કંગના રનૌત : અમે આઉટસાઈડર જો શ્વાસ પણ લઇએ તો લોકોને થાય છે તકલીફ

Published: Jul 03, 2019, 17:46 IST | મુંબઈ ડેસ્ક

જજમેન્ટલ હે ક્યાના ટ્રેલર લૉન્ચમાં કંગના રનૌતે ફિલ્મને લઈને વાત કરી છે. તેણે કહ્યું કે આઉટસાઈડર જો શ્વાસ પણ લે તો (બોલીવુડમાં) લોકોને તકલીફ થાય છે.

કંગના રનૌત (ફાઇલ ફોટો)
કંગના રનૌત (ફાઇલ ફોટો)

કંગના રનૌત અને રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મ 'જજમેન્ટલ હૈ ક્યા'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. 'જજમેન્ટલ હૈ ક્યા'ને પ્રકાશ કોવેલામુડીએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મનું ટ્રેલર ખૂબ જ પસંદ થઈ રહ્યું છે. ટ્રેલર લૉન્ચના અવસરે કંગના રનૌતે ફિલ્મ વિશે વાત કરી. તેણે કહ્યું કે જો આઉટસાઈડર જો શ્વાસ પણ લે તો (બોલીવુડમાં) લોકોને વાંધા પડે છે.

કંગનાએ કહ્યું, "જ્યારે કોઈ વસ્તુ મારી હોય છે ત્યારે ઘણાં બધાં લોકોને ઘણી બધી જગ્યાએ વાંધા પડતાં હોય છે. અમે જે આઉટસાઇડર હોઇએ તે જો શ્વાસ પણ લે તો કેટલાક લોકોને તકલીફ હોય છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને અમે લોકોએ પણ અમારો રસ્તો કાઢતાં શીખી ગયા છીએ. જેટલી શક્ય એટલી ઓછી તકલીફ આપતાં નીકળવા માગીએ છીએ."

કંગનાએ કહ્યું કે, "અમને કેટલીય પ્રકારની ધમકીઓ મળી. ઘણાં બધાં કેસ અમારા પર કરવામાં આવ્યા. જે સલમાનની ફિલ્મ છે કિક તેનું સાઉથ ટાઇટલ પણ મેન્ટલ છે. પણ અમારી સામે એ તથ્ય મૂકવામાં આવ્યા કે થોડાંક અઠવાડિયા પહેલા જ બૅન થઈ ગઈ છે."

જણાવીએ કે સલમાન ખાનની ફિલ્મ કિકનું સાઉથ ટાઇટલ પણ કિક જ હતું. જોકે, સલમાન ખાનની ફિલ્મ જય (2014)નું ટાઈટલ પહેલા મેન્ટલ રાખવામાં આવ્યું હતું પણ રિલીઝ પહેલા જ તેને બદલીને જય હો કરી દેવામાં આવ્યું.

ફિલ્મના ટાઇટલને બદલાવવા પર કંગના રનોતે કહ્યું કે, "સેન્સર બોર્ડની આખી પેનલ બેઠી હતી. અને તેમણે પણ ભારે હૈયે કહ્યું કે તમે લોકોએ ફિલ્મ એટલી સારી બનાવી છે કે અમને કટ કરવા માટે કાંઈ મળ્યું જ નહીં."

આ પણ વાંચો : ભાગ્યશ્રીના પતિની કરાઈ ધરપકડ, આ છે કારણ

રાજકુમાર રાવે ફિલ્મના ટાઈટલ વિશે કહ્યું કે, "હું આ માટે પહેલેથી જ તૈયાર હતો. કેટલાક એવા લોકો હોય છે જેને આ બાબતે તકલીફ હોય છે. અમે તેમની ભાવનાઓનું સન્માન કરીએ છીએ. જો તેઓ આવું માને છે કે ફિલ્મનું ટાઇટલ બદલવાથી સમાજમાં કઈંક પરિવર્તન આવી શકે છે, તો અમે એમ કરવાથી વધુ ખુશ છીએ."

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK