Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રિયંકા ચોપડા જોનસ શું કામ પોતાને ખરાબ પત્ની માને છે?

પ્રિયંકા ચોપડા જોનસ શું કામ પોતાને ખરાબ પત્ની માને છે?

23 March, 2019 11:36 AM IST |

પ્રિયંકા ચોપડા જોનસ શું કામ પોતાને ખરાબ પત્ની માને છે?

પ્રિયંકા ચોપડા જોનસ

પ્રિયંકા ચોપડા જોનસ


પ્રિયંકા ચોપડા જોનસ પોતાને ખરાબ પત્ની માને છે. પ્રિયંકાએ આ વાતનો ખુલ્લેઆમ સ્વીકાર કર્યો છે. પ્રિયંકાનું કહેવું છે કે નિક જોનસ એવી ફૅમિલીમાંથી આવે છે જ્યાંની મહિલાઓ સ્વાદિષ્ટ ભોજન બનાવે છે. આ વિશે વધુ જણાવતાં પ્રિયંકાએ કહ્યું હતું કે ‘હું ખૂબ ખરાબ પત્ની છું, કેમ કે મને રસોઈ બનાવતાં નથી આવડતું. નિક સાઉથ અમેરિકાના એવા પરિવારમાંથી આવે છે જ્યાંની મહિલાઓ સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે. નિકની મમ્મી સરસ કુક છે. હું ફક્ત ઈંડાં અને ટોસ્ટ જ બનાવી શકું છું.’

આ પણ વાંચો : ઇમ્તિયાઝ અલીની ફિલ્મમાં કાર્તિક અને સારા એકસાથે જોવા મળશે



પોતે રસોઈ નથી બનાવી શકતી એ વાત નિકને જણાવ્યા બાદ નિકે શું રીઍક્શન આપ્યું હતું એ વિશે પ્રિયંકાએ કહ્યું હતું કે ‘મેં જ્યારે નિકને જણાવ્યું કે હું સારું જમવાનું નથી બનાવી શકતી તો નિકે કહ્યું હતું કે કંઈ વાંધો નહીં બેબી, મને પણ રસોઈ બનાવતાં નથી આવડતું.’


Whatsapp-channel Whatsapp-channel

23 March, 2019 11:36 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK