સલમાન ખાન હવે જિમના બિઝનેસમાં ઝંપલાવશે, દેશમાં 300 જેટલા જિમ શરૂ કરશે

Published: 3rd July, 2019 17:56 IST | મુંબઈ ડેસ્ક

એપ્રિલમાં સલમાને પોતાનું ટૂલ બ્રાન્ડ બીઇંગ સ્ટ્રૉન્ગ લૉન્ચ કર્યો હતો.

સલમાન ખાન (ફાઇલ ફોટો)
સલમાન ખાન (ફાઇલ ફોટો)

હવે સલમાન ખાન એસકે-27 જિમ ફ્રેન્ચાઇઝ લૉન્ચ કરવા માટે તૈયાર છે. સલમાન ખાનની વર્ષ 2020 સુધીમાં 300 જેટલા જિમ ખોલવાની યોજના છે.

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન સોશિયલ મીડિયા પર વર્કઆઉટ કરતાં વીડિયો અને ફોટોઝ શેર કરતો હોય છે. તેણે પોતાના ડેલી રુટિનમાં વર્કઆઉટને સંપૂર્ણપણે સામેલ કરી લીધું છે. હવે સલમાન ખાન એસકે-27 જિમ ફ્રેન્ચાઇઝ લૉન્ચ કરવા માટે તૈયાર છે. સલમાન ખાનની વર્ષ 2020 સુધીમાં 300 જેટલા જિમ ખોલવાની યોજના છે.

આ યોજનામાં કહેવાયું છે કે, "બીઇંગ હ્યૂમન ચેન અને બીઇંગ સ્ટ્રોન્ગ ફિટનેસ ઇક્વિપમેન્ટ પછી સલમાન જિમ અને ફિટનેસ સેન્ટરની પોતાની ચેન શરૂ કરશે. એસકે-27નું લક્ષ્ય ફિટનેસ ઇન્ડિયા મૂવમેન્ટનો મેસેજ ફેલાવવાની સાથે જ દરેકને ફિટ અને સ્વસ્થ બનાવવાનો છે. આ સિવાય ફિટનેસ ટ્રેનર અને ઉદ્યમિઓ માટે રોજગારના અવસર ઊભા કરવાનો છે." એપ્રિલમાં સલમાને પોતાનું ટૂલ બ્રાન્ડ બીઇંગ સ્ટ્રૉન્ગ લૉન્ચ કર્યો હતો.

જણાવીએ તે સલમાન ખાન ફિલ્મ દબંગ 3 માટે જબરજસ્ત તૈયારી કરી રહ્યો છે. દબંગ 3માં સલમાન ખાન ચુલબુલ પાંડેનું પાત્ર ભજવશે. પણ આ વખતે તેની ઊંમરમાં ઘણો બદલાવ આવવાનો છે. ફિલ્મમાં ફ્લેશબેક પાર્ટ્સ માટે સલમાન ખાનને 20 વર્ષના ચુલબુલ પાંડેનું પાત્ર ભજવવાનું છે. અને આ જ કારણ છે કે સલમાન ખાન હાલમાં મોટાભાગનો સમય જિમમાં પસાર કરે છે. એક ન્યૂઝ એજન્સી સાથે વાતચીત દરમિયાન ફિલ્મના નજીકના સૂત્રોએ જણાવ્યું કે દબંગ 3માં ફ્લેશબેકના ઘણા ભાગ છે, જેમાં ચુલબુલ પાંડે 20 વર્ષનો છે અને તે માટે સલમાન યંગ દેખાવા માટે સતત જિમમાં વર્કઆઉટ કરી રહ્યો છે.

આ પણ વાંચો : કંગના રનૌત : અમે આઉટસાઈડર જો શ્વાસ પણ લઇએ તો લોકોને થાય છે તકલીફ

છેલ્લે સલમાન ખાનની ફિલ્મ ભારતમાં જોવા મળ્યો. આ ફિલ્મ ઈદના દિવસે રિલીઝ થઈ હતી. અને ફિલ્મને અલી અબ્બાસ ઝફરે ડાયરેક્ટ કરી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK