણ આલ્કોહૉલનું સેવન નથી કરતો. જોકે ફિલ્મમાં જરૂરી હોય તો તે સ્મોકિંગ કરે છે. આ પાર્ટીનો વિડિયો ટ્‍‍વિટર પર શૅર કરીને MLA મનજિન્દર સિરસાએ ટ્વીટ કર્યું હતું કે ‘ઉડતા બૉલીવુડ- કાલ્પિનક વર્સસ વાસ્તવિકતા. તમે જોઈ શકો છો કે બૉલીવુડના આ ધુરંધરો કેટલા ગર્વથી પોતે નશામાં હોવાનું દેખાડી રહ્યા છે. આ કલાકારોને ધ્યાનમાં રાખીને હું ડ્રગ્સની વિરુદ્ધમાં મારો અવાજ વધુ બુલંદ કરું છું. જો તમને એમ લાગે કે શાહિદ કપૂર, દીપિકા પાદુકો‌ણ, અર્જુન કપૂર, વરુણ ધવન, કરણ જોહર અને વિકી કૌશલનું આ વર્તન નફરતને યોગ્ય છે તો તમે તેમને રીટ્વીટ કરજો.’

આ પણ જુઓ : Parul Gulati : ફેસબુકે ખોલ્યું આ અભિનેત્રીનું નસીબ, આ રીતે બની એક્ટ્રેસ

મનજિન્દર સિંહ સિરસાના આ ટ્વીટને કારણે ખાસ્સો હોબાળો મચી ગયો છે. કોઈ કલાકારોએ હજી સુધી એના પર કોઈ પ્રતિક્રિયા નથી આપી. જોકે કૉન્ગ્રેસના નેતા મિલિન્દ દેવરાએ બૉલીવુડનો પક્ષ લેતાં કલાકારોએ ડ્રગ્સ લીધું હોય એ વાતને ફગાવી કાઢી છે. મનજિન્દર સિંહ સિરસાના એ ટ્વીટ પર મિલિન્દ દેવરાએ રીટ્વીટ કર્યું હતું કે ‘એ પાર્ટીમાં મારી વાઇફ પ‌ણ હાજર હતી. તે વિડિયોમાં પણ છે. કોઈએ ડ્રગ્સ નહોતું લીધું. એથી જુઠ્ઠા‌ણું ફેલાવવાનું બંધ કરો અને જે લોકોને તમે નથી ઓળખતા તેમના પર પ્રહાર કરવાનું બંધ કરો. આશા રાખું છું કે તમે બિનશરતી માફી માગવાની હિંમત દેખાડશો.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK