Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ગુત્થીના રોલ પહેલા સુનિલ ગ્રોવર દર મહિના કમાતો આટલા રૂપિયા

ગુત્થીના રોલ પહેલા સુનિલ ગ્રોવર દર મહિના કમાતો આટલા રૂપિયા

01 August, 2019 04:38 PM IST |

ગુત્થીના રોલ પહેલા સુનિલ ગ્રોવર દર મહિના કમાતો આટલા રૂપિયા

ગુત્થીના રોલ પહેલા સુનિલ ગ્રોવર દર મહિના કમાતો આટલા રૂપિયા


અભિનેતા અને કોમેડિયન સુનિલ ગ્રોવરે વર્ષોની મહેનતથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું નામ બનાવ્યું છે. સુનિલ ગ્રોવરે ઘણા કોમેડી કિરદારથી દર્શકોનું મનોરંજન કરાવ્યું છે. જેમાં ગુત્થીનો પણ સમાવેશ છે. ગુત્થીના રોલના કારણે સુનિલ ગ્રોવર લોકોમાં ઘણો જાણીતો બન્યો હતો. સુનિલ ગ્રોવરે તેના આ રોલને લઈને ખુલાસો કર્યો છે કે જ્યા સુધી તેમને ગુત્થીનો રોલ મળ્યો ન હતો ત્યા સુધી તેમના કરિઅરમાં સંઘર્ષ ચાલી રહ્યો છે. આ પહેલા એક મહિનામાં 500 રૂપિયા મળતા હતા. ગુત્થીના રોલના કારણે સુનિલ ગ્રોવરની લાઈફ જ બદલાઈ ગઈ. હાલમાં જ સુનિલ ગ્રોવર સલમાન સ્ટારર ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતાં.

સોશિયલ મીડયા બ્લોગ હ્યૂમંસ ઓફ બોમ્બે દ્વારા પોસ્ટ કરાયેલી પોસ્ટમાં સુનિલ ગ્રોવર વિશે જાણકારી આપવામાં આવી છે. આ પોસ્ટમાં સુનિલ ગ્રોવર ફર્સ્ટ પર્સનમાં તેમના વિશે વાત કરી હતી. કોમેડી નાઈટ્સ વિશ કપિલ અને ધ કપિલ શર્મા શૉમાં ગુત્થી અને ડૉ. ગુલાટીનો કોમિક કિરદાર નિભાવી ચૂકેલા સુનિલે લખ્યું હતું કે, ગુત્થીના રોલે મારુ જીવન બદલી નાખ્યું છે. આ રોલ પહેલા તેમને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો પરંતુ હવે સુનિલ ગ્રોવરને ફિલ્મો અને ટીવી શૉ ઓફર કરવામાં આવી રહ્યાં છે.



આ પણ વાંચો: ભારતીય અને પાકિસ્તાની છોકરીઓની લવ-સ્ટોરી ઈન્ટરનેટ પર મચાવી રહી છે ધમાલ


સુનિલ ગ્રોવર નાનપણથી જ એક્ટિંગ માટે શોખીન છે. આ વિશે વાત કરતા ક્હ્યું હતું કે, હું હમેંશા એક્ટિંગમાં અને લોકોને હસાવવામાં સારો છું. મને યાદ છે કે, 12માં ધોરણમાં મને ડ્રામાં કોમ્પિટિશનનો ભાગ બન્યા હતા. આ સમયે તેમના ટેલેન્ટને જોતા ચીફ ગેસ્ટે કહ્યું હતું કે, બીજા વિદ્યાર્થીઓ સાથે ગેરવાજબી રહેશે. સુનિલ ગ્રોવર થિયેટરમાં માસ્ટર્સ કર્યા પછી મુંબઈ આવી ગયા હતા.


Whatsapp-channel Whatsapp-channel

01 August, 2019 04:38 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK