Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Tanhaji: The Unsung Warrior:ફિલ્મનું ત્રીજું ગીત 'ઘમંડ કર' રિલીઝ...

Tanhaji: The Unsung Warrior:ફિલ્મનું ત્રીજું ગીત 'ઘમંડ કર' રિલીઝ...

13 January, 2020 04:22 PM IST | Mumbai Desk

Tanhaji: The Unsung Warrior:ફિલ્મનું ત્રીજું ગીત 'ઘમંડ કર' રિલીઝ...

Tanhaji: The Unsung Warrior:ફિલ્મનું ત્રીજું ગીત 'ઘમંડ કર' રિલીઝ...


અજય દેવગન, કાજોલ અને સૈફ અલી ખાનની ફિલ્મ 'તાનાજી ધ અનસંગ વૉરિયર'નું ત્રીજું ગીત 'ઘમંડ કર' (Ghamand Kar Song) રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ગીતમાં અજય દેવગન અને સૈપ અલી ખાનને યુદ્ધ માટે તૈયાર થતાં બતાવવામાં આવ્યા છે. ગીતના શબ્દો છે 'યુદ્ધ કર ભયંકર... ઘમંડ કર'. આ ગીત પહેલા ફિલ્મના બે ટ્રેલર અને બે ગીત રિલીધ કરી દેવામાં આવ્યા છે. ટ્રેલર જોયા પછી લોકો તાનાજીના રિલીઝ થવાની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

જણાવીએ કે અજય દેવગનની ફિલ્મ 'તાનાજી ધ અનસંગ વૉરિયર'ની સ્ટોરી શિવાજીના સૂબેદાર તાનાજી માલુસરે પર આધારિત છે. તેમણે શિવાજી માટે રાજનૈતિક અને રણનૈતિક રૂપે મહત્વપૂર્ણ કોંઢાણા કિલ્લો જીત્યો હતો. આ ફિલ્મમાં અજય દેવગનની સાથે કાજોલ અને સૈફ અલી ખાન સ્ક્રીન શૅર કરશે. તો, આ ફિલ્મ ઓમ રાઉતે નિર્દેશિત કરી છે. ફિલ્મ 10 જાન્યુઆરીના થિએટર્સમાં રિલીઝ થશે. જો કે 10 જાન્યુઆરીના અજય દેવગનની ફિલ્મની ટક્કર દીપિકા પાદુકોણ સાથે થવાની છે કારણકે 10 જાન્યુઆરીના જ દીપિકાની ફિલ્મ 'છપાક' પણ રિલીઝ થઈ રહી છે.




આ પણ વાંચો : આ તસવીરોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે આ ગુજરાતી અભિનેત્રી

'તાનાજી ધ અનસંગ વૉરિયર' બાદ અજય દેવગનની બીજી ઘણી ફિલ્મો આવવાની છે. તેમા પછી રોહિત શેટ્ટીની ફિલ્મ 'સૂર્યવંશી'માં ડીએસપી બાજીરાવ સિંઘમના પાત્રમાં દેખાશે. આ સિવાય તે અભિષેક દુધૈયાની 'ભુજ ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા' અને અમિત શર્માની 'મેદાન'માં કામ કરી રહ્યો છે. જો કે, રોહિતની ફિલ્મમાં અજય ગેસ્ટ અપીયરન્સમાં દેખાશે. જ્યારે ભુજની શૂટિંગ પૂરી થઈ ગઈ છે. આ સિવાય અજય કેટલીય ફિલ્મો પ્રૉડ્યૂસ પણ કરી રહ્યો છે. આમાં છલાંગ અને બિગ બુલ મુખ્ય છે.


Whatsapp-channel Whatsapp-channel

13 January, 2020 04:22 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK