Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આપણા બહાદુર સૈનિકો જ દેશના ખરા હીરો છે : સોનુ સુદ

આપણા બહાદુર સૈનિકો જ દેશના ખરા હીરો છે : સોનુ સુદ

26 February, 2019 11:59 AM IST |

આપણા બહાદુર સૈનિકો જ દેશના ખરા હીરો છે : સોનુ સુદ

સોનુ સુદ

સોનુ સુદ


સોનુ સુદનું કહેવું છે કે સૈનિકો આપણા દેશના રિયલ હીરો છે. પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ શહીદોના પરિવારને મળવા માટે સોનુ સુદ મળવા પહોંચ્યો હતો. એ દરમ્યાન સોનુએ કહ્યું હતું કે ‘હું માનું છું કે દેશના રિયલ હીરો આપણા બહાદુર સૈનિકો છે. તેઓ આપણી સુરક્ષા માટે તેમના ઘરપરિવારને છોડે છે. તેઓ એ પણ જાણે છે કે તેમને પોતાના પરિવાર સાથે ખૂબ ઓછો સમય વિતાવવા મળવાનો છે. આમ છતાં તેઓ પોતાના કુટુંબને છોડીને દિવસરાત આપણી સલામતીની ફરજ નિભાવે છે.

આ પણ વાંચો : ચશ્મે બદ્દૂરની સીક્વલમાં જોવા મળશે જૅકલિન ફર્નાન્ડિસ?



જ્યારે પણ પુલવામા જેવી ઘટનાઓ બને છે ત્યારે આપણે વિચારીએ છીએ કે આપણા સૈનિકો આપણા માટે ઘણુંબધું કરે છે પરંતુ આપણે તેમના માટે કંઈ કરી નથી શકતા. એથી મને લાગે છે કે આ જ ખરો સમય છે જ્યારે આપણે ભેગા મળીને એ વાતની ખાતરી કરીએ કે તેમના પરિવારની કાળજી લેવામાં આવે, જેથી આપણા બાહોશ સૈનિકો નિશ્ચિંત રહે.’


Whatsapp-channel Whatsapp-channel

26 February, 2019 11:59 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK