કંગના અને હ્રિતિકના ઝઘડામાં શાહિદ કપૂરને થયો ફાયદો

મુંબઈ | May 19, 2019, 12:59 IST

કંગનાની ફિલ્મ 'મેન્ટલ હૈ ક્યા' અને હ્રિતિકની 'સુપર 30' ની રિલીઝ ડેટ્સની ટક્કરને લઈને ઘણો વિવાદ થયો છે

કંગના અને હ્રિતિકના ઝઘડામાં શાહિદ કપૂરને થયો ફાયદો
શાહિદ કપૂર

છેલ્લા કેટલાક દિવસથી કંગના રનૌત અને હ્રિતિક રોશનની વચ્ચે ફિલ્મ 'મેન્ટલ હૈ ક્યા' (Mental Hai Kya) અને 'સુપર 30' (Super 30)ની રિલીઝ ડેટ્સની ટક્કરને લઈને ઘણો વિવાદ થયો છે. પરંતુ કહેવાય છે કે બે લોકોના ઝઘડમાં હંમેશા ત્રીજાનો ફાયદો થાય છે. એવું જ કઈ શાહિદ કપૂરની સાથે થયું.

આ પણ વાંચો : લાર્જેસ્ટ લૉન્ડ્રી લેસનનો ઇન્ડિયાએ બનાવ્યો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ

ખરેખર, શાહિદ કપૂરની ફિલ્મ 'કબીર સિંહ' (Kabir Singh)21 જૂને રિલીઝ થઈ રહી છે. આ દિવસ પહેલા કંગના રનૌત અને રાજકુમાર રાવની 'મેન્ટલ હૈ ક્યા' રિલીઝ થવાની હતી. અચાનકથી ફિલ્મની નિર્માતા એકતા કપૂરે 'મેન્ટલ હૈ ક્યા'ની રિલીઝને આગળ વધારીને 26 જૂલાઈ કરી દીધી છે. તે જ દિવસે હ્રિતિક રોશનની 'સુપર 30' પણ રિલીઝ થવાની હતી. એક જ દિવસે કંગના અને હ્રિતિકની ફિલ્મની રિલીઝને લઈને બન્નેના ફૅન્સ સોશિયલ મીડિયા પર એકબીજા સાથે ઝઘડી પડ્યા.

હ્રિતિકના ફૅન્સનું કહેવું હતું કે કંગના રનૌતે એવું જાણી જોઈને કર્યું છે. કંગનાની બહેન રંગોલી ચંદેલે પણ ટ્વિટર પર હ્રિતિકના વિરૂદ્ધ અભ્રદ ભાષાનો પ્રયોગ કર્યો હતો. બાદ એકતા કપૂરને સ્પષ્ટ કરવી પડી હતી કે રિલીઝ ડેટ બદલવાનો નિર્ણય એનો હતો. એટલે વ્યક્તિગત હુમલો થવો જોઈએ નહીં.

આ ખટપટનો ફાયદો શાહિદ અને કિયારા આડવાણીની 'કબીર સિંહ'ને મળી ગયો. આ જ દિવસે એમની ફિલ્મ રિલીઝ થશે. સોલો રિલીઝને લઈને શાહિદ કપૂર ઘણો ખૂશ છે. શાહિદના મુજબ એમણે પોતાની ફિલ્મની રિલીઝ ડેટની ઘોષણા એક વર્ષ પહેલા જ કરી દીધી હતી. 'મેન્ટલ હૈ ક્યાં'ના તારીખ પછીથી આવી. હવે જ્યારે ફિલ્મોની તારીખ શિફ્ટ થઈ ગઈ છે તો તેણે કંગના અને રાજકુમારને શુભેચ્છા આપવાનું પણ નહીં ભૂલ્યા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK