ડેઈઝી શાહની ડેબ્યૂ ગુજરાતી ફિલ્મ 'ગુજરાત 11'નું ધમાકેદાર ટીઝર રીલિઝ

Published: Nov 08, 2019, 17:51 IST | Mumbai

બોલીવુડ અભિનેત્રી ડેઈઝી શાહની પહેલી ગુજરાતી ફિલ્મનું ટીઝર રીલિઝ થઈ ગયું છે. ફિલ્મ 29 નવેમ્બરે રીલિઝ થશે.

ફિલ્મના એક દ્રશ્યમાં ડેઈઝી શાહ
ફિલ્મના એક દ્રશ્યમાં ડેઈઝી શાહ

ગુજરાતી ભાષાની પહેલી સ્પોર્ટ્સ ફિલ્મ ગુજરાત 11નું ટીઝર આવી ગયું છે. જે ખૂબ જ ધમાકેદાર છે. જેમાં ડેઈઝી શાહ કોચના રોલમાં જોવા મળી રહી છે. કોચની ભૂમિકાને ડેઈઝી ન્યાય આપી રહી છે તેવું ટીઝર પરથી લાગી રહ્યું છે. સાથે જ છોકરાઓ ફૂટબોલની આકરી પ્રેક્ટિસ કરી રહ્યા હોવાનું પણ ટીઝરમાં બતાવવામાં આવ્યું છે. ટીઝર જોતા ફિલ્મમાં એક્શન અને ડ્રામા ભરપૂર હશે તેવી પ્રતીતી થાય છે.

ડેઈઝી શાહ સાથે ફિલ્મમાં પ્રતિક ગાંધી, રૂપકુમાર રાઠોડ, કવિન દવે, ચેતન દઈયા જેવા કલાકારો છે. ફિલ્મની વાર્તા ખુદ ફિલ્મના ડિરેક્ટર જયંત ગિલાટરે જ લખી છે. ફિલ્મના પ્રોડ્યુસર યશ શાહ, હરેશ પટેલ, એમ એસ જોલી, જયંત ગિલાટર છે. મ્યુઝિર રૂપકુમા રાઠોડનું છે તો લીરિક્સ દિલીપ રાવે લખ્યા છે. ફિલ્મ 29 નવેમ્બરે મોટા પડદા પર આવશે.

આ પણ જુઓઃ કેઝ્યુઅલ આઉટિંગ માટે આ ગુજરાતી અભિનેત્રીઓના લૂક્સને કરો ટ્રાય,લાગશો એકદમ સ્ટનિંગ

11ના આંકડા સાથે ફિલ્મનું ખાસ કનેક્શન
મ ફિલ્મનું નામ ગુજરાત 11 છે, તેમ ફિલ્મનો 11ના આંકડા સાથે ખાસ સંયોગ રચાયો છે. આ ફિલ્મ ફૂટબોલના બેકગ્રાઉન્ડ પર આધારિત છે, જેમાં ડેયઝી શાહ ફૂટબોલ ટીમના કોચનું પાત્ર ભજવી રહ્યા છે. એટલે ફિલ્મના નામમાં આવતો 11નો આંક ટીમને સૂચવે છે. જો કે રસપ્રદ વાત એ છે કે ફિલ્મનું શૂટિંગ પણ સંજોગોવશાત્ 11 તારીખે જ શરૂ થયું હતું. જયંત ગિલાટરની આ ફિલ્મનું શૂટિંગ 11 ફેબ્રુઆરી 2019ના રોજ શરૂ થયું હતું. તો ડબિંગ પણ 11 તારીખથી શરૂ થયું છે. ગુજરાત 11નું ડબિંગ બુધવાર એટલે કે 11 સપ્ટેમ્બર 2019થી શરૂ થયું છે. ફિલ્મ સાથે 11ના આંકડાનો સંયોગ સર્જાયો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK