Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુષ્મા સ્વરાજના નિધન પર અદનાન સામીએ કહ્યું,'તે મારી મા સમાન હતા'

સુષ્મા સ્વરાજના નિધન પર અદનાન સામીએ કહ્યું,'તે મારી મા સમાન હતા'

07 August, 2019 10:45 AM IST | મુંબઈ

સુષ્મા સ્વરાજના નિધન પર અદનાન સામીએ કહ્યું,'તે મારી મા સમાન હતા'

Image coutesy:Adnan sami Twitter

Image coutesy:Adnan sami Twitter


પૂર્વ વિદેશ પ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજના નિધનની આખો દેશ શોકમગ્ન છે. સુષ્મા સ્વરાજના આકસ્મિક નિધનથી દરેક વ્યક્તિ ભાવુક છે, દરેકની આંખોમાં આંસુ છે. સામાન્ય લોકોથી લઈને બોલીવુડ સ્ટાર્સ સહિત દિગ્ગજોએ સુષ્મા સ્વરાજના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. બોલીવુડ સિંગર અદનાન સામીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ભાવુક પોસ્ટ શૅર કરી છે.

ટ્વિટર પર અદનાન સામીએ લખ્યું છે,'સુષ્મા સ્વરાજના નિધનના સમાચારથી મને અને મારા પરિવારને આઘાત લાગ્યો છે. તે અમારા માટે માં સમાન હતા. તેમના માટે અમાર મનમાં અપાર સન્માન અને આદર છે. તેઓ બધાનું ધ્યાન રાખતા અને નેકદિલ વ્યક્તિ હતા. અમે તેમને ખૂબ યાદ કરીશું.'




આ ટ્વિટ સાથે અદનાન સામીએ ચાર ફોટોઝ પણ શૅર કર્યા છે. આ ફોટોઝમાં અદનાન સામી, તેમની પત્ની અને પુત્રી મદીના દેખઆઈ રહ્યા છે. એક ફોટોમાં સુષ્મા સ્વરાજ અદનાન સામીની પુત્રી સાથે મસ્તી કરતા દેખાઈ રહ્યા છે. મદીના પણ સુષ્મા સ્વરાજ સાથે ખુશ દેખાઈ રહી છે.


તો બોલીવુડ એક્ટર અનુપમ ખેરે પણ સોશિયલ મીડિયા પર લાઈવ આવીને સુષ્મા સ્વરાજના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું. અનુપમ ખેરે કહ્યું,'હું આશ્ચર્યચકિત છું. એક પ્રામાણિક વ્યક્તિ. ભારતના કેરિશ્મેટિક અને પ્રામાણિક નેતા હતા. તેઓ શાનદાર વક્તા હતા. તેમની સાથે સારો સમય વીત્યો છે. આ ચોંકાવનારા સમાચાર છે. મને યાદ છે કે અમે શપથગ્રહણ સમારોહમાં મળ્યા હતા. તેમણે કહ્યું હતું અનુપમ સારું કામ કરો છો. મળવા આવો. તેમને વેદનું સારું જ્ઞાન હતું. ઓમ શાંતિ'

આ પહેલા અનુષ્કા શર્મા, લતા મંગેશકર, સની દેઓલ, ગીતકાર પ્રસૂન જોશી, એક્ટર રણદીપ હુડ્ડા, સ્વરા ભાસ્કર, રવીના ટંડન સહિતની સેલિબ્રિટીઝે તેમને શ્રદ્ધાંજલિ આપી છે. અનુષ્કા શર્માએ સુષ્મા સ્વરાજના નિધન પર શોક વ્યક્ત કરતા લખ્યું કે તેને આઘાત લાગ્યો છે.

તો સિંગર લતા મંગેશકરે સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપતા ટ્વિટ કર્યું,'સુષ્મા સ્વરાજજીના નિધનથી ખૂબ દુઃખ થયું. એક ગરિમાપૂર્ણ અને પ્રામાણિક નેતા, એક સંવેદનશીલ અને નિસ્વાર્થ આત્મા, સંગીત અને કાવ્યની જેમને ઉંડી સમજ હતી તેવા મિત્ર. આપણા પૂર્વ વિદેશ પ્રધાનને હંમેશા યાદ કરાશે.'

આ પણ વાંચોઃ આ રીતે દિલ્હીના પહેલા મહિલા CMથી વિદેશ પ્રધાન બન્યા સુષ્મા સ્વરાજ, રૅર ફોટોઝ

રણદીપ હુડ્ડાએ સુષ્મા સ્વરાજને કદાવર નેતા ગણાવતા લખ્યું,'તેમને ક્યારેય મળ્યો નથી, પરંતુ તેમના નિધનના સમાચાર સાંભળીને દુઃખ થઈ રહ્યું છે. એક એવા અધ્યાયનો અંત આવ્યો છે, જેમાં દેશની બહાર રહેતા ભારતીયો પણ વિચારતા હતા કે તેમને કોઈ જોઈ રહ્યું છે.'

Whatsapp-channel Whatsapp-channel

07 August, 2019 10:45 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK