Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Tanhaji The Unsung Warrior:આ અભિનેતા છે અજયના લકી ચાર્મ

Tanhaji The Unsung Warrior:આ અભિનેતા છે અજયના લકી ચાર્મ

08 January, 2020 04:17 PM IST | Mumbai Desk

Tanhaji The Unsung Warrior:આ અભિનેતા છે અજયના લકી ચાર્મ

Tanhaji The Unsung Warrior:આ અભિનેતા છે અજયના લકી ચાર્મ


અજય દેવગનની ફિલ્મ તાનાજીઃ ધ અનસંગ વૉરિયર 10 જાન્યુઆરીના રિલીઝ થઈ રહી છે. ઓમ રાઉત નિર્દેશિત ફિલ્મમાં અજય મરાઠા વૉરિયર તાનાજી માલુસરેના પાત્રમાં છે, જ્યારે કાજોલ તેની પત્ની સાવિત્રીબાઇનું પાત્ર ભજવી રહી છે. અજય, કાજોલ સાથે ફિલ્મના પ્રમોશન્સમાં વ્યસ્ત છે. આ ક્રમમાં અજયએ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે આમિર ખાન સાથે દેખાય છે.

આ વીડિયોમાં કાજોલ પણ છે. આમ તો બન્ને કલાકારોની મિત્રતાનો ખ્યાલ આવે છે, પણ અજય માટે આમિર મિત્રથી વધારે તેના લકી ચાર્મ છે, જેના ખુલાસા અજયે ટ્વીટમાં કર્યું છે. અજયે આ વીડિયો સાથે કૅપ્શનમાં લખ્યું- ગોલમાલ અગેન, ટોટલ ધમાલ અને હવે તાનાજી. પોતાના લકી ચાર્મ આમિક ખાન સાથે. હકીકતે, આ વીડિયોમાં અજયે તે તસવીરોનો ઉપયોગ કર્યો છે, જે તે ફિલ્મ પ્રમોશન દરમિયાન આમિર ખાન સાથે ખેંચાવે છે.




ગોલમાલ અગેન અને ટોટલ ધમાલથી પહેલા પણ અજયે આમિર સાથે મુલાકાત કરી હતી અને તેની તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. આ બન્ને જ ફિલ્મો બૉક્સ ઑફિસ પર સફળ રહી હતી. કદાચ આ માટે આમિર ખાને એક વાર આમિર સાથે મુલાકાત કરી અને તેને પોતાનો લકી ચાર્મ જણાવ્યો. અજયના ટ્વીટ પરથી લાગે છે કે આમિર અને અજયની આ તસવીર દિલ્હીની છે. આમિર લાલ સિંહ ચડ્ઢાના લુકમાં છે, જે આવતાં વર્ષે ક્રિસમસ પર રિલીઝ થઈ રહી છે.


જણાવીએ કે આમિર, અજય દેવગન અને કાજોલ નિર્દેશક ઇન્દ્ર કુમારની ફિલ્મ ઇશ્કમાં કામ કરી ચૂક્યો છે, જે એક રોમાન્ટિંક કૉમેડી ફિલ્મ હતી. કાજોલે આમિર ખાન સાથે ફના જેવી સફળ ફિલ્મમાં કામ કર્યું છે. તાનાજી ઇતિહાસની સ્ટોરી પર આધારિત છે, જે શિવાજીના સૈન્ય સૂબેદાર તાનાજી માલુસરેના જીવનથી પ્રેરિત ફિલ્મ છે.

આ પણ વાંચો : બિપાશા બાસુએ આ રીતે સાબિત કર્યું કે તે પણ છે એક ફેમિલી ગર્લ

તાનાજીઃ ધ અનસંગ વૉરિયરની બૉક્સ ઑફિસ પર દીપિકા પાદુકોણની છપાક સાથે ટકરાશે.

Whatsapp-channel Whatsapp-channel

08 January, 2020 04:17 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK