Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પહેલી વાર લવ રંજનની ફિલ્મમાં સાથે દેખાશે શ્રદ્ધા કપૂર અને રણબીર કપૂર...

પહેલી વાર લવ રંજનની ફિલ્મમાં સાથે દેખાશે શ્રદ્ધા કપૂર અને રણબીર કપૂર...

18 January, 2020 07:20 PM IST | Mumbai Desk

પહેલી વાર લવ રંજનની ફિલ્મમાં સાથે દેખાશે શ્રદ્ધા કપૂર અને રણબીર કપૂર...

પહેલી વાર લવ રંજનની ફિલ્મમાં સાથે દેખાશે શ્રદ્ધા કપૂર અને રણબીર કપૂર...


પ્યાર કા પંચનામા અને સોનૂ કે ટીટૂ કી સ્વીટી જેવી સરસ ફિલ્મોના નિર્દેશક લવ રંજન ટૂંક સમયમાં જ પોતાની આગામી ફિલ્મ શરૂ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની જોડી દર્શકોને જોવા મળશે. ફિલ્મમાં પહેલી વાર રણબીર કપૂરની સાથે કામ કરવા માટે શ્રદ્ધા કપૂર ખૂબ જ એક્સાઇટેડ છે.

તાજેતરમાં જ પીટીઆઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં શ્રદ્ધાએ રણબીર કપૂર અને લવ રંજન સાથે કામ કરવા માટે પોતાની એક્સાઇટમેન્ટ વ્યક્ત કરી છે. શ્રદ્ધા કપૂરે કહ્યું, હું રણબીર કપૂર સાથે લવ રંજનની ફિલ્મ કરી રહી છું, મેં લવ રંજનની ફિલ્મ પ્યાર કા પંચનામા અને સોનૂ કે ટીટૂ કી સ્વીટીને ખૂબ જ પસંદ કરી છે. હું રણબીર સાથે કામ કરવા માટે ખૂબ જ એક્સાઇટેડ છું, તે આ જનરેશનના સૌથી સારા એક્ટર્સમાંનો એક છે, તેનું કામ પસંદ કરવામાં આવ્યું છે, આ પહેલા મને તેની સાથે કોઇ કામ ઑફર જ કરવામાં આવ્યું ન હતું.



જણાવીએ કે આ ફિલ્મમાં અજય દેવગન પણ દેખાવાનો છે. મેકર્સ દ્વારા અજય તરફથી ઘણીવાર અપ્રોચ કરવામાં આવ્યું, પણ તેના બિઝી શેડ્યૂલને કારણે તેમણે આ પ્રૉજેક્ટ માટે હા પાડી ન હતી, પણ હવે તે પણ ફિલ્મ માટે માની ગયા છે.


 
 
 
View this post on Instagram

?

A post shared by INAYAT ~ (@shraddhakapoor) onJan 16, 2020 at 11:23pm PST


કેટલાક દિવસ પહેલા દીપિકા પાદુકોણને પણ લવ રંજનના ઘરમાં સ્પૉટ કરવામાં આવી હતી, જેથી કયાસ લગાડવામાં આવતાં હતા કે રણબીર અને અજય સાથે દીપિકા પાદુકોણ દેખાશે. પણ હવે શ્રદ્ધા કપૂરને ફિલ્મ માટે સાઇન કરી લેવામાં આવી છે.

આ પણ વાંચો : હવે મચશે ડરની અફરા તફરી કારણ ટ્રેલર થઈ ગયું છે રિલીઝ....

પહેલા ફિલ્મની શૂટિંગ વર્ષના અંતમાં શરૂ કરવામાં આવવાની હતી, પણ તાજેતરમાં જ થયેલી વાતચીત દરમિયાન શ્રદ્ધા કપૂરે જણાવ્યું કે શૂટિંગ માર્ચમાં શરૂ કરવામાં આવશે. હાલ શ્રદ્ધા પોતાની ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3 ડીના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં શ્રદ્ધા સાથે વરૂણ ધવન અને નોરા ફતેહી પણ દેખાય છે. ફિલ્મને 24 જાન્યુઆરીના રિલીઝ કરવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

18 January, 2020 07:20 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK