અંકિતા-સુશાંતનું બ્રેકઅપ કન્ફર્મ

Published: May 05, 2016, 03:18 IST

સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડેનું બ્રેકઅપ થઈ ગયું છે એવા સમાચાર ઘણા સમયથી ચાલી રહ્યા હતા, પરંતુ બેમાંથી કોઈએ એ વિશેની પુષ્ટિ અત્યાર સુધી નહોતી કરી.


sushant ankita

તેમના બ્રેકઅપ માટે ઘણી અફવા ઊડી રહી હતી જેમાં અંકિતા આલ્કોહૉલિક છે અને સુશાંત તેના પર વ્યભિચાર કરે છે એવી વાતો ચાલી રહી હતી, પરંતુ સુશાંતે ગઈ કાલે ટ્વીટ કરીને તેમના બ્રેકઅપની પુષ્ટિ કરીને તમામ અફવાઓ પર ફુલ-સ્ટૉપ લગાવી દીધું છે. સુશાંતે ટ્વીટ કર્યું હતું કે ‘તે આલ્કોહૉલિક નથી અને હું પણ મહિલાઓ પર વ્યભિચાર નથી કરતો. લોકો ઘણાં કારણસર અલગ થઈ જાય છે એ દુ:ખની વાત છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK