સલમાન ખાન ફરી એકવાર બનશે 'રાધે', ઈદ પર રિલીઝ થશે ફિલ્મ

Published: Sep 25, 2019, 19:07 IST | મુંબઈ

સુપરસ્ટાર સલમાન ખાન ફરી એકવાર પોતાના હિટ કેરેક્ટર રાધે તરીકે જોવા મળશે. લાંબા સમયથી ચર્ચા હતી કે આગામી ઈદ પર સલમાન ખાનની કઈ ફિલ્મ રિલીઝ થશે.

સુપરસ્ટાર સલમાન ખાન ફરી એકવાર પોતાના હિટ કેરેક્ટર રાધે તરીકે જોવા મળશે. લાંબા સમયથી ચર્ચા હતી કે આગામી ઈદ પર સલમાન ખાનની કઈ ફિલ્મ રિલીઝ થશે. હવે આ સસ્પેન્સનો અંત આવ્યો છે. ચર્ચા છે કે ઈદ 2020માં સલમાન ખાન પોતાના ફેન્સને રાધેના રોલમાં મળશે. સલમાન ખાનની આ ફિલ્મ અક્ષયકુમારની ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ' સાથે ક્લેશ થશે, જે પણ ઈદના દિવસે રિલીઝ થવાની છે.

બોલીવુડ હંગામાના એક્સક્લુઝિવ રિપોર્ટ પ્રમાણે ઈદ 2020 પર સલમાન ખાનની ફિલ્મ રાધે રિલીઝ થાય તે લગભગ નક્કી છે. આ ફિલ્મ પણ પ્રભુદેવા જ ડિરેક્ટ કરશે. હાલ પ્રભુદેવા સલમાન ખાન સાથે દબંગ 3માં કામ કરી રહ્યા છે. સૂત્રો દ્વારા અપાયેલા આ સમાચારમાં એ પણ ઉલ્લેખ છે કે દબંગ 3 રિલીઝ થતા પહેલા સલમાન ખાન રાધેનું કેટલુંક શૂટિંગ કરશે, કારણ કે ઈદ આડે હવે વધુ સમય નથી. ઈદ આગામી વર્ષે મે મહિનામાં આવશે, એટલે લગભગ 8 મહિનાનો સમય બચ્યો છે.

સલમાન ખાન આ પહેલા 'તેરે નામ' અને 'વોન્ટેડ'માં આ રાધેના પાત્રમાં દેખાઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે ઈદ 2020માં સલમાન ખાનની 'ઈન્શાલ્લાહ' રિલીઝ થવાની હતી, જેને સંજય લીલા ભણસાલી ડિરેક્ટ કરવાના હતા. પરંતુ સલમાન ખાન અને સંજય વચ્ચે ફિલ્મને લઈ મતભેદ થવાને કારણે ફિલ્મ અટકી પડી છે.

ઈન્શાલ્લાહ માટે અક્ષયકુમારની ફિલ્મ સૂર્યવંશીને શિફ્ટ કરવામાં આવી હતી, જે ઈદ પર રિલીઝ થવાની હતી. પરંતુ સૂર્યવંશી હટી તો અક્ષયની લક્ષ્મી બોમ્બ આ તહેવારના દિવસે રિલીઝ થવાની જાહેરાત થઈ ગઈ. એટલે હવે 2020ની ઈદ પર લક્ષ્મી બોમ્બની ટક્કર સલમાન ખાનની રાધે સાથે થશે.

આ પણ વાંચોઃ ઈમરાન હાશ્મી આ રીતે ફેમિલી સાથે વીતાવે છે ક્વોલિટી ટાઈમ, જુઓ ફોટોઝ

ઈન્શાલ્લાહ માટે અક્ષયકુમારની ફિલ્મ સૂર્યવંશીને શિફ્ટ કરવામાં આવી હતી, જે ઈદ પર રિલીઝ થવાની હતી. પરંતુ સૂર્યવંશી હટી તો અક્ષયની લક્ષ્મી બોમ્બ આ તહેવારના દિવસે રિલીઝ થવાની જાહેરાત થઈ ગઈ. એટલે હવે 2020ની ઈદ પર લક્ષ્મી બોમ્બની ટક્કર સલમાન ખાનની રાધે સાથે થશે. 

Loading...
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK