અમિતાભ બચ્ચન આયુષ્માન ખુરાના સાથે મળી કરશે કોમેડી, આ હશે ફિલ્મ

Published: May 15, 2019, 12:41 IST

અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના પહેલી વાર મોટા પડદે સાથે જોવા મળશે. 'વિક્કી ડોનર' અને 'પીકૂ' જેવી સુપરહિટ ફિલ્મો આપ્યા પછી શૂજિત સરકાર આગામી ફિલ્મ આવી રહ્યા છે.

ગુલાબો સિતાબોમાં દેખાશે અમિતાભ બચ્ચન
ગુલાબો સિતાબોમાં દેખાશે અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના પહેલી વાર મોટા પડદે સાથે જોવા મળશે. 'વિક્કી ડોનર' અને 'પીકૂ' જેવી સુપરહિટ ફિલ્મો આપ્યા પછી શૂજિત સરકાર તેની આગામી ફિલ્મ 'ગુલાબો સિતાબો' લઈને આવી રહ્યા છે. 'ગુલાબો સિતાબો'માં અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના પહેલીવાર સાથે જોવા મળશે. ફેમિલી કોમેડી 'ગુલાબો સિતાબો' નવેમ્બરમાં રિલીઝ થવા જઈ રહી છે. 'ગુલાબો સિતાબો'ને લઈને હાલમાં જ અમિતાભ બચ્ચને ટ્વિટ પણ કર્યુ હતું કે, 'ગુલાબો સિતાબોની જોડી... લખનઉમાં થશે હવે ટક્કર.'

ફિલ્મ 'ગુલાબો સિતાબો' રૉની લાહિડી અને શીલ કુમાર પ્રોડ્યૂસ કરી રહ્યા છે. ફિલ્મ વિશે વાત કરતા શૂજિત સરકારે કહ્યું હતું કે,'હું અને જુહી ઘણા સમયથી આ સ્ક્રીપ્ટ પર કામ કરી રહ્યા છીએ. જૂહી જ્યારે કોઈ સ્ટોરી લઈને આવે છે તે હંમેશા કંઈક અલગ જ હોય છે. સ્ક્રીપ્ટને મે તરત જ અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના સાથે શૅર કરી હતી. મારી ઈચ્છા હતી કે, બન્ને એકસાથે કામ કરે. આ સ્ટોરી લખનઉની છે જેની માટે આ ટાઈટલ પરફેક્ટ છે.'

આ પણ વાંચો:Happy Birthday: આવો છે જીમિત ત્રિવેદીનો અંદાજ

શૂજિત સરકાર હમેશા કઈં હટકે કોન્સેપ્ટને લઈને કામ કરતા જોવા મળ્યા છે. વિકી ડોનર હોય કે પીકૂ બન્ને સ્ક્રીપ્ટ કઈક અલગ અને નવી હતી. શૂજિત સરકાર હવે 'ગુલાબો સિતાબો' લઈને આવી રહ્યા છે ત્યારે આ ફિલ્મમાં શું નવું જોવા મળશે તે હાલ એક પ્રશ્ન છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK