Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કૂલી નંબર 1ની રીમેકમાં દેખાશે વરુણ ધવન અને સારા અલી ખાન

કૂલી નંબર 1ની રીમેકમાં દેખાશે વરુણ ધવન અને સારા અલી ખાન

23 March, 2019 11:39 AM IST |

કૂલી નંબર 1ની રીમેકમાં દેખાશે વરુણ ધવન અને સારા અલી ખાન

વરુણ ધવન અને સારા અલી ખાન

વરુણ ધવન અને સારા અલી ખાન


ડેવિડ ધવનની ‘કૂલી નંબર ૧’ની રીમેકમાં વરુણ ધવન અને સારા અલી ખાન જોવા મળવાનાં છે. ૧૯૯૫માં આવેલી ‘કૂલી નંબર ૧’માં ગોવિંદા અને કરિશ્મા કપૂરની જોડી જામી હતી. આ ફિલ્મની રીમેક બનતાં લોકોને એક નવી જોડી જોવા મળશે. ‘મૈં તેરા હીરો’ અને ‘જુડવા ૨’ બાદ વરુણ ફરી એક વાર કૉમિક અવતારમાં દેખાવાનો છે. વરુણ હાલમાં ‘કલંક’ અને ‘સ્ટ્રીટ ડાન્સર ૩D’માં બિઝી છે. સારા ઇમ્તિયાઝ અલીની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. ‘કૂલી નંબર ૧’ની રીમેકના ડાયલૉગ ફરહાદ સામજી લખશે. તેણે આ અગાઉ સારા સાથે રોહિત શેટ્ટીની ‘સિમ્બા’માં કામ કર્યું હતું.

આ પણ વાંચો : પ્રિયંકા ચોપડા જોનસ શું કામ પોતાને ખરાબ પત્ની માને છે?



વરુણ ધવનની પ્રશંસા કરતાં ફરહાદ સામજીએ કહ્યું હતું કે ‘વરુણ જેવા મહેનતુ કલાકાર સાથે કામ કરવું કોઈ પણ રાઇટર માટે ગર્વની વાત છે. મેં તાજેતરમાં જ તેને ડાયલૉગ સંભળાવ્યો હતો અને તેણે તરત જ મારી પાસે એની કૉપી માગી હતી જેથી તે રિહર્સલ કરી શકે. ફિલ્મને શરૂ થવામાં હજી સમય છે, પરંતુ તે હમણાંથી જ રિહર્સલ કરવા માગે છે. હું સારા સાથે બીજી વાર કામ કરવા માટે ખૂબ ઉત્સાહી છું.’


Whatsapp-channel Whatsapp-channel

23 March, 2019 11:39 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK