'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'નું શૂટિંગ બહુ જલદી થશે શરૂ

Published: Jun 03, 2020, 18:49 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

નવી ગાઇડલાઇન્સને ફૉલો કરીને સરકારે એપિસોડનું શૂટિંગ કરવાની પરવાનગી આપી

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના શૂટિંગને બહુ જલદી શરૂ કરવામાં આવશે એવી ચર્ચા ચાલી રહી છે. કોરોના વાઇરસને કારણે દુનિયા લૉકડાઉનમાંથી પસાર થઈ રહી હતી. લગભગ બે મહિના સુધી ટીવી-ફિલ્મનું શૂટિંગ પણ બંધ રહ્યા બાદ એને મહારાષ્ટ્રમાં ચોક્કસ નિયમોનું પાલન કરીને શૂટિંગ કરવાની પરવાનગી આપવામાં આવી છે. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’નું શૂટિંગ પણ બંધ રહેતાં લોકો એની રાહ જોતા હતા. આ વિશે શોના પ્રોડ્યુસર અસિતકુમાર મોદીએ કહ્યું હતું કે ‘આ અમારા માટે ખૂબ સારા સમાચાર છે. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ચાહકો શોના નવા એપિસોડની ઘણી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નવી ગાઇડલાઇન્સને ફૉલો કરીને સરકારે એપિસોડનું શૂટિંગ કરવાની પરવાનગી આપી એ માટે અમે આભારી છીએ. ફાઇનલ પરમિશન મળી ગયા બાદ અમે પણ બહુ જલદી શૂટિંગ શરૂ કરીશું. એક વાર એ મળી ગયા બાદ અમે અમારા દર્શકોને ફરીથી ક્વૉલિટી એન્ટરટેઇનમેન્ટ પૂરું પાડીશું. લૉકડાઉનમાં પણ અમારો શો લોકોમાં પૉઝિટિવીટી ફેલાવી રહ્યો હતો અને તેઓ ફૅમિલી સાથે બેસીને એને જોતા હતા. અમે છેલ્લાં બાર વર્ષથી તેમના ચહેરા પર સ્માઇલ લાવતા હતા અને એ અમે ચાલુ જ રાખીશું. શોની ટીમ અને ક્રૂ સેફ રહે એ માટે કેટલીક ગાઇડલાઇન્સ આપવામાં આવી છે અને એને અંતર્ગત અમને સરકાર તરફથી ફાઇનલ પરવાનગી મળતાં જ શૂટિંગ શરૂ કરીશું. આ સમય દરમ્યાન અમે નવી સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા હતા અને દર્શકોને એ પસંદ પડશે એવી આશા છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK